Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
યોગ ઊર્જાના એક સતત અને અખૂટ સ્ત્રોત સાથે પોતાને જોડવા વિષે છે.
તે તમારું વ્યસ્ત શેડ્યુલ નથી જેનાથી તમે થાકી જાઓ છે. તમારા વિચારો અને ભાવનાઓમાં સતત વ્યસ્ત રહેવાથી તમે થાકી જાઓ છો.
કોઈ અડચણ બસ તો જ એક અડચણ છે જો તમે પોતાને તે માટે તૈયાર ન કર્યા હોય. જ્યારે તમે જરૂરી આંતરિક કાર્ય કરો, ત્યારે તે અડચણ એક સીડી બની જાય છે.
તેમના મગજમાં કોઈ પ્રકારની સ્પષ્ટતા વગર લોકો બહુ વધારે આત્મવિશ્વાસથી ભરેલા છે. આ એક આફત છે.
માતૃત્વની સુંદરતા જન્મ આપવામાં નથી, પણ બીજા જીવનને તમારા એક ભાગ તરીકે સમાવવાની ઈચ્છુકતામાં છે.
સારા હોવું એ પોતે માની લીધેલી વાત છે. આનંદ એક સાચો અનુભવ છે.
જો તમે પૃથ્વીને બ્રહ્માંડના બીજા કોઈ ભાગમાંથી જુઓ, તો આપણે બધા આકાશી જીવો છીએ.
આજના દિવસે ગૌતમ બુદ્ધને એ સાક્ષાત્કાર થયો કે સત્ય તરફ જવાનું નથી. જો તમે ઉપલબ્ધ થાઓ, તો સત્ય અહીં જ છે.
શરીર અને મન ચમત્કારી સાધનો છે. પણ તેમને તેમની ક્ષમતાના શિખરે લઈ જવા માટે તમારે તેમને યોગ્ય રીતે સંભાળવાનું શીખવું પડશે.
મનુષ્યનું જીવન આજીવિકા સાથે પૂરું નથી થતું. આજીવિકાની સંભાળ લેવાઈ જાય પછી જ મનુષ્યનું જીવન શરૂ થાય છે.
પ્રેમ કોઈ વ્યવહાર નથી. પ્રેમ એક સુંદર વસ્તુ છે, જે તમારી અંદર ઘટિત થાય છે. તે બહાર અભિવ્યક્તિ મેળવી શકે, પણ તેનો સ્ત્રોત અંદર છે.
કોઈને ખુશ કરવાનો પ્રયત્ન ન કરો. જો તમે ખરેખર આનંદિત હોવ અને માનવતાથી છલકાતાં હોવ, તો તમે બધા સાથે ઠીક હશો.