Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
ગુરુ તમારામાં રહેલા અંધકારને દૂર કરે છે. તેઓ અંદરથી પ્રજ્વલિત છે. તમે પણ આ જ્વાળા સાથે પ્રજ્વલિત થઈને જે તમને રોકી રાખે છે તે બધાથી પરે જાઓ તેવી કામના.
જો પૂરેપૂરી સ્પષ્ટતા હોય, તો સાહસની કોઈ જરૂર નથી. સ્પષ્ટતા તમને પાર લઈ જશે.
આપણે બધા આત્મજ્ઞાની તરીકે જન્મીએ છીએ. અજ્ઞાન એક પસંદગી છે.
તમારું જીવન બીજાની સાથે સરખામણી કરીને ન વેડફો. બસ એ જુઓ કે શું તમે ગઈકાલ કરતા આજે થોડા વધુ સારા છો કે નહિ.
તમારી આસપાસના લોકોને ગુલામ બનાવવાનો પ્રયત્ન ન કરો. તેઓ જેવા છે તેવા છે. તમે એક જીવનનો હવાલો તમારા હાથમાં લો - તમારા પોતાના જીવનનો.
કોઈ તમને માનસિક પીડા આપી ન શકે. તે તમારી આસપાસ જે થાય છે તેની પ્રતિક્રિયામાં તમે પોતે જ કરો છો.
જીવન સહજ છે. ખાલી મન તણાવમાં છે.
દુનિયામાં મોટાભાગના લોકો કામમાં વ્યસ્ત નથી - તેઓ કોઈને કોઈ વસ્તુમાં અટવાયેલા છે.
ખરેખર મહત્ત્વનું એ નથી કે લોકો તમને પ્રેમ કરે છે, પણ મહત્ત્વનું એ છે કે તમે પ્રેમાળ છો.
તમે બસ જે લોકોને પસંદ કરો છો કે પ્રેમ કરો છો તેમની સાથે જ બંધાયેલા નથી. તમને જે લોકો નથી ગમતા કે જેમને તમે નફરત કરો છો તેમની સાથેનું તમારું બંધન ઘણું વધારે ઊંડું હોય છે.
ઉંમર સાથે, તમારી શારીરિક ચપળતા ઘટી શકે છે. પણ તમારી જીવંતતા ઘટવી જરૂરી નથી.
તમારી સૌથી નજીકના અને સૌથી પ્રિય વ્યક્તિને તમારા સૌથી ખરાબ રૂપનો અનુભવ કરવો પડે છે. શેરીમાં ચાલતા કોઈ અજાણ્યા માણસને તમારા ખરાબ રૂપનો અનુભવ નથી કરવો પડતો.