Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
બિઝનેસ માણસોની સુખાકારી માટે બનાવવામાં આવ્યા હતા. માણસો બિઝનેસની સુખાકારી માટે નહોતા બનાવવામાં આવ્યા.
મૂર્ખતા અને આત્મવિશ્વાસ એક બહુ ખતરનાક જોડી છે, પણ ઘણીવાર તે બંને એકસાથે હોય છે.
જ્યારે તમે તમારી યાદો કે કલ્પનાઓથી દુઃખી થાઓ છો, ત્યારે તમે એવી વસ્તુથી દુઃખી થાઓ છો જેનું અસ્તિત્વ જ નથી.
તે કોઈ ખરાબ માણસો નથી જેઓ પૃથ્વીનો નાશ કરી રહ્યા છે - પણ આપણે બધા સુખની ખોજમાં તેવું કરી રહ્યા છીએ.
જો તમે તમારું જીવન પરમ સંભાવનાને મેળવવાના પ્રયત્નમાં જીવો, તો તે પ્રયત્નમાં જ મુક્તિ રહેલી છે.
શાંતિ અને આનંદ એવી વસ્તુઓ નથી જે તમે જીવનના અંતે મેળવો છો. તેઓ તો જીવનનો પાયો છે.
તમે પોતાની અંદર કઈ રીતે છો તે તમે પોતે નક્કી કરવા જોઈએ. આધ્યાત્મિક હોવાનો તે જ અર્થ છે.
તમારી અંદર સારી સ્થિતિ હોવી એ બહારની પરિસ્થિતિઓને શાનદાર બનાવે છે. પણ જો તમે તમારી અંદર સારી સ્થિતિમાં ન હોવ, તો તમે વસંતમાં પણ દુઃખી થઈ શકો છો.
જો તમે લગ્નને એક સંસ્થા કહો, તો લોકો સ્વાભાવિક રીતે તેમાંથી બહાર નીકળવા માંગશે.
ઈશ્વર પણ તમારી આંતરિક સુખાકારી નક્કી નથી કરી શકતા. જો તમે પોતાને દુઃખી ન કરવાનું નક્કી કરો, તો કોઈ તમને દુઃખી ન કરી શકે.
પ્રેમનો મતલબ છે પોતાને વિલીન કરવા. તે તમારા પડવાથી ઘટિત થાય છે, તમારી ગણતરીઓ અને સગવડોથી નહિ.
જીવન સમાવેશી છે. એ બસ તમારું મન છે જે અલગ-થલગ કરે છે.