લેફ્ટ, રાઇટ, સેન્ટર- કયો રાજનીતિક વલણ સૌથી શ્રેષ્ઠ છે?

રાજનીતિ માં દક્ષિણપંથ (રાઇટ), વામપંથ (લેફ્ટ) અને મધ્ય (સેન્ટર)- ત્રણ જાતની વિચારધારાઓ જોવા મળે છે. આમાથી કયો વલણ સૌથી સારો છે?
લેફ્ટ, રાઇટ, સેન્ટર- કયો રાજનીતિક વલણ સૌથી શ્રેષ્ઠ છે?
 

આયુષમાન ખુરાના:- નમસ્કારમ સદગુરુજી. હું આયુષમાન ખુરાના અને હું રાજકરણની બાબતમાં સજાગ વ્યક્તિ છું અને અત્યારે ભારતની રાજકીય સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે કરણ કે આ એક બહુસાંસ્કૃતિક સમાજ છે-આપણી પાસે ઘણી બધી સંસ્કૃતિ, ધર્મ, પ્રદેશો, જાતિ, રંગ, પંથ છે. અને હું નિશ્ચિતપણે માનું છું કે એકદમ છતી બાજુ અને ઊંધી બાજુ રહેવું તે અત્યંત ખતરનાક છે અને મારી રાજકીય સમઝ તે કદાચ મધ્યબિંદુમાં છે. તો તમારા પ્રમાણે યોગ્ય મત કયો છે?

સદગુરુ:- આયુષમાન એટ્લે એ જે લાંબુ જીવે. એક જીવંત લોકતંત્રનો અર્થ છે કે, તમે કોઈ પણ પ્રકારનું વલણ નથી અપનાવતા.... જો તમને જીવંત લોકશાહી ઇચ્છતા હોવ  તો. અમેરિકામાં આ બહુ જબરદસ્ત રીતે થયું હતું,  તે બે ધર્મો જેવુ બની ગયું-"તમે ડેમોક્રેટ છો અથવા તો  રિપબ્લિકન?". ના મારા દાદા રિપબ્લિકન હતા, માતા પિતા રિપબ્લિકન હતા એટ્લે હું પણ રિપબ્લિકન છું.

કોઈ પણ વલણ અપનાવવું ખોટું છે!!!

એકવાર આવું થયું......ડેમોક્રેટ એક રેડ સ્ટેટ મા પ્રચાર કરી રહ્યા હતા-જેઓ કયાં રિપુબ્લિકન ને મત આપતા. એક ડેમોક્રેટે કોઈને પૂછ્યું,’ તમે ડેમોકરેટને મત કેમ નથી આપતા?’ પેલા માણસે જવાબ આપ્યો,’ મારા મારા દાદા રિપબ્લિકન હતા, માતા પિતા રિપબ્લિકન હતા એટ્લે હું પણ રિપબ્લિકન છું.

ડેમોક્રેટ ખીજાઈ ને બોલ્યો,” માનીલો તમારા દાદા મૂર્ખ હતા અને તમારા પિતા પણ મૂર્ખ હતા, તો તમે શું છો? પેલા માણસ આ જવાબ આપ્યો કે તો પછી હું ડેમોક્રેટ હોત.

તો હું રાઈટ છું, લેફ્ટ છું, કે સેન્ટર છું? નાં... તમે જે ક્ષણે આ વલણ અપનાવો છો, તમે લોકતંત્ર ને નષ્ટ કરી નાખો છો. કારણ કે તમે ફરીથી સામંતશાહી તરફ જઈ રહ્યા છો.

તમે એમનો ચિન્હ જોયો છે? તો એક જીવંત લોકશાહી માં તમારે ક્યારેય કોઈ પક્ષ ન લેવો જોઇએ, આ એક વાત  આપણે ભૂલી ચુક્યા છીએ. આપણો દેશ પણ આ તરફ વળી રહ્યો છે, તમે આ પક્ષમાં છો કે તે પક્ષમાં ? મે આવતી ચૂંટણી માટે હજી મન નથી બનાવ્યું, જોઇએ છે કે કોણ સારું પ્રદર્શન કરે છે અને કોણ વધુ  સમજદારી બતાવે છે.

તો હું રાઈટ છું, લેફ્ટ છું, કે સેન્ટર છું? નાં... તમે જે ક્ષણે આ વલણ અપનાવો છો, તમે લોકતંત્ર ને નષ્ટ કરી નાખો છો. કારણ કે તમે ફરીથી સામંતશાહી તરફ જઈ રહ્યા છો. આપણે......આ જાતિ એટ્લે આપણે આને મત આપીશું, પેલી જાતી એટ્લે તેને  જ મત આપીશું, આપણે લોકશાહી ને ખતમ કરી નાખી છે, કોઈ પણ પ્રકાર ની લોકતંત્ર રહી જ નથી.

એક જીવંત લોકશાહી માં તમારે ક્યારેય કોઈ પક્ષ ન લેવો જોઇએ, આ એક વાત  આપણે ભૂલી ચુક્યા છીએ

ભારત ની સ્થિતિ અમેરિકા જેવી થઈ રહી છે

એક લોકતંત્ર નો અર્થ છે કે દર વખતે મૂલ્યાંકન કરો છો કે તમે કયો પક્ષ લેવા માંગો છો. અને એ કોઈ સ્થાયી પક્ષ નહીં હોય  અત્યારે અમેરિકામાં ફક્ત ચાર થી પાંચ ટકા લોકો જ નક્કી કરે છે કે કોણ જીતશે કે કોણ હરશે. બાકીના લોકો  પહેલા થી નક્કી કરી ચુક્યા હોય છે.

ભારતમાં આ ટકાવારી દસથી બાર છે અથવા વધુમાં વધુ પંદર ટકા હોઈ શકે. પરતું આવનારી ચૂંટણી પછી આપણાં ત્યાંની ટકાવારી પણ અમેરિકા જેવી થઈ જશે. કારણ કે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, કાંતો તમારે આ બાજુ રહેવાનું છે કે તે બાજુ. તમે આ ન કહી શકો કે તમે કોઈ તરફ નથી.

એક લોકતાંત્રિક પરક્રિયા ની અસાધારણ ઉપલબ્ધિ એજ છે કે સત્તાપલટ રક્તપાત વગર થવી જોઇએ.

લોકતંત્ર ની સૌથી મોટી ઉપલબ્ધિ

એક લોકતાંત્રિક પરક્રિયા ની અસાધારણ ઉપલબ્ધિ એજ છે કે સત્તાપલટ રક્તપાત વગર થવી જોઇએ. મારી વાત માનો કોઈ પરિવારમાં જો ઘણી બધી મિલકત છે તો ત્યાં પણ સત્તા પરિવર્તન રક્તપાત વગર નહોતું થતું. પણ આજે મોટા દેશોમાં પણ આપણે લોહીનું એક ટીપું વાહવ્યા વગર એક દળથી બીજા દાળને સત્તા મા લાવી શકયે છે.

પરંતુ જેમ જેમ તમે જાતીની માનસિકતા તરફ વધો છો, કે હું જાતિનો છું કે પેલી જાતિનો, ત્યારે તમે દેશને પાછા ત્યાં લઈ જાઓ છો જ્યાં વારંવાર સત્તા બદલવા થી જાતિના નામપર યુદ્ધ થશે. અત્યારે એવી સ્થિતિ થઈ રહી છે કે સોશિયલ મીડિયા પર પણ ડિજિટલ ભીડ સતત એક બીજા ને ઇજા પહોચાળતી રહે છે. આ જાતિઓ નું યુદ્ધ છે.

હું જાણું છું કે આના થી હું વધારે અલોકપ્રિય થઈ જઈશ-પણ પાર્ટી સદસ્યતા રદ્દ કરી નાખવી જોઈએ કારણ કે આ એક જાતિ બનતી જાય છે. હવે આપણે એક લોકતંત્રના રીતે પરિપક્વ થવું પડશે.

જો તમે આવી જ રીતે ચાલતા રહ્યા- ફકત ગાળો સાથે-તો એ દિવસ દૂર નથી જ્યારે કોઈ તલવાર કે બંદૂક લઈને નીકળશે અને લોકોને મારવાનું શરૂ કરી દેશે. અત્યરે તમે વાટ્સએપના મદદ થી કોઈ પણ સમુધાય ના વિરુદ્ધ હત્યાઓ અથવા તો હિંસા ની ભાવનાઓ ને ભડકાવી શકો છો.

હું વિચારી રહ્યો છું- હું જાણું છું કે આના થી હું વધારે અલોકપ્રિય થઈ જઈશ-પણ પાર્ટી સદસ્યતા રદ્દ કરી નાખવી જોઈએ કારણ કે આ એક જાતિ બનતી જાય છે. હવે આપણે એક લોકતંત્રના રીતે પરિપક્વ થવું પડશે. માટે આયુષમાન તમારે કોઈ પણ જાતનો પક્ષ લેવો નહીં. સાડા ચાર વર્ષ પછી તમારે ચાર થી છ મહિના લઈને થયેલા કામોના મૂલ્યાંકન કરવું જોઇએ, આ સાડા ચાર વર્ષમાં જે પણ  કઈ  થયું છે, શું તેઓને બીજી એક તક આપવી યોગ્ય હશે? કે  નવા લોકોને લાવવું વધુ સારું રહશે..દરેક નાગરિકે છેલ્લા ત્રણ થી છ મહિનાઓમાં નિર્ણય લેવો જોઈએ.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1