એ સત્ય છે કે બાળકો ના ઉછેર માટેની કોઈ ચોક્કસ વ્યાખ્યા અથવા કોઈ એક સાચી રીત નથી, તેમ છતાં થોડાંક સૂચનો (ટિપ્સ), તમારા બાળક નું સુખ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચાલો આપણે યથાર્થ વાલી પણા માટે નાં એ 10 સૂચનો (ટિપ્સ) પર નજર ફેરવી જોઈએ, જે સદગુરૂ પાસે, તમારાં બાળકો ના ઉછેર માટે છે.

 

સદગુરૂ: યથાર્થ ઉછેર માટે અમુક ચોક્કસ માત્રા માં સ્વ-વિવેક હોવો જરૂરી છે. બધાં બાળકો માટે કોઈ એક પ્રમાણભૂત નિયમ નથી ઘડાયો. જુદાં-જુદાં બાળકો, ધ્યાન ના સ્તર ની, પ્રેમ ની અભિવ્યક્તિ ની અને દ્રઢતા ની  જુદી-જુદી માત્રા માગી લે છે. ધારો કે હું નાળિયેરી ના એક બાગ માં ઊભો છું અને તમે મને પૂછો, “દરેક છોડ ને કેટલું પાણી આપવું?” તો હું કહીશ, “ઓછામાં ઓછું 50 લીટર.” પછી તમારા ઘરે જઈને તમે તમારા ગુલાબ ના છોડ ને 50 લીટર પાણી નાખશો, તો એ મુરઝાઇ જશે. તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા બાગ માં કયા પ્રકાર ના છોડ છે અને એમની જરૂરિયાત શું છે.

ટિપ #1: વિશેષાધિકાર ને ઓળખો

આ એક વિશેષાધિકાર છે કે આ બાળક – તમારા આનંદ નો સ્ત્રોત – તમારા દ્વારા આવ્યો છે અને તમારા ઘરમાં આવી પહોંચ્યો છે. બાળકો તમારી મિલકત નથી; તમે એમના ઉપર માલિકી-હક નથી ધરાવતા. માત્ર એમનો આનંદ લેતાં, એમની માવજત કરતાં, એમને ટેકો આપતાં શીખો. એમને તમારા ભવિષ્ય માટે નું રોકાણ બનાવવા નો પ્રયાસ ન કરો.

ટિપ #2: એમને મુક્તપણે રહેવા દો


 એમને જે બનવું હોય એ બનવા દો. જીવન ના અર્થ વિષે ના તમારા મત પ્રમાણે એમને બીબા માં ઢાળવાની કોશિશ ન કરો. તમારા બાળને એના જીવન માં એજ કરવું છે, જે તમે તમારા જીવન માં કર્યું છે. તમારા બાળકે એ કરવું જોઈએ જે કરવા નું વિચારવાની હિમ્મત સુધ્ધાં તમે તમારા જીવન માં નથી કરી. ત્યારે અને માત્ર ત્યારે જ દુનિયા ની પ્રગતિ થશે.

ટિપ #3: એમને ‘સાચો’ પ્રેમ આપો

લોકો એવી ગેરસમજ ધરાવે છે કે એમનાં બળકોને પ્રેમ આપવાનો અર્થ છે એમની બધીજ માગણીઓ પૂરી કરવી. તમે જો એમને એ બધુ જ આપશો જેની તેઓ માગણી કરે છે, તો એ મૂર્ખામી છે, ખરું કે નહીં? તમે જ્યારે પ્રેમ આપો છો, ત્યારે જેટલું જરૂરી હોય એટલું જ કરો. તમે જ્યારે કોઈને સાચો પ્રેમ કરો છો, ત્યારે તમે લોકો માં અપ્રિય થવા માટે પણ તૈયાર હો છો અને તોયે તમે એ જ કરશો, જે એમની માટે શ્રેષ્ઠ છે.


 

ટિપ #4: એમને વહેલાં મોટાં થવાની ફરજ ન પાડો

બાળક, બાળક જ રહે એ ખૂબજ મહત્વનું છે; એને પુખ્ત બનાવવા ની કોઈ જલ્દી નથી કારણકે પછીથી તમે એમનું બાળપણ પાછા નહીં લાવી શકો. એ ખરેખર આશ્ચર્યજનક વસ્તુ છે, જ્યારે એ બાળક છે, અને બાળક જેવું જ વર્તન કરે છે. ખરાબ તો એ છે, કે એ પુખ્ત થાય અને બાળક જેવું વર્તન કરે. બાળક માટે પુખ્ત બનવાની કોઈ જલ્દી નથી હોતી.

ટિપ #5: શીખવાનો સમય કાઢો, શિખવાડવા નો નહીં

બાળક જ્યારે તમારી પાસે આવે છે, ત્યારે તમે અજાણતાં જ હસવાનું, રમવાનું, ગાવાનું, સોફા નીચે છુપાવાનું અને અન્ય એ બધી જ વસ્તુઓ કરવાનું શરૂ કરી દો છો, જે કરવાનું તમે ભૂલી ચુકયા હતા.

તમે જીવન વિષે એવું તે શું જાણો છો જે તમે તમારાં બાળકોને શિખવાડી શકો? તમે અસ્તિત્વ ટકાવી રાખવાની માત્ર થોડીક યુક્તિઓ જ શિખવાડી શકો. તમારી જાતની સરખામણી તમારાં બાળક જોડે કરી જુઓ અને જાણો કે વધુ આનંદ મેળવવા માટે કોણ સક્ષમ છે? તમારું બાળક, ખરું કે નહીં? એ જો તમારા થી વધુ આનંદ ની અનુભૂતિ કરી જાણે છે, તો જીવન વિષે ના સલાહકાર તરીકે કોણ વધુ યોગ્ય ગણાય, તમે કે એ?

બાળક આવે, ત્યારે એ શીખવાનો સમય હોય છે, શિખવાડવાનો નહીં. બાળક આવે, ત્યારે તમે અજાણતાં જ હસો છો, રમો છો, ગાઓ છો, સોફા નીચે છુપાઓ છો અને અન્ય એ બધી જ વસ્તુઓ કરવાનું શરૂ કરી દો છો, જે કરવાનું તમે ભૂલી ચુકયા હતા. અર્થાત એ જીવન વિષે શીખવાનો સમય છે.

ટિપ #6: એમની સ્વાભાવિક આધાત્મિકતાની માવજત કરો

જો તેમની સ્વાભાવિક રીતભાત માં હસ્તક્ષેપ ન કરવામાં આવે, તો બાળકો આધ્યાત્મિક સંભાવનાઓ થી બહુજ નજીક હોય છે. સામાન્ય રીતે, મુખ્યત્વે વડીલો અને એ સિવાય શિક્ષકો, સમાજ, ટેલિવિઝન – કોઈક ને કોઈક એમના જીવન માં સતત હસ્તક્ષેપ કર્યા જ કરે છે. એક એવું વાતાવરણ નિર્માણ કરો જ્યાં આ હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોય અને બાળક ને તમારી ધાર્મિક ઓળખ કરતાં વધારે એની પોતાની બુદ્ધિમત્તા નો વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે. બાળક આધ્યાત્મિકતા વિષે નો એક શબ્દ પણ જાણ્યા વગર સ્વાભાવિક રીતેજ આધ્યાત્મિક બનશે.

ટિપ #7: સહાયક અને પ્રેમાળ વાતાવરણ પૂરું પાડો

તમે જો ડર અને ચિંતા નું ઉદાહરણ પૂરું પાડો, તો પછી તમે કઈ રીતે તમારું બાળક આનંદ માં રહેવાની અપેક્ષા રાખી શકો? તેઓ પણ એ જ વસ્તુ શીખશે. તમે શ્રેષ્ઠ કામ એ કરી શકો કે પ્રફુલ્લિત અને પ્રેમાળ વાતાવરણ નિર્માણ કરો.

ટિપ #8: મૈત્રીપૂર્ણ સંબંધ જાળવો


 તમારી જાતને બાળક ઉપર થોપવાનું બંધ કરો અને એક બૉસ બનવા કરતાં, એક મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધ બનાવો. ખુરશી ઉપર બેઠાં-બેઠાં બાળકને ચીંધવાનું બંધ કરો કે એણે શું કરવું જોઈએ. તમારી જાતને બાળક થી નીચે રાખો જેથી કરીને એને તમારી સાથે વાતચીત કરવા માં સરળતા રહે.

ટિપ #9: આદર મેળવવા ની અપેક્ષા ટાળો

તમે તમારા બાળક પાસેથી પ્રેમ ની અપેક્ષા રાખો છો, ખરું ને? પણ ઘણાં વડીલો કહે છે, “તારે મને માન આપવું જોઈએ.” તમે થોડાં વર્ષો પહેલાં જનમ્યા છો, કદ-કાઠા માં થોડા મોટા છો, અને અસ્તિત્વ ટકાવી રાખવાની થોડીક યુક્તિઓ જાણો છો, પણ એ સિવાય કઈ રીતે તમે એના કરતાં વધુ સારું જીવન ધરાવો છો?

ટિપ #10: સ્વયંને ખરેખર આકર્ષક બનાવો

તમે જો ખરેખર તમારાં બાળકો ને સારો ઉછેર આપવા માગો છો, તો પહેલાં સ્વયં ને એક શાંત અને પ્રેમાળ વ્યક્તિ માં પરિવર્તિત કરો.

બાળક અનેક વસ્તુઓ થી - ટીવી, પાડોશીઓ, શિક્ષકો, શાળા, અને હજારો-લાખો અન્ય વસ્તુઓ થી, પ્રભાવિત થાય છે. એને જે વસ્તુ આકર્ષિત કરશે, એ માર્ગ ઉપર જ એ ચાલશે. એક વડીલ તરીકે, તમરે સ્વયં ને એવી રીતે ઢાળવા પડશે કે એને સૌથી વધુ આકર્ષણ પોતાનાં વાલી-વડીલો સાથે રહેવાનું હોય.  જો તમે આનંદિત, બુદ્ધિમાન, અને અદ્ભુત વ્યક્તિ હો, તો એ બીજા કોઈનો સાથ નહીં ઝંખે. કોઈ પણ વસ્તુ કે સમસ્યા થશે, તો એ તમારી પાસે જ પાછા આવીને તમને જ પૂછશે.

જો તમે ખરેખર તમારા બાળક ને સારું પાલન-પોષણ આપવામાં રસ ધરાવો છો, તો તમારે પહેલાં પોતાની જાતને એક શાંત અને પ્રેમાળ વ્યક્તિ માં પરિવર્તિત કરવી પડશે.

સંપાદક નોંધ: તમને જો વાલીપણા નાં આ સૂચનો ઉપયોગી લાગ્યાં હોય, તો વાલીપણા માટે સદગુરૂ ની હૈયાઉકલત વાળી જાણકારી માટે “Inspire Your Child, Inspire The World,” નામક e.book ડાઉનલોડ કરો. વિનમૂલ્ય મેળવવા માટે, કિંમત ના ખાના માં “0” (શૂન્ય) પ્રવિષ્ટ કરો.