Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
જ્યારે તમે નથી જાણતા કે શું પસંદ કરવું ત્યારે બધી વસ્તુમાં પુરેપુરી ભાગીદારી દર્શાવો. પછી જીવન પસંદ કરશે, અને તે ક્યારેય ખોટું નથી હોતું.
કૈક શાનદાર વસ્તુના નિર્માણ માટે જબરદસ્ત બુદ્ધિ કે યોગ્યતાની જરૂર નથી પડતી - બસ તમે જે કરવા માંગો છો તે પ્રત્યેના સંપૂર્ણ સમર્પણની જરૂર પડે છે.
તણાવની સ્થિતિમાં તમે સરખું જોઈ ન શકો. શિથિલ સ્થિતિમાં તમે સરખું જોઈ ન શકો. જો તમે તીવ્ર અને સહજ સ્થિતિમાં હોવ તો જ તમે બધી વસ્તુઓને તે જેમ છે તેમ જોઈ શકો.
આપણા પૂર્વજો વગર, આપણું અસ્તિત્વ ન હોત. પાછલી પેઢીઓના યોગદાનની કદર કરવામાં સમજદારી છે.
જેઓ ખાલી જ્ઞાન જ નહિ પણ શરીરની સીમાઓથી પરે જવાની ઝંખના રાખતા હોય તેઓ સ્વાભાવિક રીતે દિવ્ય સ્ત્રી પ્રકૃતિના સાત્વિક પાસાંની ખોજ કરે છે. સરસ્વતી તેનું જ મૂર્ત સ્વરૂપ છે.
ખાલી તમારા ભૌતિક શરીરને જ સીમાની જરૂર છે. તમારા વિષેનું બીજું બધું સાર્વત્રિક હોઈ શકે.
ભક્તિ એવી સ્થિતિ છે જેમાં તમારું અસ્તિત્વ નથી રહેતું - જીવન બસ અમુક મીઠાશ અને સુંદરતા સાથે તમારી આરપાર વહે છે.
જો તમારી આસપાસના લોકો તમારા માટે તમારી ઈચ્છાઓ કરતા વધારે મહત્ત્વના બની જાય, તો તમારું જીવન સરળ અને શાનદાર હશે.
જો દુનિયામાં જે થઈ રહ્યું છે તે તમે ઈચ્છો તેવું નથી, તો ઓછામાં ઓછું જે તમારી અંદર થઈ રહ્યું છે તે તમે ઈચ્છો તે રીતે હોવું જ જોઈએ.
સમાજે માણસની ચેતનાને ઘડવી ન જોઈએ. માનવ ચેતનાએ સમાજને ઘડવો જોઈએ.
મન એક શક્તિશાળી સાધન છે. તમે બનાવો છો તે દરેક વિચાર, દરેક ભાવના તમારા શરીરની રાસાયણિક સંરચનામાં બદલાવ લાવે છે.
માનવ મનની સુંદરતા એ છે કે તે કલ્પના કરી શકે છે. માનવ મનની કુરૂપતા એ છે કે તે કલ્પનામાં ખોવાઈ જઈ શકે છે.