FILTERS:
SORT BY:
સંબંધો એકબીજા સાથે સુસંગત હોવા, એકબીજાનો સાથ મેળવવા કે એકબીજા પાસેથી ખુશી મેળવવા વિષે નથી. સંબંધો એક એવું જોડાણ બનાવવાની તક છે જે એક વિશાળ સંભાવના માટેનું પગથિયું બને.
જ્યારે તમે જંગલમાં સમય વિતાવો છો, ત્યારે તમે સમજો છો કે તમે બસ વધુ એક જીવન છો. જેવું તમે પોતાના માટે અનુભવો છો તેવું તમારી આસપાસના જીવન માટે અનુભવવું એ એક મોટું આધ્યાત્મિક પગલું છે.
આ એ સમય છે જ્યારે સૂર્ય પૂરી પ્રખરતામાં હોય છે. જીવન તેની પૂર્ણતામાં હોય છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારું જીવન ફળદાયી હોય, જો તમારે રૂપાંતરણ જોઈતું હોય તો આ જ તેનો સમય છે.
બીજાના દુઃખમાંથી કોઈ પણ સુખાકારી મેળવી નથી શકતું. જો તમને થોડા સમય માટે તેનાથી ફાયદો થાય, તો પણ તમે તેની કિંમત ચુકવશો.
મન, જે સૌથી મોટો ચમત્કાર છે, તે ઘણા બધા લોકો માટે દુઃખનું નિર્માણ કરતું મશીન બની ગયું છે.
તમારા આનંદને પછી માટે બચાવીને ન રાખો. જ્યારે તમે આનંદિત હોવ, ત્યારે તમારું આખું જીવન એક ઉત્સવ હોય છે.
જે લોકો બધી બાબતમાં એકદમ નિશ્ચિત હોય છે, તેમણે તેમની બુદ્ધિને ફ્રીઝમાં મૂકી દીધી હોય છે.
તમે વિચારો અને ભાવનાઓમાં પોતાને જેટલા અળગા બનાવશો, તેટલા જ તમે જીવનથી અળગા થઈ જશો.
પાણી જીવનને બનાવનારી સામગ્રી છે. જળાશયોને બચાવવા એ જીવનને બચાવવું છે.
કૃપા પ્રત્યે ગ્રહણશીલ બનવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે પોતાને ઓછા કરી દો.
તમારો સમય અને જીવન એવી વસ્તુઓ પર ન વેડફો જે મહત્ત્વની નથી. જે તમારા માટે ખરેખર મહત્ત્વનું છે, તેના પ્રત્યે સો ટકા સમર્પિત થઈ જાઓ - કાલે નહીં, આજે.
માન્યતાનો અર્થ છે કે તમે એવી વસ્તુઓ વિષે નિષ્કર્ષો બનાવ્યા છે જેના વિષે તમે કંઈ જ નથી જાણતા.