Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જો તમારી એક આંખ લક્ષ્ય પર હોય, તો તમારી પાસે તમારો રસ્તો શોધવા માટે એક જ આંખ હશે. જે જીવનમાંથી પસાર થવાની એક કાર્યક્ષમ રીત નથી.
લોકો અહીં યુઝ કરવા માટે નથી. લોકો અહીં પ્રેમ કરવા માટે અને પ્રેમ વહેંચવા માટે છે. વસ્તુઓ વાપરવા માટે હોય છે - લોકો નહિ.
એક માણસ તરીકે, તારાઓ અને ગ્રહોએ તમારો જીવનનો અનુભવ નક્કી ન કરવો જોઈએ. બસ તમારે જ તમારો આંતરિક અનુભવ નક્કી કરવો જોઈએ.
શરીર અને મન ચમત્કારી સાધનો છે. પણ તેમને તેમની ક્ષમતાના શિખરે લઈ જવા માટે તમારે તેમને યોગ્ય રીતે સંભાળવાનું શીખવું પડશે.
જો તમારા જીવનમાં કડવા અનુભવો થાય, તો તમારી પાસે આ પસંદગી રહેલી છે - તમે કાં તો સમજુ બની શકો, કાં તો પીડિત બની શકો.
ઉપર ઊઠો અને ચમકો. જ્યારે તમે આનંદિત અને ઉલ્લાસપૂર્ણ હોવ છો, ત્યારે લોકો આપમેળે તમારી સાથે પ્રેમમાં પડે છે.
યોગ ઊર્જાના એક સતત અને અખૂટ સ્ત્રોત સાથે પોતાને જોડવા વિષે છે.
તે તમારું વ્યસ્ત શેડ્યુલ નથી જેનાથી તમે થાકી જાઓ છે. તમારા વિચારો અને ભાવનાઓમાં સતત વ્યસ્ત રહેવાથી તમે થાકી જાઓ છો.
મન એક ભયંકર માલિક છે, પણ એક શાનદાર નોકર છે. તમારે તેને તે રીતે જ રાખવું જોઈએ.
ભક્તિનો અર્થ પૂજા એવો નથી. ભક્તિનો અર્થ છે પોતાનાથી ખાલી થવું.
માતૃત્વની સુંદરતા જન્મ આપવામાં નથી, પણ બીજા જીવનને તમારા એક ભાગ તરીકે સમાવવાની ઈચ્છુકતામાં છે.
સારા હોવું એ પોતે માની લીધેલી વાત છે. આનંદ એક સાચો અનુભવ છે.