Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
તણાવની સ્થિતિમાં તમે સરખું જોઈ ન શકો. શિથિલ સ્થિતિમાં તમે સરખું જોઈ ન શકો. જો તમે તીવ્ર અને સહજ સ્થિતિમાં હોવ તો જ તમે બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોઈ શકો.
આપણા પૂર્વજો વગર, આપણું અસ્તિત્વ ન હોત. પાછલી પેઢીઓના યોગદાનની કદર કરવામાં સમજદારી છે.
કરુણા બધી ભાવનાઓમાં સૌથી વધારે મુક્ત કરનારી ભાવના છે.
બોધ યોગનું મૂળ છે. તમારો બોધ જેટલો ગહન હોય, તમારો અનુભવ તેટલો વધારે ગહન હોય છે, અને તમારું જ્ઞાન એટલું સમૃદ્ધ હોય છે.
ભક્તિ એવી સ્થિતિ છે જેમાં તમારું અસ્તિત્વ નથી રહેતું - જીવન બસ અમુક મીઠાશ અને સુંદરતા સાથે તમારી આરપાર વહે છે.
જો તમારી આસપાસના લોકો તમારા માટે તમારી ઈચ્છાઓ કરતા વધારે મહત્ત્વના બની જાય, તો તમારું જીવન સરળ અને શાનદાર હશે.
વાસ્તવમાં તમે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અલગ ન કરી શકો. સ્વાસ્થ્ય હંમેશા આખું એકસાથે જ ઘટિત થાય છે.
મહાત્મા એટલે એક મહાન જીવ. કોઈ ત્યારે જ એક મહાન જીવ બને છે જ્યારે તે બધી ઓળખથી પરે બસ જીવન તરીકે કાર્ય કરે છે.
મન એક શક્તિશાળી સાધન છે. તમે બનાવો છો તે દરેક વિચાર, દરેક ભાવના તમારા શરીરની રાસાયણિક સંરચનામાં બદલાવ લાવે છે.
માનવ મનની સુંદરતા એ છે કે તે કલ્પના કરી શકે છે. માનવ મનની કુરૂપતા એ છે કે તે કલ્પનામાં ખોવાઈ જઈ શકે છે.
જ્યાં સુધી તમે એવું માનતા હોવ કે તમે જેવા છો તે માટે બીજું કોઈક જવાબદાર છે, ત્યાં સુધી તમે પોતે ઈચ્છો છો તેવા ન બની શકો.
પ્રેમ કોઈ વ્યવહાર નથી. તે તમારી ભાવનાઓનો ઉલ્લાસ અને ભાવનાઓની મીઠાશ છે.