Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જે તમે એકઠું કરો છો તે તમારું હોઈ શકે છે. તે ક્યારેય "તમે" પોતે ન હોઈ શકે.
તમારા વિચારો અને લાગણીઓ તમારા બનાવેલા ભૂત છે. તમે તેમને બનાવો છો, અને પછી તે નિયંત્રણની બહાર જઈને તમને ત્રાસ આપે છે. આ એક ખરાબ રીતે ડાયરેક્ટ થયેલી હોરર ફિલ્મ જેવું છે.
જ્ઞાન મેળવી શકાય છે. "જાણવું" એ એક સાક્ષાત્કાર છે. સમજદારી તમારે કમાવી પડે છે, અને તેમાં એક આખું જીવન લાગી જાય છે.
તમારા વિચારો બસ જૂની માહિતીનું રિસાયક્લિંગ એટલે કે પુનરાવર્તન છે. ત્યાં ક્યારેય કંઈક ખરેખર નવું ઘટિત ન થઈ શકે.
લોકો પોતાને બીજા કરતા જેટલા વધારે સારા માનવા લાગે, તેટલા વધારે ક્રૂર બનતા જાય છે.
સ્વતંત્રતાનો અર્થ છે તમારા જીવનને ઘડવા સશક્ત હોવું, તમારા જીવનને કોઈ બીજી વસ્તુ દ્વારા નક્કી ન થવા દેવું.
તમારું જીવન ત્યારે સુંદર બને છે જ્યારે તમે પોતાને પૂરેપૂરા ઝોંકી દો છો અને શું મળે છે કે નથી મળતું તેની પરવાહ નથી કરતા. જીવનનો આનંદ અભિવ્યક્તિમાં છે, માંગવામાં નહિ.
મુશ્કેલી એક પરિસ્થિતિ છે જેમાંથી આપણે પસાર થઈએ છીએ. દુઃખ એક માનસિક અવસ્થા છે જેને આપણે પોતે બનાવીએ છીએ.
સ્ટ્રેસ જીવનની પરિસ્થિતિઓને લીધે નથી. તે એટલે છે કેમ કે તમે પોતાને કેવી રીતે મેનેજ કરવા એ નથી જાણતા.
જ્યારે તમારા માટે સૌથી મોટી સત્તા તમારી અંદર રહેલો જીવનનો સ્ત્રોત હોય, ત્યારે આસપાસના લોકોના અભિપ્રાયો અને નિષ્કર્ષોનું મહત્ત્વ નથી રહેતું.
જેણે પોતાની અંદરની સ્થિરતાને સ્પર્શ નથી કર્યો તે ગતિવિધિમાં ખોવાઈ જશે.
આસ્તિક અને નાસ્તિક બંને એક જ હોડીમાં સવાર છે. એક સકારાત્મક રીતે માને છે, બીજો નકારાત્મક રીતે. બંને એ સ્વીકારવા તૈયાર નથી કે તેઓ નથી જાણતા.