FILTERS:
SORT BY:
જ્યારે તમારું હૃદય છલકાતું હોય અને તમારું મન તમારા પોતાનાથી મુક્ત હોય, ત્યારે તમારા પગ ઝૂમશે.
પતિ કે પત્ની કોઈ મંજિલ નથી પણ એક સહયાત્રી છે.
શરીર બસ ધરતીનો એક ટુકડો છે. સ્વસ્થ પૃથ્વી વગર સારું જીવન શક્ય નથી.
બસ મૂર્ખ લોકો જ બીજા કરે તે ગપસપથી દુઃખી થાય છે. ગપસપ કરનારાઓ પોતાને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
તમે હજાર વર્ષ જીવો, તો પણ માનવીય કલ્પનાઓ અને આકાંક્ષાઓ પૂરી નથી થઈ શકતી. તો ચાલે આપણે અસફળતામાં આનંદથી રહીએ.
પોતાને બચાવવા માટે જે દીવાલો તમે તમારી આસપાસ બાંધો છો તે સમય જતા તમારી કેદની દીવાલો બની જાય છે.
વિશ્વાસનો મતલબ એવો નથી કે બીજાએ તમારી અપેક્ષા મુજબ વસ્તુઓ કરવી પડે. વિશ્વાસનો મતલબ છે જાગરૂક રીતે પોતાને અસુરક્ષિત બનાવવા.
અત્યારે ટેક્નોલોજી માણસો કરતાં વધારે ઝડપે વિકસી રહી છે. જો આપણે ટેક્નોલોજી કરતાં વધારે ઝડપે નહીં વિકસીએ, તો આપણે ક્યારેય તેનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ નહીં કરીએ.
અપરાધભાવ સમાજે પેદા કરેલી ભાવના છે - એક એવું ઝેર છે જેનો ઉપયોગ તમે પોતાની વિરુદ્ધમાં કરો છો.
જ્યારે તમે તમારી સ્મૃતિની અંદર જીવો છો, ત્યારે તમે તે નથી જોઈ શકતાં જે તમારી સાવ સામે જ છે.
જો એકની એક સમસ્યા વારંવાર સામે આવે તો તેનો અર્થ છે કે તમે પોતે જ સમસ્યા છો.
મોટાભાગના માણસો તેમની અંદર રહેલી આંતરિક પ્રતિભાને સ્પર્શ્યા વિના જ જીવે અને મરી જાય છે.