સ્વામી વિવેકાનંદના જીવંચરિત્રની વાર્તાઓ
આ લેખમાં સદગુરૂ, સ્વામી વિવેકાનંદના જીવનની કેટલી ઘટનાઓ વિષે જણાવે છે. આ ઘટનાઓ તેમના ગુરુ સાથેના સંબંધ અને તેમના સંદેશનું વિવરણ કરે છે.
આ લેખમાં સદગુરૂ, સ્વામી વિવેકાનંદના જીવનની કેટલી ઘટનાઓ વિષે જણાવે છે. આ ઘટનાઓ તેમના ગુરુ સાથેના સંબંધ અને તેમના સંદેશનું વિવરણ કરે છે.
Swami Vivekananda and Kali
તેમના બોધ બાદ ઘણાબધાં શિષ્યો રામકૃષ્ણ પરમહંસની આસપાસ ભેગા થયા હતા. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદ ૧૮૯૩માં અમેરિકાના શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપનાર પ્રથમ યોગી હતા. ત્યાર પછી તેમણે આધ્યાત્મિક જુવાળ ફેલાવ્યો. જયારે લોકો કંઈપણ નવું સ્વીકારવા ખચકાતા હતા ત્યારે તેઓએ થોડીક હદ સુધી નવા દ્વાર ખોલી આપ્યા.
વિવેકાનંદ રામકૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું .” તમે આખો દિવસ ભગવાન અને ભગવાન સાથે વાતો કરો છો. તો તેનું પ્રમાણ શું? મને સાબિતી આપો. “
રામકૃષ્ણને વિવેકાનંદ તરફ થોડો અલગ લગાવ હતો કારણકે તેમના સંદેશને વિશ્વમાં ફેલાવનાર એક વાહક તરીકે તેઓ તેમને જોતા હતા. રામકૃષ્ણ જાતે આ કામ કરી શકે એમ ન હતા તેથી તેઓ વિવેકાનંદને એક માધ્યમ તરીકે જોતા હતા.
રામકૃષ્ણની આસપાસના લોકો સમજી શકતા ન હતા કે શા માટે તેઓ વિવેકાનંદ પાછળ ઘેલા હતા. જો વિવેકાનંદ એક દિવસ પણ મળવા ના આવે તો રામકૃષ્ણ જાતે જ તેમેને શોધવા જતા કારણકે તેઓ જાણતા હતા કે, આ છોકરા પાસે જ વહન કરવાની જરૂરી દ્રષ્ટિ છે. વિવેકાનંદને પણ એટલોજ રામકૃષ્ણ પ્રત્યે લગાવ હતો.તેમણે રોજગારી માટે કોઈ શોધ કરી નહિ , તેમની ઉંમરના લોકો સામાન્ય રીતે જે કરતા હોય તેવું કશું જ તેમણે કર્યું નહિ, તેઓ રામકૃષ્ણને જ અનુસર્યા .વિવેકાનંદના જીવનમાં બનેલી આ એક અદભૂત ઘટના છે. એકવાર તેમના માતા ખૂબ બીમાર હતા અને મરણ પથારીએ હતા ત્યારે એકાએક તેમને યાદ આવ્યું કે તેમની પાસે પૈસા નથી અને તેથી તે તેમને જરૂરી દવા કે ભોજન લાવી આપી શકે તેમ નથી. આનાથી તેઓ ખૂબ ગુસ્સે થયા.
તેઓ રામકૃષ્ણ પાસે ગયા –બીજે જવાય તેમ પણ ન હતું- તેમણે રામકૃષ્ણ ને કહ્યું ”આ બધું વાહિયાત છે. આ આધ્યાત્મિકતા મને ક્યાં લઇ જઈ રહી છે.? જો હું કમાતો હોત અને મારે જે કરવું જોઈતું હતું તે કરતો હોત તો હું આજે મારી માતાની સંભાળ લઇ શક્યો હોત. હું તેના માટે ભોજન લાવી શક્યો હોત તેને દવા આપી શક્યો હોત, હું તેને આરામ આપી શક્યો હોત. આ આધ્યાત્મિકતા મને ક્યાં લઇ આવી છે?
રામકૃષ્ણ કાલીના ભક્ત હતા અને ઘરમાં મૂર્તિ પણ રાખી હતી. તેમણે કહ્યું “ શું તારી માતાને દવા અને ભોજન જોઈએ છે? તેમને શું જોઈએ છે એ તું જઈને એમને જ શા માટે પૂછતો નથી? વિવેકાનંદને આ વિચાર ગમ્યો અને તેઓ મંદિરમાં ગયા .
એક કલાક પછી તેઓ બહાર આવ્યા અને રામકૃષ્ણએ પૂછ્યું “શું તે તારી માતાને દવા કે પૈસા વિષે પૂછ્યું? “
વિવેકાનંદે જવાબ આપ્યો” ના, હું ભૂલી ગયો.”
રામકૃષ્ણ એ ફરી કહ્યું “તું ફરી અંદર જા અને આ વખતે પૂછવાનું ભૂલતો નહિ. “
વિવેકાનંદ ફરી અંદર ગયા અને લગભગ આઠ કલાક બાદ તે બહાર આવ્યા. રામકૃષ્ણએ ફરી પૂછ્યું “શું તે તારી માતાને પૂછ્યું?”
વિવેકાનંદે કહ્યું, ”ના , હું પૂછીશ નહિ. મારે પૂછવાની જરૂર નથી. “
રામકૃષ્ણ એ કહ્યું, ”સારું, જો તે આજે મંદિરમાં કઈ પણ પૂછ્યું હોત, આ તારી અને મારી વચ્ચેનો છેલ્લો દિવસ હોત. હું તારૂ મોઢું ક્યારેય ના જોવત કારણકે, પૂછતો મુર્ખ જીવન શું છે તે જાણતો હોતો નથી. પૂછતો મુર્ખ જીવનના મૂળભૂત સારને સમજ્યો હોતો નથી.”
પ્રાથર્ના કરવીએ એક ગુણ છે. જો તમેં ભક્તિમય બનો તો તે એક અદભૂત માર્ગ છે. પણ જો તમે કઇક મેળવવાની આશા સાથે પ્રાથર્ના કરો તો તે તમને ફળશે નહિ
ભગવાનના હોવાનો પ્રમાણ
માત્ર ૧૯ વર્ષના વિવેકાનંદ ખુબ જ તાર્કિક બુદ્ધિશાળી અને `જુસ્સાથી ભરપુર હતા. તેમને બધાનો યોગ્ય જવાબ જોઈતો હતો. તેઓ રામકૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું , “ તમે આખો દિવસ ભગવાન અને ભગવાન સાથે વાતો કરો છો. તો તેનું પ્રમાણ શું? મને સાબિતી આપો. “ રામકૃષ્ણ એકદમ સરળ હતા. તે શિક્ષિત ન હતા. તેઓ સાધક હતા, વિદ્વાન ન હતા. તેથી તેમને કહ્યું “ હું જ પ્રમાણ છું .’
રામકૃષ્ણ એ કહ્યું ,” ભગવાન છે એનું પ્રમાણ હું છું.”
વિવેકાનંદને શું કહેવું સમાજ ન પડી કારણકે આ બાબત એક્દમ નિરર્થક લાગી. તેઓ કઈક બૌદ્ધિક જવાબની આશા રાખતા હતા. – ભગવાન હોવાનું પ્રમાણ બીજનું અંકુરણ થવું અને ગ્રહોનું ફરવું છે. – પણ રામકૃષ્ણ એ કહ્યું “ ભગવાન હોવાનું પ્રમાણ હું છું. “ હું જે રીતે હું છું એ સાબિતી છે” આમ રામકૃષ્ણ કહી રહ્યા હતા. વિવેકાનંદને કઈ સમજ ના પડી અને તેઓ જતા રહ્યા.
ત્રણ દિવસ પછી તેઓ પાછા આવ્યા અને પૂછ્યું, “ તમે મને ભગવાન બતાવી શકો?” રામકૃષ્ણ એ પૂછ્યું “ તારામાં જોવાની હિંમત છે?” બહાદુર છોકરા એ હા પાડી કેમ કે આ બાબત તેને સતાવી રહી હતી. તેથી રામકૃષ્ણએ તેમનો પગ વિવેકાનંદની છાતી પર મુક્યો અને વિવેકાનંદ થોડા સમય માટે સમાધીની અવસ્થામાં જતા રહ્યા. જ્યાં તેઓ મનની મર્યાદાની પાર હતા. ૧૨ કલાક સુધી તેઓ આમાંથી બહાર આવ્યા નહિ. અને જ્યારે બહાર આવ્યા ત્યારે તેઓ પહેલા જેવા ન હતા. ત્યારબાદ તેમણે તેમની જિંદગીમાં ફરી ક્યારેય બીજો પ્રશ્ન પૂછ્યો નહિ.
વિવેકાનંદ શારદા દેવીના આશીર્વાદ મેળવ્યા
જો તમે ભક્ત ન હોવ તો, જીવન તમારા માટે ખુલ્લું ના હોવું જોઈએ, કારણકે જો તે તમારામાં ખુલ્લું હોય તો તમેં તમારી જાતને અને બીજા બધાને નુકસાન પહોચાડશો.. જે વ્યક્તિમાં નિષ્ઠાનો અભાવ હોય તેવી વ્યક્તિને ભારતમાં ક્યારેય જ્ઞાન પ્રદાન કરવામાં આવતું ન હતું.
વિવેકાનંદના જીવનની એક સુંદર ઘટના છે. રામકૃષ્ણનું અવસાન થયું અને વિવેકાનંદે ભારતભર માં પ્રવાસ ખેડીને યુવાનોને ભેગા કર્યા. જેનો હેતું રાષ્ટ્રનું ઘડતર કરવાનો અને દેશની તાસીર બદલાવાનો હતો . ત્યારે તેમને કોઈકે કહ્યું કે, અમેરિકાના શિકાગોમાં ધર્મ પરિષદ ભરાઈ રહી છે. તેમને અહી કોઈ સાંભળતું ના હોવાને લીધે ત્યાં જવાનું સુચન કરવામાં આવ્યું. એક યુવાન એક સ્થળેથી બીજાસ્થળે દોડ્યા કરે છે અને શાસ્ત્રોમાં ન લખાયેલી વાતો કર્યા કરે છે, તેને સાંભળવા કોણ તૈયાર થશે ? એ વ્યક્તિએ કહ્યું, “ તમે ત્યાં જાવ અને ત્યાંના લોકોને હચમચાવી નાખો .જો તમે ત્યાં તેમને હચમચાવી દેશો તો અહી બધા જ તમારી નોધ લેશે.”
રામકૃષ્ણનો સંદેશો લઇને તેઓ સૌ પ્રથમવાર અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે તેઓ રામકૃષ્ણના પત્ની શારદાદેવીના આશીર્વાદ લેવા માટે ગયા.
જ્યારે તેઓ આવ્યા ત્યારે શારદા રસોઈ બનાવી રહી હતી. શારદા કઈક ગણગણી રહી હતી.. ભારતીય નારીઓ માટે રાંધતી વખતે ગાવુંએ સામાન્ય બાબત હતી. હવે આવું થતું નથી. કેમકે ઘણા લોકો હવે ipad રમતા હોય છે. પણ પહેલા ખૂબ જ પ્રેમથી રસોઈ બનાવવી અને પીરસવી એ બહુ સહજ વાત હતી. રસોઈ કામએ ખુબ જ આનંદદાયક અને વિસ્તૃત પ્રક્રિયા છે. ૨૦ થી ૩૦ મિનીટના ભોજન માટે તેઓ રસોઈ પાછળ ત્રણ થી ચાર કલાક પસાર કરતી અને તેઓ હમેશા ગણગણતી રહેતી. મારી માતાતો ગાતી જ હતી.
સ્વામી વિવેકાનંદ : ૧૮૯૩માં શિકાગો ધર્મ પરિષદ
જ્યારે તેઓ આવ્યા અને કહ્યું ,”સમગ્ર વિશ્વને મારા ગુરુનો સંદેશો પહોચાડવા હું અમેરિકા જવા માંગું છું,” ત્યારે ગુરુપત્ની એ કોઈ પ્રતિભાવ ના આપ્યો. પછી એકાએકા તેમણે કહ્યું : નરેન, પેલું ચપ્પુ આપ. : વિવાકાનંદે તેમને ચપ્પુ કોઈ ચોક્કસ રીતે આપ્યું ‘પછી શારદા એ કહ્યું તું જઈ શકે છે. તને મારા આશીર્વાદ છે.“ પછી તેમણે પૂછ્યું, “ તમે આટલી બધી રાહ કેમ જોઈ અને એ પહેલા તમે ચપ્પુ શા માટે માંગ્યું?” તમે તો શાકભાજી સમારી લીધા છે.“ તેમણે કહ્યું.” ગુરુજીના ગયા પછી તું શું છે એ હું જોવા માંગતી હતી. તે જે રીતે મને ચપ્પુ આપ્યું એ બતાવે છે કે તું જવા સક્ષમ છે. તું ગુરુનો સંદેશો લઇ જઈ શકે તેમ છે. “
વિવેકાનંદ અને રામકૃષ્ણનો સંદેશો
તમે હંમેશા જોશો કે મોટાભાગના ગુરુ જાતે પ્રસિદ્ધ થવા સક્ષમ હોતા નથી. તેમને તેમના સંદેશનો પ્રસાર કરવા એક સારા શિષ્યની જરુર્ હોય છે. આજે દરેક રામકૃષ્ણ પરમહંસ વિષે વાતો કરે છે . રામકૃષ્ણ તેજસ્વી ચૈતન્યવાળા વ્યક્તિ હતા.. એક અસાધારણ વ્યક્તિ હતા. તો આનાથી વિપરીત વૈશ્વિકસ્તરે તેઓ સપૂર્ણ નિરક્ષર હતા. જો વિવેકાનંદ ના આવ્યા હોત તો તેઓ ભૂલાઈ ગયા હોત. ઘણા બધા ફૂલ ખીલે છે પણ તેમાના કેટલા ઓળખાય છે?
પ્રાર્થના અને વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું ,” ફૂટબોલને લાત મારવી એ કેટલાય પ્રકારની પ્રાર્થના કરતા તમને દૈવિ તત્વની વધુ પાસે લઇ જશે.” આ સત્ય છે. જો તમે સપૂર્ણપણે તેમાં ડૂબેલા ના હોવ તો તમે ફૂટબોલ રમી શકતા નથી. આમાં કોઈ અંગત ઈરાદા નથી માત્ર સામેલગીરી જ. તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા એ પહેલેથી જ નક્કી જ છે અને ઘણા વર્ષોથી તમને તાલીમ અપાઈ છે. હવે માત્ર તમારી લગન ની જ જરૂર છે, ઈરાદાની નહી .
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું ,” ફૂટબોલને લાત મારવી એ કેટલાય પ્રકારની પ્રાર્થના કરતા તમને દૈવિ તત્વની વધુ પાસે લઇ જશે.”
જયારે તમે ઘણા બધા કામ કરી રહ્યા હોવ ત્યાર તમે ક્યારેક પ્રાર્થના પણ કરતા હોવ છો. . ભારતમાં પ્રાર્થનાને બહુ જટિલ બનાવી દેવાઈ હતી. તેથી તમારે સામેલ થવું પડે. કારણકે તેમણે હજારો વર્ષોથી પ્રાર્થના કરવાની રીતને જોઈ છે. તેઓ જાણે છે કે લોકો શું કરશે? તેથી પ્રાર્થનાને ખૂબ જટિલ બનાવી હતી. એક એવી પ્રક્રિયા કે જે તમારે યાદ રાખવી પડે અને યોગ્ય રીતે કરવી પડે. નહિ તો તે અપવિત્ર ગણાય. જયારે તે સ્તરની જટિલતા અહી છે ત્યારે પ્રાર્થના દરમ્યાન તમે કશું જ કરી શકતા નથી. એવી જ રીતે ફૂટબોલની રમત તમને એટલી હદ સુધી સામેલ કરે છે કે તમે બીજુ કશું જ કરી શકતા નથી. બીજુ કશું કરવું એ તદ્દન અપ્રત્યક્ષ છે.
સોકરની રમતમાં તમારે કોઈ સર્જનના સ્કાલપેલ તરીકે તમારા પગનો ઉપયોગ કરવાનું શીખવું પડે છે. આ એક એવી રમત છે કે જેમાં ચોક્કસ સ્તરની ઇન્વોલ્વમેન્ટ જરૂરી હોય છે કેમકે જે અંગથી તમે બોલને સંભાળો છો અને જે અંગથી તમારી જાતને ઝડપથી આગળ વધારો છો તે અંગો એક સરખા જ છે. ઉપરાંત તમારે બીજા દસ લોકોને હંફાવવાના હોય છે જેઓ તમને પછાડવા બધું જ કરી શકે તેમ છે.
તમારે લોકો ને હંફાવવાના હોય છે, તમારે બોલ લેવાનો હોય છે, ખૂબ જ ઝડપથી દોડવાનું હોય છે. તમારા પગ કોઈ સર્જનના સ્કાલપેલ જેટલા જ સક્ષમ હોવા જોઈએ કારણકે તે ઝડપે, તે ચતુરાઈથી બોલને લેવામાં અભૂતપૂર્વ સ્કીલની જરૂર પડે છે.
જો તમે સપૂર્ણ ઇન્વોલ્વમેન્ટ સાથે કઈક કરો તો તમે જોશો કે ત્યાં માત્ર એક્શન છે, મન બીજે છે. તેથી સોકરની રમતમાં ખેલાડીઓ આવી સ્થિતિમાં ઘણી વાર પહોંચે છે. અને આજ કારણ છે કે જયારે રમત ઈરાદાપૂર્વક રમાતી હોય તો તે અડધી દુનિયાને ખેંચે છે. ચોક્કસ પ્રકારનું કઈક શ્રેષ્ઠ છે - જે ખરેખર આદ્યાત્મિક શ્રેષ્ઠ નથી. પણ કોઈની મર્યાદાની બહારનું કઈક છે જે બધાંને પ્રદીપ્ત કરે છે.
મહિલાઓ વિષે સ્વામી વિવેકાનંદના વિચારો
એકવાર કોઈક સમાજ સુધારક વિવેકાનંદ પાસે ગયા અને પૂછ્યું, “તમે મહીલાંઓને ટેકો આપો છો તે સારી બાબત છે , પણ હું શું કરું? હું પણ તેમને સુધારવા માંગું છું. હું આને ટેકો આપુ છું. “ વિવેકાનંદે કહ્યું,’ અડશો નહિ. તેમના વિષે તમારે કઈ કરવા ની જરૂર નથી.. તેમને એકલાં છોડી દો . તેમને જે કરવું હશે તે કરશે. “ બસ આટલું જ જરૂરી છે. કોઈ પુરુષે સ્ત્રી ને સુધારવાની જરૂર નથી. જો તે સ્ત્રી ને અવકાશ આપશે તો સ્ત્રી જે જરૂરી હશે તે કરશે.
સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિ
https://twitter.com/SadhguruJV/status/686754245949837312 https://twitter.com/SadhguruJV/status/554487959320154113જ્યારે હું બાર તેર-વર્ષનો હતો ત્યારે કોઈ સાહિત્ય મારા હાથમાં આવ્યું એમાં વિવેકાનંદે કહ્યું હતું કે, “ મને ૧૦૦ જેટલા નિષ્ઠાવાન લોકો આપો અને હું આ દેશની સૂરત બદલી નાખીશ. “ એ સમયે આ દેશમાં લગભગ ૨૩૦ લાખ લોકો હતા પણ તેમને ૧૦૦ જેટલા નિષ્ઠાવાન લોકો મળ્યા નહી.. મેં વિચાર્યું કે “આ કેવી કરુણતા! વિવેકાનંદ જેવો માણસ એ અસાધારણ ઘટના છે. જે રોજે રોજ બનતી નથી. જ્યારે તે આવે છે ત્યારે આપણે આટલા મોટા દેશમાંથી તેમને ૧૦૦ જેટલા લોકો પણ આપી શકતા નથી. મારા માટે આ બાબત, આ દેશ માટે, આ સંસ્કૃતિ માટે કરુણાંતિકા છે.
કોઈ વ્યક્તિ પાસે અભૂતપૂર્વ દ્રષ્ટિ હતી અને એક વ્યક્તિની દ્રષ્ટિને કારણે ઘણી બધી બાબતો બની છે. આજે પણ, એ વ્યક્તિના નામ પર માનવ કલ્યાણ માટે ઘણું બધુ થઇ રહ્યું છે, તેમના સમયમાં જીવતા લોકો આજે ક્યાં છે? પણ તેમનું વિઝન આજે પણ બીજા પ્રકારે કાર્યરત છે. તેના કારણે ઘણા કલ્યાણ થયા છે.
જો હજારો લોકો પાસે આવી દ્રષ્ટિ હોત તો ઘણુ બધું કલ્યાણકારી બન્યું હોત. એક ગૌતમ બુદ્ધ કે એક વિવેકાનંદની દ્રષ્ટિ પૂરતી નથી. જો મોટી સંખ્યામાં લોકો પાસે આવી દ્રષ્ટિ હોય ત્યારે સમાજમાં ખરેખર અલૌકિક બાબતો બનશે.
Image courtesy: Swami Vivekananda from Wikipedia
Ramakrishna from Wikipedia
Swami Vivekananda at Parliament of Religions from Wikipedia