Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
તમે જેને સર્વોચ્ચ તરીકે જુઓ છો, તેની ખોજ કરો. આવી દ્રષ્ટિ સાથે જીવવું તેના પોતાનામાં ઉપર ઉઠાવે તેવી, મુક્ત કરે તેવી અને આનંદિત પ્રક્રિયા છે.
આધ્યાત્મિક પ્રક્રિયાની પહેલી મૂળભૂત વસ્તુ એ છે કે તમે બધી માન્યતાઓને છોડી દો છો.
આધ્યાત્મને તમે કેવા વાતાવરણમાં રહો છો તેની સાથે કોઈ લેવા દેવા નથી. તે તમે તમારી અંદર જે વાતાવરણ બનાવો છો તેના વિષે છે.
તેને આનંદિત રીતે રમો, યોગ્ય રીતે રમો, તીવ્ર રીતે રમો. જીવન એક સાવ ટૂંકી રમત છે - અને સૌથી મહાન રમત પણ.
ખુલ્લા હોવાનો મતલબ છે કોઈ નિષ્કર્ષ નહિ - બસ બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોવી.
શાંતિ આપણી આંતરિક સ્થિતિનું એક સ્વાભાવિક પરિણામ છે.
બુદ્ધિ સત્ય પર કબજો કરવા માંગે છે. ભક્તિ બસ સત્યને અપનાવે છે.
તમારું માનસિક નાટક તમે ઈચ્છો તે રીતે ઘટિત થવું જોઈએ. તમે તેના નિર્દેશક છો.
આત્મજ્ઞાનનું બીજ બધામાં રહેલું છે. આત્મજ્ઞાન એક સાક્ષાત્કાર છે.
જે પણ તમે અજાગરૂક રીતે કરો છો, તે તમે જાગરૂક રીતે પણ કરી શકો છો, અને તે બહુ મોટો ફર્ક લાવે છે.
જેઓ અસ્તિત્વની પૂર્ણતાને સાંભળે છે, તેમના માટે બધું જ સંગીત છે.
તમારું વ્યક્તિત્વ એક એવું માસ્ક કે મુખોટો છે જે તમે સામાજિક જીવન ટકાવવા માટે બનાવ્યો છે. એકમાત્ર સમસ્યા ત્યારે છે જ્યારે તે માસ્ક તમારી સાથે ચોંટી જાય છે.