Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે સંતુલન. જો સંતુલન નહિ હોય, તો તમારું શરીર અને મન તમારી વિરુદ્ધમાં કામ કરશે.
આપણને જેની જરૂર છે તે છે આપણે શ્વાસમાં લઈએ છીએ તે હવા, પીએ છીએ તે પાણી, ખાઈએ છીએ તે ખોરાક, ઉપયોગમાં લઈએ છીએ તે વસ્તુઓ, અને આપણા જીવનમાં દરેક ક્ષણે સહાય આપતા દરેક જીવ પ્રત્યે અહોભાવની ભાવના.
જો દુનિયામાં જે થઈ રહ્યું છે તે તમે ઈચ્છો તેવું નથી, તો ઓછામાં ઓછું જે તમારી અંદર થઈ રહ્યું છે તે તમે ઈચ્છો તે રીતે હોવું જ જોઈએ.
સમાજે માણસની ચેતનાને ઘડવી ન જોઈએ. માનવ ચેતનાએ સમાજને ઘડવો જોઈએ.
જે વ્યક્તિ સતત યુ-ટર્ન લે છે, તે દેખીતી રીતે ક્યાંય જવા નથી માંગતી.
જ્યારે તમે નથી જાણતા કે શું પસંદ કરવું ત્યારે બધી વસ્તુમાં પુરેપુરી ભાગીદારી દર્શાવો. પછી જીવન પસંદ કરશે, અને તે ક્યારેય ખોટું નથી હોતું.
કૈક શાનદાર વસ્તુના નિર્માણ માટે જબરદસ્ત બુદ્ધિ કે યોગ્યતાની જરૂર નથી પડતી - બસ તમે જે કરવા માંગો છો તે પ્રત્યેના સંપૂર્ણ સમર્પણની જરૂર પડે છે.
તણાવની સ્થિતિમાં તમે સરખું જોઈ ન શકો. શિથિલ સ્થિતિમાં તમે સરખું જોઈ ન શકો. જો તમે તીવ્ર અને સહજ સ્થિતિમાં હોવ તો જ તમે બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોઈ શકો.
વિજયાદશમી વિજયી હોવાની ઉજવણી કરે છે. જ્યારે તમે તમારી પોતાની સીમાઓ પર વિજય મેળવો ત્યારે જ જીવન તેની શાનદાર પ્રકૃતિને ઉજાગર કરે છે.
જેઓ ખાલી જ્ઞાન જ નહિ પણ શરીરની સીમાઓથી પરે જવાની ઝંખના રાખતા હોય તેઓ સ્વાભાવિક રીતે દિવ્ય સ્ત્રી પ્રકૃતિના સાત્વિક પાસાંની ખોજ કરે છે. સરસ્વતી તેનું જ મૂર્ત સ્વરૂપ છે.
ખાલી તમારા ભૌતિક શરીરને જ સીમાની જરૂર છે. તમારા વિષેનું બીજું બધું સાર્વત્રિક હોઈ શકે.
ભક્તિ એવી સ્થિતિ છે જેમાં તમારું અસ્તિત્વ નથી રહેતું - જીવન બસ અમુક મીઠાશ અને સુંદરતા સાથે તમારી આરપાર વહે છે.