Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જ્યારે કોઈ કામ ભક્તિ વિના કરવામાં આવે, ત્યારે તે બંધન તરફ લઈ જાય છે. જ્યારે ઊંડી ભક્તિ સાથે કરવામાં આવે, ત્યારે તે મુક્તિ તરફ લઈ જાય છે.
તમારા તર્કથી ઉપર ઉઠવું એ મુક્તિ આપનારું છે, પણ તર્કને છોડી દેવું એ મુર્ખામી છે.
તમારી આસપાસના લોકોને ગુલામ બનાવવાનો પ્રયત્ન ન કરો. તેઓ જેવા છે તેવા છે. તમે એક જીવનનો હવાલો તમારા હાથમાં લો - તમારા પોતાના જીવનનો.
કોઈ તમને માનસિક પીડા આપી ન શકે. તે તમારી આસપાસ જે થાય છે તેની પ્રતિક્રિયામાં તમે પોતે જ કરો છો.
આધ્યાત્મિક પ્રક્રિયાનો મતલબ બસ એ જ છે કે તમારી આંતરિક બુદ્ધિમત્તા સજાગ છે. સમય સીમિત છે. જે થવાની જરૂર છે તે અત્યારે જ થવું જોઈએ.
તમારી અંદર ડર ઉત્પન્ન કરવા, તમારે તેની કલ્પના કરવી પડે છે જે ઘટિત થયું નથી. ડરમાંથી મુક્ત થવા માટે તમારે કંઈ જ કરવાની જરૂર નથી.
ખરેખર મહત્ત્વનું એ નથી કે લોકો તમને પ્રેમ કરે છે, પણ મહત્ત્વનું એ છે કે તમે પ્રેમાળ છો.
તમે બસ જે લોકોને પસંદ કરો છો કે પ્રેમ કરો છો તેમની સાથે જ બંધાયેલા નથી. તમને જે લોકો નથી ગમતા કે જેમને તમે નફરત કરો છો તેમની સાથેનું તમારું બંધન ઘણું વધારે ઊંડું હોય છે.
પ્રેમ બની જાઓ. તે જીવવાની એક બુદ્ધિશાળી રીત છે.
ગુરુ તમારામાં રહેલા અંધકારને દૂર કરે છે. તેઓ અંદરથી પ્રજ્વલિત છે. તમે પણ આ જ્વાળા સાથે પ્રજ્વલિત થઈને જે તમને રોકી રાખે છે તે બધાથી પરે જાઓ તેવી કામના.
જો પૂરેપૂરી સ્પષ્ટતા હોય, તો સાહસની કોઈ જરૂર નથી. સ્પષ્ટતા તમને પાર લઈ જશે.
આપણે બધા આત્મજ્ઞાની તરીકે જન્મીએ છીએ. અજ્ઞાન એક પસંદગી છે.