Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જો તમે તમારા હાલના અસ્તિત્વની સીમાઓને ઓળંગવા માંગતા હોવ, તો તમારા હૃદયમાં ગાંડપણ હોવું જોઈએ પણ તમારું મન એકદમ સંતુલિત હોવું જોઈએ.
જ્યારે બે લોકો સાથે આવે, ત્યારે તે આનંદ વહેંચવા વિષે હોવું જોઈએ, એકબીજામાંથી આનંદ નીચોડવા વિષે નહિ.
સ્ટ્રેસ જીવનની પરિસ્થિતિઓને લીધે નથી. તે એટલે છે કેમ કે તમે પોતાને કેવી રીતે મેનેજ કરવા એ નથી જાણતા.
જ્યારે તમારા માટે સૌથી મોટી સત્તા તમારી અંદર રહેલો જીવનનો સ્ત્રોત હોય, ત્યારે આસપાસના લોકોના અભિપ્રાયો અને નિષ્કર્ષોનું મહત્ત્વ નથી રહેતું.
આસક્તિ પ્રેમ નથી. કોઈના પ્રત્યે આસક્ત હોવું એ બીજા વ્યક્તિ વિષે નથી - તે તમારી પોતાની અધૂરાપણાની ભાવના વિષે છે.
જે તમે એકઠું કરો છો તે તમારું હોઈ શકે છે. તે ક્યારેય "તમે" પોતે ન હોઈ શકે.
તમારા વિચારો અને લાગણીઓ તમારા બનાવેલા ભૂત છે. તમે તેમને બનાવો છો, અને પછી તે નિયંત્રણની બહાર જઈને તમને ત્રાસ આપે છે. આ એક ખરાબ રીતે ડાયરેક્ટ થયેલી હોરર ફિલ્મ જેવું છે.
જ્ઞાન મેળવી શકાય છે. "જાણવું" એ એક સાક્ષાત્કાર છે. સમજદારી તમારે કમાવી પડે છે, અને તેમાં એક આખું જીવન લાગી જાય છે.
મન સમાજની કચરાપેટી છે. જે પણ પાસેથી પસાર થાય છે તે તેમાં કોઈ વસ્તુ નાખતું જાય છે.
લોકો પોતાને બીજા કરતા જેટલા વધારે સારા માનવા લાગે, તેટલા વધારે ક્રૂર બનતા જાય છે.
સ્વતંત્રતાનો અર્થ છે તમારા જીવનને ઘડવા સશક્ત હોવું, તમારા જીવનને કોઈ બીજી વસ્તુ દ્વારા નક્કી ન થવા દેવું.
તમારું જીવન ત્યારે સુંદર બને છે જ્યારે તમે પોતાને પૂરેપૂરા ઝોંકી દો છો અને શું મળે છે કે નથી મળતું તેની પરવાહ નથી કરતા. જીવનનો આનંદ અભિવ્યક્તિમાં છે, માંગવામાં નહિ.