Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
સંપૂર્ણ અહોભાવની એક ક્ષણ તમારું આખું જીવન રૂપાંતરિત કરી શકે છે.
જો તમારું કામ કૈક એવું બનાવવા વિષે છે જેની તમને ખરેખર દરકાર છે, તો કામ અને જીવન વચ્ચે સંતુલન લાવવાની કોઈ જરૂર નથી - જીવન કામ છે અને કામ જીવન છે.
ખેતી સમૃદ્ધ માટી પર જ વિકસી શકે - તેનો બીજો કોઈ વિકલ્પ જ નથી. માટીમાં પ્રાણ ફૂંકવા એ જીવનને જીવંત બનાવવું છે.
તમારા શરીરનો દરેક સૂક્ષ્મ કણ આખા બ્રહ્માંડ સાથે સતત લેણ-દેણમાં છે. તમે ખાલી એવું માનો છો કે તમે એક અલગ અસ્તિત્વ છો.
દુનિયામાં મોટાભાગના લોકો કામમાં નથી - તેઓ કોઈને કોઈ વસ્તુમાં અટવાયેલા છે.
સારા ઈરાદા પૂરતાં નથી. જરૂરી પરિણામ મેળવવા માટે યોગ્ય જાગરૂકતા સાથે કરાયેલ યોગ્ય કાર્યો જરૂરી છે.
જીવન એટલે સહભાગિતા. જ્યાં સહભાગિતા નથી, ત્યાં જીવન નથી.
જો ભરોસાની તમારી ધારણા એવી હોય કે બીજા લોકોએ તમારી અપેક્ષા મુજબ વર્તવું જોઈએ, તો તે ભરોસો નથી - તે ચાલાકી છે.
આ ગુરુ પૂર્ણિમાએ,પોતાને તમારા આંતરિક કલ્યાણ માટે સમર્પિત કરો. તમારી સાધના કરો, ધ્યાન કરો, અને તમારા મનને એક ચમત્કાર બનાવો.તમારા ગુરુની કૃપા તમારી સાથે છે.ખૂબ પ્રેમ અને આશીર્વાદ,
"મને નથી ખબર" એ એક જબરદસ્ત સંભાવના છે. જ્યારે તમે જુઓ કે "મને નથી ખબર" ત્યારે જ જાણવાની ઝંખના, ખોજ અને સંભાવનાનો જન્મ થાય છે.
હું ઈચ્છું છું કે તમે કોઈ વસ્તુ પર એકાગ્ર થયેલા હોવ, તે વસ્તુ ભલે જે પણ હોય. કેમ કે જો એક માણસ એકાગ્ર રહે છે, તો બ્રહ્માંડ તેને પરિણામ આપશે.
જે સૌથી વધારે મહત્ત્વનું છે તે તમારી અંદર છે.