FILTERS:
SORT BY:
જીવનની પૂરેપૂરી ક્ષમતાને ઉજાગર કરવી એ તમે કેટલું લાંબું જીવો છો તેના કરતાં વધારે મહત્ત્વનું છે.
જ્યારે દુનિયામાં માહિતી બધા પાસે ઉપલબ્ધ છે ત્યારે, શિક્ષણ એક પ્રેરણા બનવું જોઈએ, માહિતીનો સંગ્રહ નહીં.
તમારી અંદર બે મૂળભૂત શક્તિઓ સતત કાર્યરત હોય છે: પોતાને બચાવી રાખવાની વૃત્તિ અને વિસ્તરિત થવાની ઝંખના. એકવાર તમે પોતાને બચાવવાની વૃત્તિથી પરે જાઓ, પછી તમારા શરીરનો દરેક કોષ સહજ સ્થિતિમાં આવી જશે.
જો તમે તમારી ઊર્જાનો ઉલ્લાસ, મનની તાજગી અને પ્રેમાળ હૃદય જાળવી રાખો, તો દરેક દિવસ એક નવું સાહસ છે.
આ દુનિયામાં આપણે કોણ છીએ તે સમય અને પરિસ્થિતિઓ પર આધારિત છે. પણ આપણી અંદર આપણે કેવા છીએ તે ક્યારેય તેમના પર આધારિત ન હોવું જોઈએ.
જીવનથી મોટો કોઈ હેતુ નથી.
જ્યારે તમે ગુસ્સા, નફરત અને દ્વેષથી મુક્ત હોવ, ત્યારે તમે જેને પણ સ્પર્શો તેને પ્રેમથી સ્પર્શો છો.
સફળતા ત્યારે છે જ્યારે પરિસ્થિતિઓ નક્કી ન કરે કે તમે કેવા છો - તમે નક્કી કરો કે પરિસ્થિતિ કેવી હોવી જોઈએ.
તમે જેટલી ગહન રીતે સામેલ થયેલા હોવ, જીવનનો અનુભવ તેટલો જ ગહન હોય છે.
કાલ કેવી હશે એ તમે આજે જીવન વિષે કેવી રીતે વિચારો, અનુભવો અને તેનો બોધ કેવી રીતે મેળવો તેના પરથી નક્કી થાય છે.
જેઓ જાણે છે કે કેવી રીતે ગ્રહણ કરવું, તેમના પ્રત્યે જીવન ઉદાર છે. જેઓ જાણે છે કે તેનો પૂરો લાભ કેમ મેળવવો તેઓ તૃપ્તિ અનુભવે છે. તૃપ્તિની આ પૂનમે, તમે જીવનની ઉદારતા પ્રત્યે ઉપલબ્ધ રહો તેવી કામના.
કાલ ક્યારેય નથી આવતી. તે જ જીવનની સુંદરતા છે: તમારે બસ આજને જ સંભાળતા શીખવાની જરૂર છે. એકવારમાં એક જ દિવસ, એકવારમાં એક જ ક્ષણ.