Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
તમે પોતાની અંદર કઈ રીતે છો તે તમે પોતે નક્કી કરવા જોઈએ. આધ્યાત્મિક હોવાનો તે જ અર્થ છે.
તમારી અંદર સારી સ્થિતિ હોવી એ બહારની પરિસ્થિતિઓને શાનદાર બનાવે છે. પણ જો તમે તમારી અંદર સારી સ્થિતિમાં ન હોવ, તો તમે વસંતમાં પણ દુઃખી થઈ શકો છો.
તમારે દુનિયાને સંભાળવાની જરૂર નથી. જો તમે બસ પોતાને સંભાળતા શીખો, તો બધી વસ્તુની સંભાળ લેવાઈ જશે.
બહુ ઓછા લોકો તેમનું જીવન જીવી રહ્યા છે. બાકી બધા બસ આજીવિકા કમાઈ રહ્યા છે.
પ્રેમનો મતલબ છે પોતાને વિલીન કરવા. તે તમારા પડવાથી ઘટિત થાય છે, તમારી ગણતરીઓ અને સગવડોથી નહિ.
જીવન સમાવેશી છે. એ બસ તમારું મન છે જે અલગ-થલગ કરે છે.
રહસ્ય જીવંત રહેવામાં છે. મૃત્યુ પરફેક્ટ રીતે થાય છે - તમારે તેનો અભ્યાસ કરવાની જરૂર નથી. જીવન માટે ઘણાં અભ્યાસની જરૂર પડે છે.
જીવન આશીર્વાદ છે કે શ્રાપ તેનો આધાર એના પર છે કે તમારું મન તમારી સૂચના મુજબ ચાલે છે કે નહિ.
તે કોઈ ખરાબ માણસો નથી જેઓ પૃથ્વીનો નાશ કરી રહ્યા છે - પણ આપણે બધા સુખની ખોજમાં તેવું કરી રહ્યા છીએ.
આપણે આ પૃથ્વી પર નથી જીવતા - આપણે જ આ પૃથ્વી છીએ. જો તમે આ આજે નહિ સમજો, તો એ દિવસે સમજશો જ્યારે તમે પાછા આ ધરતીમાં ભળી જશો.
બધી સમસ્યાઓનો સ્ત્રોત તમારી અંદર છે. અને સમાધાન પણ તમારી અંદર છે.
સુખ સુંદર છે, પણ તે તમને ગુલામ બનાવે છે. આનંદ શાનદાર છે - અને સૌથી મહત્ત્વનું કે તે મુક્તિ આપનાર છે.