યુવાઓ માટે પ્રશ્ન પૂછવાની તક- યુવાઓ જોડાવો સત્યથી!!!
આ વખતના સ્પોટમાં સદગુરુ આપણે યુવાઓ જોડાવો સત્યથી! અભિયાન વિશે બતાવી રહ્યા છે. સાથે જ તેઓ પોતાના હોમ ટાઉન મૈસૂરના કાર્યક્રમો વિષે પણ બતાવી રહ્યા છે.
યુવાઓ જોડાઓ સત્યથી અભિયાન જબરદસ્ત ગતિથી આગળ વધી રહ્યું છે. આ અભિયાન ના 4 કાર્યક્રમ થઈ ગયા છે અને અમે હમણાં જ માઉન્ટ કેરેમલ કોલેજ થી પાછા આવ્યા છીએ. ત્યનો કાર્યક્રમ પણ ઘણો અદ્ભુત રહ્યો. અમારો આવનારો કાર્યક્રમ ભારતીય ફૂટબોલ માટે ચમત્કાર કરી ચૂક્યા ફૂટબોલ ખિલાડી સુનિલ છેત્રીની સાથે. ગણેશ ચતુર્થી જેમકે તમે જાણો છો- ગણપતિનો અર્થ છે ગણો નો રાજા કે પછી ગણોનો મુખિયા. કારણકે એ માથું એમને ગણોથી મળ્યું હતું, અને આ માથાના કારણે, જે એક માણસનું માથું નથી, તેઓ ઘણા બુદ્ધિમાં થઈ ગયા. તમની બુદ્ધિ એવી હતી કે તે જે જીવનની બધી બાધાઓને તોડી સકતી હતી, એટલા માટે એમને વિઘનેશ્વર કહેવામા આવે છે. હું ઘણા વર્ષોથી પરિવાર સંબંધિત કોઈપણ સમારોહ, તહેવાર કે લગ્નમાં ગયો નથી. આ ઘણી અદ્ભુત વાત છે અને ઘણા વર્ષો પછી એવું થઈ રહ્યું છે પાછલા વર્ષે નદી અભિયાન યાત્રા વખતે, સંયોગથી હું ગણેશ ચતુર્થી વખતે પોતાના પરિવાર સાથે મૈસૂર માં હતો.
અને કાલે એક વાર ફરીથી, હું મૈસૂર માં હતો. એટલા માટે એ લોકો ને ધન્યવાદ આપું છું જેઓ જાણી જોઇને ને અજાણ્યામાં મારા કાર્યક્રમની યોજના એવી રીતે બનાવે છે કે મારૂ મૈસૂર જવું નક્કી જ હોય છે. આ ઘણા ખુશીની વાત છે અને પછી આ એક વધુ રોમાંચક કાર્યક્રમ છે કે હું પાછો સ્કૂલ જઉં છું. હું પોતાની હાઇસ્કૂલ જઈશ જ્યાં હું ફક્ત બે વર્ષ સુધી ભણ્યો હતો. 45 વર્ષ પછી હું પાછો જઇશ. આના વિષે મૈસૂરમાં ઘણો ઉત્સાહ છે.
અને ત્યાં કઈક અલગ કાર્યક્રમ પણ છે- અમે લોકોના સમૂહની સાથે ચામુંડી પહાડ પર સ્થિત સદગુરુ સ્થાન પ જઈ રહ્યા છે અને અમે મૈસૂરમાં થોડી ઘણી મોટરસાઈકલિંગ પણ કરીશું. તો યુવાઓ જોડાવો સત્ય થી માં ઘણી બધી વસ્તુઓ થઈ રહું છે. ધીરે ધીરે એવા વિષે ઉત્સાહ વધી રહ્યું છે. ફેસબુક અને ટ્વિટર અને બીજા અન્ય માધ્યમોથી અમારી સાથે જોડાઈ રહો, અમે તમને આ માધ્યમો પર જાણકારી આપતા રહીશું. તમારી ઉમર ગમે તે હોય, આજ સમય છે યુવા અવસ્થાને અપનાવવાનો અને ચોક્કસ રીતે એની હકીકત જાણવાનો પણ.