Wisdom
FILTERS:
SORT BY:
જે માટી માટે સારું છે તે હંમેશા તમારા શરીર માટે પણ સારું છે કેમ કે તમારું શરીર માટીનું જ એક રૂપ છે.
આપણી આસપાસના લોકો ખાલી પરિસ્થિતિઓનું નિર્માણ જ કરી શકે છે. તે પરિસ્થિતિઓને આપણે કઈ રીતે અનુભવીએ તે હંમેશા આપણું કરેલું જ હોય છે.
તમારે એક સ્થિર મનની સાથે એક પાગલ દિલની પણ જરૂર છે.
જયારે તમે કોઈ વસ્તુ સાથે ઊંડા પ્રેમમાં હોવ, ત્યારે તે તમારા પોતાના કરતાં વધુ મહત્ત્વનું બની જાય છે. આ આંતરિક ગુણ સાથે, વિકાસ સરળતાથી થશે.
કાયરતા પરિણામની ચિંતામાંથી જન્મે છે. જેઓ તેમના કાર્યોના સંભવિત પરિણામ સાથે અટવાયેલા હોય તેઓ જીવનમાં તેમણે જે કરવાનું છે તે ક્યારેય નહિ કરે.
સ્ત્રીઓ પુરુષો કરતાં ઉતરતી છે તે વિચાર વાહિયાત છે. જ્યારે એક પુરુષનો જન્મ એક સ્ત્રીમાંથી થાય છે તો પુરુષ ચડિયાતો અને સ્ત્રી ઉતરતી કઈ રીતે હોઈ શકે.
તમારા બાળકો તમારો આદર કરે તેવી અપેક્ષા ના રાખો. તમારે પ્રેમ અને મિત્રતાનો એક સંબંધ બનાવવો જોઈએ, આદર અને વર્ચસ્વનો નહિ.
જો તમે એક બહુ મજબૂત વ્યક્તિત્વ બની જાઓ તો તમે એક કાર્ટૂન બની જશો. અહીં એક હવાના ઝોંકાની જેમ હોવું મહત્ત્વનું છે.
અમારો ઇરાદો આ ધરતીને એક મંદિર બનાવવાનો છે જેમાં દરેક વ્યક્તિ શાલીનતા અને જીવન પ્રત્યેના આદર સાથે ચાલે.
હોળી વસંતના આગમનની ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવાનો શાનદાર તહેવાર છે. અને જો તમે તમારી અંદર યોગ્ય પ્રકારની કેમિસ્ટ્રી બનાવતા શીખી જાઓ, તો તમે તમારા આખા જીવનને એક ઉજવણી બનાવી શકો છો.
કોઈ વસ્તુ તમારા માટે કેટલી સહેલી કે અઘરી છે તેનો આધાર તમે કેટલા ફિટ અને તમારી તૈયારી કેટલી સારી છે તેના પર છે.
બ્રહ્માંડ પોતે જ ઊર્જા છે. જો તમે પોતાને તેના પ્રત્યે ઉપલબ્ધ બનાવો, તો તમને ક્યારેય ઊર્જાની ખોટ નહીં પડે.