ઇશા યોગ કેન્દ્રના પ્રાણ પ્રતિષ્ઠિત સ્થાનમાં પોતાના આંતરિક વિકાસ માટે 32 દેશોથી 800 પ્રતિભાગી એક સાથે આવે છે.

 

મૌન કાર્યક્રમ, સમ્યમા, વિશેના મંતવ્યો: 

તે ચોક્કસપણે રોલર કોસ્ટર યાત્રા હતી. જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો, ત્યારે હું વિચારતી હતી, "હે ભગવાન, આઠ દિવસનું મૌન ત્રાસદાયક હશે!" પરંતુ જ્યારે તે સમાપ્ત થઈ ગયું ત્યારે મને દુ:ખ થયું, "અરે, આટલું જલ્દી સમાપ્ત થઈ ગયું!" તે દરમિયાન, મારામાં એક જબરદસ્ત સ્થિરતા આવી ગઈ હતી. – નવ્યતા, 31, બેંગ્લોર

હું ખૂબ જ સ્થિરતા અનુભવતી હતી કે મને સમજાતું નહોતું કે મારો શ્વાસ ચાલુ છે કે નહીં! પરંતુ હું જાણતી હતી કે મારું જીવન ધબકી રહ્યું છે – એટલી બધી સ્થિરતા હતી. તો, આજે જ્યારે હું ઘણા લોકોને મળી, ત્યારે તેઓ કહી રહ્યા હતા કે, "તમારી ત્વચા ખૂબ જ ચમકે છે. તે શું છે જે આટલું ચમકી રહ્યું છે? અને હું કહી રહી હતી," સદગુરુ! " તિનાલી, 31, મુંબઇ

 “દરેક દિવસ સંપૂર્ણ જીવનકાળ જેવો હતો, જે એક સેકન્ડમાં સમાપ્ત થઈ ગયો હોય તેવું લાગતું હતું. તે ખૂબ જ સમૃદ્ધ, તીવ્ર, વન્ય જીવન જેવો સ્વચ્છંદ, પરંતુ ઘણી રીતે અત્યંત નરમ, સૂક્ષ્મ અનુભવ હતો. સમ્યમાના કેટલાક સમય પહેલાં, મેં મારા મિત્રોને કહ્યું, "સમ્યમા પૂર્ણ થાય ત્યાં સુધી હું કોઈનો સંપર્ક કરીશ નહીં." હું જાતે મૌન રહીને મારી જાતને તૈયાર કરવા માંગુ છું. ગઈ કાલે મેં પોતાની આંસુ વળી આંખો સાથે હસતા ચહેરા વાળો ફોટો મોકલ્યો અને કહ્યું, "તમારી ધૈર્ય બદલ આભાર! હું અને કોઈ પણ બીજી રીતે ના કરી સકતી. જોવાના, 31, ન્યુઝીલેંડ

"હું સદગુરુ તરફ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો," હું અહીંયા કેવી રીતે આવી ગયો? "સદગુરુ સાથે તે સ્થળે આટલો સમય ગાળવાનો અનુભવ મને અભિભૂત કરી રહ્યો હતો. હું હજી પણ તેનાથી અભિભૂત છું અને તે હજી પણ સમાપ્ત નથી થયું. સ્પષ્ટતા અને આનંદની આવી ઉંડી લાગણીઓ હજી પણ ચાલુ છે. - ગેરી, 27, આયર્લેન્ડ 

સાધનાપદ અને સમ્યમાંનો માર્ગ;

સમ્યમાની તૈયારી કરવી એ કોઈ મજાક નથી. સાધનાપદ વગર, મારામાં એટલુ શિસ્ત ન આવી શકતું કે હું આને કરી શકતો. સામાન્ય નિત્યક્રમથી લઈને, સાધનાનો સમય, માર્ગદર્શન, ટેકો, ભોજન, એના પહેલા બતાવેલો સાધનાપદનો તમામ સમય - એક રીતે આ બધા એ પગલાં હતા જેને લઈને હું પોતાને, સમ્યમાના લાભ મેળવવા માટે તૈયાર કરી શક્યો. - ઇન્દ્રદીપ, 36, યુએસએ

મેં ગયા વર્ષે પણ સમ્યમા કર્યું હતું જે આ કરતા ઘણું વધારે મુશ્કેલ હતું. તે સમયે, હું આરામથી બેસી નહોતો શકતો અને મારું ધ્યાન ભટકી જતું હતું, પરંતુ આ સાત મહિનાની તૈયારી કર્યા પછી, આ સમયે હું ખૂબ જ આરામમાં હતો. શરીર હવે કોઈ મુદ્દો નહોતો. હું સંપૂર્ણપણે સદગુરુ અને પ્રક્રિયાઓ સાથે હતો. - રવિ, 32, દિલ્હી 

સાધનાપદ, આપણે અહીં સુધી આવી ગયા, હવે ક્યાં જઈશું?

 

સાધનાપદ પછી હવે હું શું કરીશ તે મને સંપૂર્ણ રીતે ખબર નથી. તેને ખુશીથી અને જવાબદારીપૂર્વક કરવું તે મારી પોતાની પસંદગી હશે. પ્રોગ્રામ દરમિયાન મેં આ સમજ મેળવી છે. મારી જાત પર સતત સાધના કરવાની અસર મારા અનુભવમાં પણ આવી, કે કેવી રીતે એને મારી ક્ષમતાઓ વધારી? હું સદગુરુ અને બધા સ્વયંસેવકો પ્રતિ ખૂબ આભારી છું કે જેમણે અમારી માટે આ બધું કર્યું. - કવિતા, 47, કોચિન 

આ સાત મહિના મારા જીવનને સંપૂર્ણ રીતે બદલવા જઈ રહ્યા હતા. મને ક્યારેય ખબર નહોતી કે તે આ રીતે મને બદલશે. મને ખબર નથી કે હવે પછી શું કરવું? જે ફેરફારો મેં જાતે જોયા છે તે પહેલાં ક્યારેય નથી થયા અને જેની હું કલ્પના પણ કરી શકતો નથી. તે બધા ખૂબ જ સારી રીતે થયા. હજી સુધી મારા જીવનમાં કંઇપણ આટલું સારી રીતે નથી થયું, પછી ભલે મેં કેટલીય કોશિશ કરી હોય. હું જેટલી પણ આશા રાખી શકતો હતો, તેના કરતા આ ઘણું વધારે છે. હવે હું મારી જાતને ખૂબ જ સહજ અનુભવું છું. હવે આગળ શું કરવું તે વિચારીને, હું પહેલાની જેમ ઘબરાતો નથી, અથવા કોઈ કામ કરવા પાછળ દોડતો નથી. ચાલો જોઈએ શું થશે? શુભમ, 19, ઇન્દોર 

સાધનાપદે મને મારી જાતને સંચાલિત કરવાની ઘણી શક્તિ અને ક્ષમતા આપી છે કે હવે હું કોઈ પણ પ્રયત્નો કર્યા વિના સરળતાથી કંઈ પણ કરી શકું છું. મારી પાસે ઘણા વિચારો છે. હું આઈટી એન્જિનિયર છું અને મેં 7 વર્ષ એક્સેન્ચર સાથે કામ કર્યું છે. હું મારા વ્યવસાયમાં ખૂબ જ સફળ રહહી છું પરંતુ થોડા સમય પછી મને એક સ્થિરતાનો અનુભવ થયો. તેથી હવે હું નવા ક્ષેત્રમાં નવો ધંધો શરૂ કરવા વિશે વિચારી રહી છું, જે ના મને ફક્ત આર્થિક લાભ આપશે, પરંતુ સમાજ માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે. હું જાણું છું કે આમાં ખતરો છે પરંતુ જે થવાનું છે એના માટે મને કોઈ બીક નથી લગતી.”- તિનાલી, 31, મુંબઇ 

ઘણાં વર્ષોથી મને સભાનપણે જાણવાની ઇચ્છા, ઉત્સુકતા છે. મારા વ્યવસાયમાં, હું સફળતાપૂર્વક આગળ વધી રહી હતી અને એક મુકામ પર પહોંચી ગઈ હતી જ્યાં હું આશ્વર્ય ભરેલું જીવન જીવી રહી હતી. આર્થિક રૂપે હવે મારી પુત્રી પણ સ્વતંત્ર છે અને તેની શૈક્ષણિક લોન પણ ચુકવાઈ ગઈ છે તેથી હું એવા પ્રશ્નો તરફ વળી જેનો હું થોડા દિવસોથી જવાબો શોધી રહી હતી. અમુક સમયે મને લાગ્યું કે મને મારા પ્રશ્નોના જવાબનો સ્રોત મળી ગયો છે, પરંતુ પાછળથી સમજાયું કે તે આવું નથી. હું પોતાને બીજા પર આશ્રિત એક જીવ જેવુ અનુભવ કરી રહી હતી જે આ દુનિયામાં કોઈની શોધ કરી રહ્યો હોય – કોઈ એવો જે તેના પર થોડો પ્રકાશ પાડી શકે – એક ગુરુની જેમ. મારી શોધમાં ગુરુ શબ્દ નહતો, પરંતુ હું હજી પણ શોધી રહી હતી. પછી, બે વર્ષ પહેલાં, મને સદગુરુ વિશે એક પુસ્તક મળી. અને ... મે એમને શોધી લીધા;

તે જ ક્ષણથી, મારા જીવનનો હેતુ કોઈ પણ કિંમતે આશ્રમમાં આવવાનો થઈ ગયો હતો. અંતે હું આશ્રમમાં આવી. તે ખૂબ સુંદર હતું. પછી સાધનાપદ. પછી સમ્યમા. જો ગુરુ જ મારું લક્ષ્યસ્થાન છે, તો હું પૂર્ણરૂપે પોતાને સમર્પિત કરીશ કે તેમની દૂરદ્રષ્ટિ મુજબ હું ગમે એવું કરી શકું, નક્કી જ કરીશ. - સોફિયા, 42, દુબઇ

હું અને મારી પત્ની સંપૂર્ણ સમય માટે આશ્રમમાં આવવા માંગીએ છીએ. અમે આશ્રમ સિવાય ક્યાંય રહેવા માંગતા નથી. અમારા ગુરુ અહીં છે. આપણે ફક્ત તેમના ચરણોમાં રહેવા માંગીએ છીએ. આ એકમાત્ર વસ્તુ છે. મારી અંદર કંઈક મોટું થઈ રહ્યું છે. મારે આ પ્રક્રિયા ઝડપી બનાવવી છે. મારે હવે અહીં જ રહેવું જોઈએ. - રવિ, 32, દિલ્હી  

 મારા ઉદ્દેશોમાં, હવે મને કોઈ ઇચ્છા નથી સિવાય કે હું ફક્ત આશ્રમનો એક ભાગ બની જાઉં, ઇશાનો એક ભાગ બની જાઉં. બસ, ધ્યાનલિંગમાં, તે ગમે તે હોય, ગમે તે જગ્યા હોય, મારે તેની નજીક જ રહેવું પડશે. મને ત્યાં દરરોજ રહેવાની તક મળે. બસ આ જ મોટી વાત છે. સદગુરુએ કહ્યું છે કે સ્થાનોને પ્રાણ-પ્રતિષ્ઠિત કરવા માટે તેમને ટેકો આપવાની તકો ઉપલબ્ધ છે. હું આ સ્થાન મારા માટે જે કંઈ પણ કરી રહ્યું છે તેમાં સંપૂર્ણ રીતે સામેલ થવા માંગું છું. હું ચોક્કસપણે પોતાના માટે બ્રહ્મચર્યના માર્ગ વિશે વિચારવા માંગું છું. પરંતુ હું તે ઉદ્દેશો પર વધારે ભાર આપી રહ્યો નથી. જો તે થાય તો તે થશે, હું તે દિશામાં પ્રયાસ કરીશ. - ગેરી કાવાન્ધ, 27, આયર્લેન્ડ

જ્યારે હું અહીં આવ્યો ત્યારે હું આઈટીમાં 15 વર્ષથી કામ કરતો હતો. હું મારા કામથી બહુ ખુશ નહોતો. પછી મેં નક્કી કર્યું, "હું આશ્રમમાં આવીશ અને તેઓ મને જે કહેશે તે કરીશ - વાસણ ધોવા, શૌચાલય સાફ કરવા, કંઇ પણ વાંધો નથી પરંતુ હવે હું આઈટી નહીં કરું. પણ અહીં જ્યારે સેવા કાર્ય વહેંચવામાં આવ્યા ત્યારે મને આઈટી જ મળ્યું. હું વિચારતો હતો, "અરે હું આ માટે અહીં નથી આવ્યો." નિરાશાથી લટકતા ચહેરા સાથે હું મારી પ્રથમ સેવા માટે ગયો. પરંતુ હવે મારે સ્વીકારવું પડશે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં મને આ કામ સાથે પ્રેમ થઈ ગયો છે. હું સાધનાપદમાં જે શિખયું છે તે મુજબ, જેટલું હું એક માણસ તરીકે વિકસ્યો છું, કે હું શું કરી રહ્યો છું અને હું કેવી રીતે છું તેની મારી સમજને સંપૂર્ણપણે બદલી ગઈ છે. 

સાધનાપદે જે કર્યું છે, ઓછામાં ઓછા છેલ્લા કેટલાક મહિનાઓમાં, મને કોઈ પણ નવી પરિસ્થિતિને સારી રીતે સંભાળવા માટે તૈયાર કર્યું છે. અહીંયા સંગઠનની યોગ્ય માત્રા છે અને બીજું બધું કરવાની સ્વતંત્રતા છે જેથી સર્જનાત્મક રીતે સમસ્યાનું સમાધાન મળે, લોકો સંપૂર્ણ રીતે સામેલ થાય અને જે જરૂરી છે તે કરે છે. અમે આ પ્રાણ-પ્રતિષ્ઠિત સ્થાનની ઉlર્જાથી ચારે તરફથી ભરાયેલા છીએ અને હા, તે અમને સંપૂર્ણ રીતે પાછું ખેંચે છે. તેથી, હું પાછો આવીશ. - ઇન્દ્રદીપ, 26, યુએસએ

અમે સાધનાપદના સહભાગીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ તેમના વિકાસ માટે તેમના સાત મહિના અહીં વિતાવ્યા. પોતાના વિકાસ માટે કામ કરતી વખતે, તેમણે આનંદ, તેમના પ્રયત્નો, તેમની ભાગીદારી અને શાંત, આનંદકારક મૌનથી ઈશા યોગ કેન્દ્રને સમૃદ્ધ બનાવ્યું છે.