Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
બ્રહ્માંડનો સૌથી મોટો ચમત્કાર આ છે: બધું જ શૂન્યમાંથી આવે છે અને પાછું શૂન્યમાં ચાલ્યું જાય છે.
જો તમારું શરીર અને મન તમારી પાસેથી સૂચનાઓ લે, તો સ્વસ્થ, શાંતિપૂર્ણ અને આનંદિત હોવું ખાલી એક શક્યતા નથી - તે એક સ્વાભાવિક પરિણામ છે.
પરમાનંદ ખાલી કોઈ એક વ્યક્તિનો ગુણ નથી - તે પ્રકૃતિનો પોતાનો ગુણ છે. આ સંસ્કૃતિમાં, આપણે "બ્રહ્માનંદ" કહીએ છીએ, જેનો અર્થ છે કે આખું સર્જન પરમ આનંદમાં છે.
આ ગણેશ ચતુર્થી પર, વિઘ્નનો દૂર કરનાર તમારા વિકાસ અને પરમ મુક્તિનો માર્ગ મોકળો કરે તેવી કામના.
જો તમે જીવનની સૌથી સરળ વસ્તુઓ સાથે પણ ઊંડી રીતે સામેલ થયેલા હોવ, તો તમે જોશો કે જીવનનું દરેક પાસું શાનદાર છે.
તમારું અસ્તિત્વ પૂરી રીતે ખીલી ઉઠે તે માટે તમારી આંતરિકતાને એન્જિનિયર કરો.
સહજતાની ભાવના તમને શાંતિની શક્તિ પ્રદાન કરે છે.
જુઓ કે તમે તમારી આસપાસના લોકો માટે વધુમાં વધુ કામ કેવી રીતે આવી શકો - તો પછી તમે સ્વાભાવિક રીતે જ યોગ્ય રીતે વર્તશો.
સફળતા તમારા ગ્રહોના મેળ બેસવાથી નથી મળતી, પણ તમારા ઉદ્દેશ્યને પૂરો કરવા માટેની પ્રતિબદ્ધતા અને તેના માટે જરૂરી હોય તે યોગ્ય રીતે કરવાથી મળે છે. સૌથી મહત્ત્વનું છે તમારી અંદર સુમેળમાં હોવું.
આત્મજ્ઞાનીઓને હંમેશાથી દ્વિજ કે "બીજીવાર જન્મેલા" કહેવામાં આવે છે. તમે પ્રાણી હોવાથી આગળ વધીને એક જીવમાં વિકસિત થાવ તેવી કામના.
જ્યારે તમે સવારે ઉઠો, ત્યારે સૌથી પહેલા તમારે સ્મિત કરવું જોઈએ. તમે જીવિત છો! શું તે સૌથી મોટા આશીર્વાદ અને સ્મિત કરવા પૂરતું કારણ નથી.
કર્મો તમારું બંધન છે પણ જો તમે તેમને યોગ્ય રીતે સંભાળો તો કર્મો તમારી મુક્તિનું પગથિયું પણ બની શકે છે.