Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
તમારી સૌથી નજીકના અને સૌથી પ્રિય વ્યક્તિને તમારા સૌથી ખરાબ રૂપનો અનુભવ કરવો પડે છે. શેરીમાં ચાલતા કોઈ અજાણ્યા માણસને તમારા ખરાબ રૂપનો અનુભવ નથી કરવો પડતો.
જાગરૂકતા એવું કંઈક નથી જે તમે કરો છો. તમે જાગરૂકતા જ છો.
મન સમાજની કચરાપેટી છે. જે પણ પાસેથી પસાર થાય છે તે તેમાં કોઈ વસ્તુ નાખતું જાય છે.
લોકો પોતાને બીજા કરતા જેટલા વધારે સારા માનવા લાગે, તેટલા વધારે ક્રૂર બનતા જાય છે.
તમે શું કરો છો તેનાથી તમે કોણ છો તે નક્કી ન થવું જોઈએ. તમે કોણ છો તેનાથી તમે શું કરો છો તે નક્કી થવું જોઈએ.
જો તમે તમારા હાલના અસ્તિત્વની સીમાઓને ઓળંગવા માંગતા હોવ, તો તમારા હૃદયમાં ગાંડપણ હોવું જોઈએ પણ તમારું મન એકદમ સંતુલિત હોવું જોઈએ.
જ્યારે બે લોકો સાથે આવે, ત્યારે તે આનંદ વહેંચવા વિષે હોવું જોઈએ, એકબીજામાંથી આનંદ નીચોડવા વિષે નહિ.
સ્ટ્રેસ જીવનની પરિસ્થિતિઓને લીધે નથી. તે એટલે છે કેમ કે તમે પોતાને કેવી રીતે મેનેજ કરવા એ નથી જાણતા.
ભગવાનને તમારી ભક્તિની જરૂર નથી. તે માણસનું હૃદય છે જેને ભાવનાઓના ચરમ શિખરનો અનુભવ કરવાની જરૂર છે.
આસક્તિ પ્રેમ નથી. કોઈના પ્રત્યે આસક્ત હોવું એ બીજા વ્યક્તિ વિષે નથી - તે તમારી પોતાની અધૂરાપણાની ભાવના વિષે છે.
જે તમે એકઠું કરો છો તે તમારું હોઈ શકે છે. તે ક્યારેય "તમે" પોતે ન હોઈ શકે.
તમારા વિચારો અને લાગણીઓ તમારા બનાવેલા ભૂત છે. તમે તેમને બનાવો છો, અને પછી તે નિયંત્રણની બહાર જઈને તમને ત્રાસ આપે છે. આ એક ખરાબ રીતે ડાયરેક્ટ થયેલી હોરર ફિલ્મ જેવું છે.