FILTERS:
SORT BY:
Clear All
જો તમે તમારી ઊર્જાનો ઉલ્લાસ, મનની તાજગી અને પ્રેમાળ હૃદય જાળવી રાખો, તો દરેક દિવસ એક નવું સાહસ છે.
જ્યારે તમે તર્કના ગુલામ બની જાઓ છો, ત્યારે તમે જીવનનો જાદુ ચુકી જાઓ છો. મારું કામ લોકોને તર્કના માળખાથી પરે, આપણા પોતાના અસ્તિત્વના સાચા જાદુ તરફ લઈ જવાનું છે.
જો તમે ઉપલબ્ધ હોવ, તો હું હંમેશા ઉપલબ્ધ છું - તમારા આખા જીવન દરમિયાન અને તેનાથી પરે પણ. મારું શરીર છોડું તે પછી પણ હું ઉપલબ્ધ હોઈશ.
જ્યારે નવી પરિસ્થિતિઓ સામે આવે - તમને ન ગમે તેવી હોય તો પણ - તેને સ્વીકારો. તમારામાં જેટલો ઓછો અવરોધ હશે તેટલા તમે વધુ ચપળ અને અસરકારક બનશો.
સફળતા ત્યારે છે જ્યારે પરિસ્થિતિઓ નક્કી ન કરે કે તમે કેવા છો - તમે નક્કી કરો કે પરિસ્થિતિ કેવી હોવી જોઈએ.
જીવન તમે શું કરો છો તેના વિષે નથી, પણ કઈ રીતે કરો છો બસ તેના વિષે જ છે.
શિક્ષણ માટે પ્રેરણાની જરૂર છે, ખાલી માહિતીની નહિ. બસ પ્રેરિત મનુષ્યો જ તેમનું પોતાનું જીવન અને તેમની આસપાસના જીવનને રૂપાંતરિત કરી શકે છે.
સમૃદ્ધિ તમારા કપડાં, ઘર કે ગાડી વિષે નથી. સાચી સમૃદ્ધિ તમે કેટલા ખુશ, પ્રેમાળ અને આનંદિત છો તેના વિષે છે.
કાલ ક્યારેય નથી આવતી. તે જ જીવનની સુંદરતા છે: તમારે બસ આજને જ સંભાળતા શીખવાની જરૂર છે. એકવારમાં એક જ દિવસ, એકવારમાં એક જ ક્ષણ.
એક સશક્ત દેશનું નિર્માણ કરવા, આપણે તેને સ્પષ્ટ વિઝન, પ્રતિબદ્ધતા અને યોગ્ય કાર્ય કરવાના સાહસ સાથે પોષવો જોઈએ. ભારત પૃથ્વી પરના સૌથી જીવંત દેશમાં વિકસિત થાય તે માટે આપણા બધાના યોગદાનની જરૂર છે.
જીવન તેના લક્ષ્યમાં નથી. જીવન તેની પ્રક્રિયામાં છે - તમે અત્યારે જીવનને તમારી અંદર કેવી રીતે અનુભવો છો તેમાં છે.
મારી કામના છે કે તમારા સપના પૂરા ન થાય, તમારી આશાઓ પૂરી ન થાય કેમ કે તે તમે જે જાણો છો તેના પર આધારિત છે. એવી સંભાવનાઓની ખોજ કરો જેના સંપર્કમાં તમે ક્યારેય નથી આવ્યા.