Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
યોગનો એક ઉપચાર તરીકે ઉપયોગ કરવો એ એક પ્લેનનો બસ તરીકે ઉપયોગ કરવા જેવું છે.
તમે જેટલા વધારે તારણો બાંધો છો, તેટલા ઓછા જીવંત બની જાઓ છો.
સ્થિરતા, ઉલ્લાસ, અને ઉન્માદ, બધું એકસાથે ઘટિત થવું - એ જ છે જીવન તેની પરમ સંભાવનામાં હોવું.
મારું આધ્યાત્મ એટલું તકલાદી નથી કે તેને એક ગુફાની જરૂર પડે. હું બજારમાં રહીને પણ તેવો જ રહી શકું છું.
તમારા મનમાં કોઈપણ અસુખદતા હોવાનો અર્થ છે તમારી બુદ્ધિમત્તા તમારી વિરુદ્ધમાં કામ કરી રહી છે.
પ્રેમ તમારી અંદરની એક સુખદ લાગણી છે. જો બીજી વ્યક્તિ દૂર ચાલી જાય, તો પણ તમે પ્રેમનો અનુભવ કરી શકો છો.
જો તમે ગઈકાલે જે થયું તેનાથી પીડાઈ રહ્યા હોવ, તો તમે તમારી યાદશક્તિથી પીડાઈ રહ્યા છો - તમારા જીવનથી નહિ.
ખુશહાલી અને દુઃખ બંને તમારી અંદરથી ઘટિત થાય છે. પસંદગી તમારી છે.
જ્યારે તમે એ જોશો કે તમે નશ્વર છો, ત્યારે જ તમે જાગરૂક બનશો. નહીંતર, તમે એક સાવ અજાગરૂક જીવન જીવશો.
ખુશી એવી કોઈ વસ્તુ નથી જે તમે મેળવો છો. એ ઘરે પાછા ફરવા જેવું છે.
ભારતની રાષ્ટ્રીયતા બધા ધર્મોથી જૂની છે. આપણે ત્યારે એક રાષ્ટ્ર હતા, અને આપણે આજે એક રાષ્ટ્ર છીએ. આપણી મુક્તિની ખોજે આપણને હંમેશા એકસાથે રાખ્યા છે.
યુવાની કેટલા વરસ થયાં તેનો સવાલ નથી પણ જીવંતતા અને ભાગીદારીની ભાવના સાથે સંબંધિત છે.