FILTERS:
SORT BY:
કાલભૈરવ ખાલી મૃત્યુ વિષે નથી - તેઓ સમય વિષે છે. તમારા જીવનની ગુણવત્તા મૂળભૂત રીતે તેના પર આધારિત છે કે તમે તમારા સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો.
જ્યારે તમે તમારી અંદર નિઃશબ્દ થઈ જશો, ત્યારે તમે જીવનને તમે કલ્પના પણ ન કરી શકો તે રીતે જોશો - પૂરેપૂરી ગહનતામાં.
જો તમારા દિલમાં પ્રેમ હોય, તો દયાની કોઈ જરૂર નથી. પ્રેમ તમને જીવનમાં માર્ગદર્શન આપશે.
ઉપર ચડવાની કિંમત હોય છે, પણ નીચે પડવું મફત છે. તમારે બસ સુંદર સ્થાનોમાં પડતા શીખવાની જરૂર છે - અને સૌથી સુંદર સ્થાન તમારી અંદર છે.
ફૂલ માટે જે સુગંધ છે, માણસ માટે તે પ્રેમ છે.
જો તમે જે પણ કરો તેમાં તમારે સફળતા અને આનંદ જોઈતો હોય, તો સૌથી મહત્ત્વની વસ્તુ છે બોધની સ્પષ્ટતા.
ધ્યાન કોઈ જીત કે ઉપલબ્ધી નથી - તે ઘરે પાછા ફરવું છે. તે ક્યાંય જવા વિષે નથી - તે બસ તમારા પોતાનામાં પાછા આવવું છે.
જો તમે કોણ છે તે તમારી અંદર સ્પષ્ટ રીતે સ્થાપિત હોય, તો લોકો શું કહે છે તેનું મહત્ત્વ નહિ રહે.
તમને તમારા જીવન માટે બસ કાચી સામગ્રી જ આપવામાં આવી છે. તેમાંથી તમે શું બનાવો છો તે તમારા પર છે.
તમારા જીવનની પરિસ્થિતિ જે પણ હોય, દુઃખી થવાનું કોઈ કારણ નથી. તમે કંઈ લીધા વગર આવ્યા હતા, એટલે તમે હંમેશા નફામાં જ છો.
જો તમારા દિલમાં તમારા બાળકો માટે થોડો પણ પ્રેમ હોય, તો તમે જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકો છો એ છે તમારા પોતાના પર કામ કરવું, નહિ કે તેમને શીખવવું.
આપણે કદાચ આપણી આસપાસની પરિસ્થિતિઓને હંમેશા બદલી ન શકીએ. પણ આપણે તેને જે રીતે અનુભવીએ છીએ તેને બદલવામાંથી આપણને કોઈ રોકી ન શકે.