Mahabharat All Episodes

સદ્‍ગુરુ: અર્જુનનાં જીવનનું એક માત્ર ધ્યેય વિશ્વના સહુથી મહાન બાણાવળી બનવાનું હતું. એ ઘણો કુશળ યોદ્ધા હતો પરંતુ ઘણો અતડો રહેતો. તે ખૂબ શિસ્તબદ્ધ અને એકાગ્રચિત્ત હતો, પરંતુ જીવનમાં હંમેશા અસલામતી અનુભવતો. તેને હમેશા એ ચિંતા રહેતી કે કોઈ બીજો તેના કરતા પણ વધુ સારો બાણાવળી ન બનવો જોઈએ. આમ થતું રોકવા તેણે ઘણી નિર્દયી હરકતો કરી.

અર્જુનમાં ઘણા સારા ગુણો હોવા છતાં તેનામાં રહેલી અસલામતીની ભાવના હંમેશા ઉપરવટ જતી.

એક દિવસ એકલવ્ય નામનો છોકરો દ્રોણ પાસે આવ્યો. તે આર્ય ન હતો પરંતુ નિશાદ હતો, જે ભારતની ઘણી આદિજાતિઓમાની એક છે. શાસ્ત્રોમાં તેનું વર્ણન કઈક આવું છે - તે ચાલે ત્યારે દીપડો ચાલતો હોય તેવું લાગે, તે શ્યામ વર્ણનો હતો, રૌદ્ર સ્વરૃપ, ખૂબ જ શકિતશાળી અને આકર્ષક વ્યક્તિત્વ વાળો માણસ. તેણે બાણ ચલાવતા શીખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. દ્રોણે કયું, "તું ક્ષત્રિય નથી માટે હું તને તે શીખવી નહીં શકું."

એકલવ્ય દ્રોણને પગે પડ્યો અને કહ્યું, "હું સમાજના નિયમો સમજુ છું. તમે મને માત્ર આશિષ આપો. હું આપના આશીર્વાદથી જ શીખી લઈશ." દ્રોણે તેની નમ્રતા અને પ્રતિબદ્ધતા જોઈ, પોતાનો હાથ તેના માથે મૂક્યો અને કહ્યું, "તને મારા આશીર્વાદ છે." એકલવ્ય જંગલમાં જતો રહ્યો. નદીમાંથી માટી ભેગી કરીને, તેણે દ્રોણની એવી મૂર્તિ ઘડી કાઢી, જાણે તેમની હાજરી જ હોય. જો તમારે એક સારા ગાયક બનવું હોય, તો માત્ર સારો અવાજ પૂરતો નથી - તમારી શ્રવણ શક્તિ પણ સારી હોવી જોઈએ. તમારી સારી શ્રવણ શક્તિ તમને સારા સંગીતકાર બનાવી શકે છે. તે જ પ્રમાણે, જો તમે સારા તીરંદાજ બનવા માંગતા હો, તો તે માત્ર હાથ પૂરતું સીમિત નથી, તમારી દૃષ્ટિ પણ તીક્ષ્ણ હોવી જોઈએ - તમે કેટલું ઝીણવટ પૂર્વક જોઈ શકો છો, અને લક્ષ્ય પર તમારું ધ્યાન કેટલો સમય સુધી ટકાવી રાખી શકો તે મહત્વનું છે.

પક્ષીની આંખ

અર્જુન પોતાના આ ગુણો દર્શાવી ચૂક્યો હતો. શિક્ષ્ણ ચાલી રહ્યું હતું તે સમય દરમ્યાન એક વખત, દ્રોણને પાંડવો અને કૌરવોનું તીરંદાજીનું કૌશલ ચકાસવાનું મન થયું, તેથી તેમણે ઝાડ ઉપર લાકડાનું એક પક્ષી લટકાવ્યું અને તેમને કહ્યું કે તેઓ તે પક્ષીની આંખને વીંધે. એક પછી એક કૌરવો, અને પછી પાંડવો એ નિશાન તાક્યું. દ્રોણ તેમને પૂછતા રહ્યા,"તમે શું જુઓ છો?" સહુએ જુદા જુદા જવાબો આપ્યા - ઝાડનું પાંદડું, ઝાડ, કેરી, પક્ષી, આકાશ." દ્રોણે તે સહુને પાછા વાળ્યા. આખરે અર્જુનનો વારો આવ્યો. દ્રોણે જ્યારે અર્જુનને પૂછ્યું, "તું શું જુએ છે?" અર્જુને જવાબ આપ્યો, "હું પેલા પક્ષીની આંખ જોઉં છું." દ્રોણ બોલ્યા, "એક માત્ર તું જ હવે પછીની તાલીમ માટે તૈયાર છે," અને તેમણે તેને ધનુર્વિદ્યાની બારિકી શીખવી, જેમાં બંધ આંખે નિશાન તાકવાનું, અંધારામાં તીર ચલાવવું - જોયા વગર લક્ષ્ય ભેદવાનું શામેલ હતું. તેમણે અર્જુનને રોજ ઘેરી અંધારી કોટડીમાં ભોજન લેવડાવ્યું. એમ કહ્યું, "જો તું ગાઢ અંધકારમાં ભોજનને જોયાં વગર લઈ શકતો હોય, તો જોયા વગર દુશ્મનની છાતી શા માટે ન ભેદી શકે?"

એક્લવ્યની અચલ એકાગ્રતા

અર્જુને આ બધી ખાસ તાલીમ સંતોષકારક રીતે પસાર કરી અને માનવા લાગ્યો કે તે દુનિયાનો સૌથી મહાન બાણાવળી છે. પણ પછી એકલવ્ય આવ્યો, દ્રોણના આશીર્વાદ લીધા, અને જંગલમાં ચાલ્યો ગયો. એકલવ્ય જ્યારે દ્રોણ પાસે આવ્યો ત્યારે તેણે દ્રોણની નાનામાં નાની વિગતને ધ્યાનમાં રાખી લીધી હતી. આ કુશળ તીરંદાજનો ગુણ છે - તેની નજરમાંથી કશું છૂટે નહીં. કોઈક વસ્તુને જોતી વખતે જો તેની વિગતો ચૂકી જાય તો સ્વાભાવિક રીતે નિશાન તાકતી વખતે પણ ચૂકી શકે. તે દ્રોણની છાપ લઈને ગયો હતો તેથી તેણે માટીમાંથી દ્રોણની આબેહૂબ પ્રતિમા બનાવી, તેમને પ્રણામ કર્યા, અને પોતાની બાણવિદ્યાની તાલીમ શરૂ કરી.

અર્જુને એકલવ્યને જોયો અને તેનો શ્વાસ અધ્ધર થઈ ગયો, કારણ કે તે એકલવ્યની આંખો ભૂલ્યો ન હતો. તે જાણતો હતો કે આવી અવિચળ લક્ષ્યભેદી નજરથી કશું છૂટવું સંભવ નથી.

એક દિવસ કૌરવો અને પાંડવો શિકાર કરવા જંગલમાં ગયા. તેમનો શિકારી કૂતરો તેમનાથી આગળ આગળ ગયો. અમુક જગ્યાએ પહોંચીને કૂતરો ભસવા લાગ્યો. તેમને લાગ્યું કે તેને શિકાર દેખાઈ ગયો અને તે તેની પાછળ જઈ રહ્યો છે. પછી કૂતરો શાંત થઈ ગયો. કુમારોએ વિચાર્યું, કે વાઘ કે રીંછે તેનો શિકાર કરી લીધો હશે. તેઓ કૂતરાને શોધવા ગયા, પરંતુ કૂતરો તેમને સામે મળ્યો અને તેના મોઢા પર છ બાણ એ રીતે લાગ્યા હતા, કે તે ભસી ના શકે.

જ્યારે તેમણે આ જોયું ત્યારે, પ્રથમ પ્રશ્ન ભીમે પૂછ્યો, કે ગુરુ દ્રોણ જંગલમાં છે કે શું, કારણ કે બીજા કોઈ પાસે આમ કરી શકવા જેટલું કૌશલ ન હતું, અર્જુન પાસે પણ નહીં. કોઈને એવી જરૂર પડી હતી કે કૂતરાના મોં પર ઘડીના છઠ્ઠા ભાગ ભાગમાં એક સાથે છ બાણ મારીને કૂતરાને ભસતો બંધ કરે. તેઓ તેની શોધમાં ગયા અને એક માંસલ યુવાનને જોયો જે દીપડા એવો લાગતો હતો, શ્યામ વર્ણનો, રૌદ્ર, તેનું બાણ  સીધું અર્જુનના લમણા પર તકાયેલું હતું, કારણ કે જેવી તેની નજર પાંચ પાંડવો પર પડી, તે ઓળખી ગયો કે અર્જુન બાણાવળી હતો, અને સહુથી પહેલાં તેને હટાવવો જરૂરી હતો. અર્જુને એકલવ્યને જોયો અને તેનો શ્વાસ અધ્ધર થઈ ગયો, કારણ કે તે એકલવ્યની આંખો ભૂલ્યો ન હતો. તે જાણતો હતો કે આવી અવિચળ લક્ષ્યભેદી નજરથી કશું છૂટવું સંભવ નથી. તે સમજી ગયો કે આ એકલવ્ય જ છે જેણે કૂતરાના મોં ને છ બાણ મારીને જકડી લીધું હતું. અર્જુન વિહવળ થઇ ગયો કે એકલવ્ય તેના કરતાં વધારે કુશળ બાણાવળી છે.

દ્રોણ ગુરુ દક્ષિણા માંગે છે

અર્જુને પૂછ્યું, "તું કોણ છે? તેં ધનુર્વિદ્યા કોની પાસે શીખી? તું તો ક્ષત્રિય નથી." એકલવ્યએ જવાબ આપ્યો, "હું એકલવ્ય છું. દ્રોણ મારા ગુરુ છે." અર્જુન સીધો દ્રોણ પાસે ભાગ્યો અને રુદન કરવા લાગ્યો, "આપે મને વચન આપ્યું હતું કે હું સહુથી મહાન બાણાવળી બનીશ, પરંતુ આપે કોઈ બીજાને મારથી પણ વધુ કુશળ તીરંદાજ બનાવ્યો છે. આ યોગ્ય નથી"

એકલવ્યએ  કહ્યું, "હે ગુરુદેવ, આપ જે માંગો તે, મારું સર્વસ્વ આપનું જ છે." પછી દ્રોણે કહ્યું, "મને તારા જમણા હાથ નો અંગુઠો આપી દે."

દ્રોણે તેમના સ્વભાવ પ્રમાણે કહ્યું, "હા, તે સાચું છે કે મેં તને વચન આપ્યું છે કે હું તને સહુથી મહાન બાણાવળી બનાવીશ. તું આ સામ્રાજ્ય માટે મહત્વનો છે અને જો તેમ ન થાય તો મને મારી ફી નહીં મળે. હું તારી આ મુશ્કેલી દૂર કરી દઉં. તેઓ જંગલમાં ગયા અને એકલવ્યને મળ્યા. એકલવ્યએ તેમનામાં તે દ્રોણને જોયા જેને તે પોતાના ગુરુ માનતો હતો, ભલે તેમણે તેને કશું શીખવ્યું ન હતું, તે તેમના પગમાં પડ્યો. ખૂબ ભાવાવેશમાં તેણે તેમનું સ્વાગત કર્યું, ફૂલ ચઢાવ્યા અને ફળ ધર્યા. પણ દ્રોણ કંઇક બીજું જ વિચારી રહ્યા હતા. તેમણે કહ્યું, "ખૂબ આનંદની વાત છે કે તું એક કુશળ તીરંદાજ બન્યો છે. પરંતુ મારી ગુરુ દક્ષિણાનું શું!" તે દિવસોમાં એવી પરંપરા હતી કે જ્યાં સુધી ગુરુને પોતાની દક્ષિણા ન મળે ત્યાં સુધી શિષ્ય જે ભણ્યો હોય તેનો ઉપયોગ ન કરી શકે.

એકલવ્યએ  કહ્યું, "હે ગુરુદેવ, આપ જે માંગો તે, મારું સર્વસ્વ આપનું જ છે." પછી દ્રોણે કહ્યું, "મને તારા જમણા હાથ નો અંગુઠો આપી દે." પરંપરાગત ભારતીય તિરંદાજીમાં કમાન જમણા હાથના અંગૂઠા ની મદદથી ખેંચવાની રહેતી. જમણા હાથના અંગૂઠા વગર તમે તીરંદાજ જ ન રહો. તે સમયે તીરંદાજી જાણવા વાળાની ઘણી બોલબાલા રહેતી કારણ કે તેઓ ઘણા અંતરથી નિશાન તાકી શકતા હતા, જેથી તેઓ તલવાર અને ભાલાથી લડતા સૈનિકો કરતા વધારે સલામત રહેતા. તેઓ દૂર રહીને જોયા વગર પણ નિશાન તાકી શકતા તેથી દ્વન્દ્વયુદ્ધમાં નજીક હોવાથી જાનનું જોખમ રહે તેવું પણ થતું નહીં. આને કારણે તેઓ ખૂબ મહત્વના અને કાર્યક્ષમ ગણાતા.

જ્યારે એકલવ્યએ આજ્ઞાંકિતપણે તેની પોતાની તલવાર પોતાના જમણા હાથનો અંગુઠો કાપવા માટે કાઢી, દ્રોણે તેને એક પળ માટે થોભી જવા કહ્યું, અને અર્જુન તરફ નજર કરી, એ જોવા કે તેનું હૃદય દ્રવે છે કે નહીં. પણ અર્જુન નિસ્પૃહ થઈને જોઇ રહ્યો જેમ કે તે કોઈ કરવા યોગ્ય ધાર્મિક વિધિ જોતો હોય. અર્જુનમાં ઘણા સારા ગુણો હોવા છતાં તેનામાં રહેલી અસલામતીની ભાવના હંમેશા ઉપરવટ જતી. તેને પૃથ્વી પરના સહુથી મહાન બાણાવળી બનવું હતું, અને એકલવ્યનો અંગૂઠો કપાઈ ગયા પછી, ફરી એક વખત તે સહુથી ચડિયાતો બની ગયો.

ક્રમશ:...

More Mahabharat Stories