FILTERS:
SORT BY:
તમારા મનનો સ્વભાવ આવો છે: જો તમે અમુક વિચારોને રોકવાનો પ્રયત્ન કરો, તો બસ તે વિચારો જ આવશે.
જ્યારે તમે બસ તમારા શરીર અને બુદ્ધિના આધારે ચાલો છો, ત્યારે જીવન એક સર્કસ છે. જ્યારે ઈશ્વરીય બુદ્ધિમત્તા તમારા જીવનનું માર્ગદર્શન કરે છે, ત્યારે તે એક નૃત્ય બની જાય છે.
કાલભૈરવ ખાલી મૃત્યુ વિષે નથી - તેઓ સમય વિષે છે. તમારા જીવનની ગુણવત્તા મૂળભૂત રીતે તેના પર આધારિત છે કે તમે તમારા સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો.
જ્યારે તમે તમારી અંદર નિઃશબ્દ થઈ જશો, ત્યારે તમે જીવનને તમે કલ્પના પણ ન કરી શકો તે રીતે જોશો - પૂરેપૂરી ગહનતામાં.
જે સમાજ તેની સ્ત્રીઓનું સન્માન અને સહયોગ નથી કરતો, તે વિકસિત કે સમૃદ્ધ નથી થઈ શકતો. દુનિયામાં સ્ત્રી-પ્રકૃતિ ખીલે એવી કામના.
જ્યારે તમે એક બાળક હતા, ત્યારે તમને દુઃખી કરવા કોઈએ મહેનત કરવી પડતી હતી. આજે, તમને ખુશ કરવા કોઈએ મહેનત કરવી પડે છે. આ જ સમય છે એ સમજવાનો કે માણસના અનુભવનો સ્ત્રોત માણસની અંદર છે.
ફૂલ માટે જે સુગંધ છે, માણસ માટે તે પ્રેમ છે.
જો તમે જે પણ કરો તેમાં તમારે સફળતા અને આનંદ જોઈતો હોય, તો સૌથી મહત્ત્વની વસ્તુ છે બોધની સ્પષ્ટતા.
તમારી આસપાસની જગ્યાને સુખદ બનાવવા તમને બીજાના સહયોગની જરૂર પડે છે. તમારા શરીર, મન અને ઊર્જાઓને સુખદ બનાવવા એ સો ટકા તમારા હાથમાં છે.
હોળી ત્યારે આવે છે જ્યારે વસંત પૂરી ખીલી હોય છે. આ જ સમય છે તમારી જીવંતતાને રંગ, પ્રેમ અને ઉલ્લાસના નૃત્યથી ઉજવવાનો.
તમને તમારા જીવન માટે બસ કાચી સામગ્રી જ આપવામાં આવી છે. તેમાંથી તમે શું બનાવો છો તે તમારા પર છે.
તમારા જીવનની પરિસ્થિતિ જે પણ હોય, દુઃખી થવાનું કોઈ કારણ નથી. તમે કંઈ લીધા વગર આવ્યા હતા, એટલે તમે હંમેશા નફામાં જ છો.