Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
મારું આધ્યાત્મ એટલું તકલાદી નથી કે તેને એક ગુફાની જરૂર પડે. હું બજારમાં રહીને પણ તેવો જ રહી શકું છું.
જો તમે પોતાનાથી વધારે પડતા ભરેલા હોવ, તો જીવન તમને રગડશે. તેનો બીજો કોઈ ઉપાય નથી.
પૂરેપૂરી રીતે જીવંત હોવું શાનદાર છે. અડધું જીવંત હોવું એક ત્રાસ છે.
આનંદ લક્ષ્ય નથી - તે દુઃખનો ભય દૂર કરે છે. જ્યારે "મારું શું થશે" તે ચિંતા દૂર થઈ જાય ત્યારે જ તમે જીવનને ખોજવાની હિંમત કરશો.
ખુશહાલી અને દુઃખ બંને તમારી અંદરથી ઘટિત થાય છે. પસંદગી તમારી છે.
હું એવી રીતે નથી બનેલો કે વખાણ મને ઉપર ચડાવે અને નિંદા મને નીચે પડે. મેં કોઈને એવો અધિકાર નથી આપ્યો.
તમારું જીવન તમારું કર્મ છે - તે તમારું બનાવેલું છે. તમે તે ન જુઓ ત્યાં સુધી, તમારું જીવન ખરેખર તમારું નથી.
શરીર અને મન ઉપર ચડવાની સીડી બનવા જોઈતા હતા. પણ તેના બદલે, તેઓ લોકો જેમાં આજીવન ફસાય જાય છે તેવો કાદવ બની જાય છે.
યુવાની કેટલા વરસ થયાં તેનો સવાલ નથી પણ જીવંતતા અને ભાગીદારીની ભાવના સાથે સંબંધિત છે.
વાસના એક પ્રબળ જરૂરિયાત છે. પ્રેમ જરૂરિયાત નથી. જ્યારે તમે પ્રેમ કરો છો, ત્યારે તમે સ્થાયી થઈ જાઓ છો; વધુ કશાની જરૂર નથી રહેતી.
જે વ્યક્તિ મરવા માટે તૈયાર છે તે જ પૂરેપૂરી રીતે જીવી શકે છે.
જ્યારે કોઈ કામ ભક્તિ વિના કરવામાં આવે, ત્યારે તે બંધન તરફ લઈ જાય છે. જ્યારે ઊંડી ભક્તિ સાથે કરવામાં આવે, ત્યારે તે મુક્તિ તરફ લઈ જાય છે.