પ્ર: ભારતીય સંસ્કૃતિમાં આપણે હંમેશાં શાંતિ અને આનંદ વિષે વાત કરી છે. ભગવાનને ઘણા બધા શસ્ત્રો - હથિયારોથી દસ હાથ અને તેના જેવી વસ્તુઓ સાથે શા માટે ચિત્રિત કરવામાં આવ્યા છે? શા માટે તેઓ આટલા હિંસક પ્રદર્શિત થાય છે?

સદગુરુ: કારણ કે તેઓ શસ્ત્રાગારના વ્યૂહાત્મક મહત્વને સમજી ગયા હતા! આ દેશમાં, આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોકેટ અને મિસાઇલ વૈજ્ઞાનિક હતા. ખૂબ જ શાંતિપૂર્ણ લોકો શસ્ત્રોના ઉત્પાદનમાં સામેલ છે કારણ કે તેઓને સમજાયું કે જો તમારી પાસે જરૂરી હથિયાર હોય તો જ તમે રાષ્ટ્ર માટે શાંતિ જાળવી શકો. નહિંતર, કોઈપણ અને દરેક વ્યક્તિ તમારી ઉપર ચાલશે. અન્ય ધર્મોમાં, તેમના ભગવાન નિ:શસ્ત્ર છે પરંતુ તેમના લોકો સશસ્ત્ર છે. આપણે એવી દુનિયામાં નથી રહેતા જ્યાં માનવ ચેતના એવી છે કે શસ્ત્રો બિનજરૂરી છે અને આત્મ-સુરક્ષા હવે કોઈ મુદ્દો નથી. આપણે હજી સુધી તે તબક્કે પહોંચ્યા નથી.

પૃથ્વી પરના સૌથી સફળ રાષ્ટ્રો સામાન્ય રીતે શસ્ત્રો ઉત્પન્ન કરીને બચી ગયા છે. ગ્રહ પરનો સૌથી મોટો ધંધો શસ્ત્ર અને શસ્ત્રાગાર છે. તેથી આપણા ભગવાનને સમજ હતી. તેઓ ખૂબ વ્યૂહાત્મક છે. કારણ કે લોકો હંમેશાં ભગવાનની પાસે મોટે ભાગે રક્ષણ અને સુખાકારીની શોધમાં જતાં હોય છે, નિશસ્ત્ર ભગવાનને નકામા માનવામાં આવતાં હતાં - તેથી તેઓએ તેમને સશસ્ત્ર કરી દીધા. પરંતુ તેમની પાસે શાંતિના અન્ય પ્રતીકો પણ છે. તે એવું છે કે જાણે એક જ સમયે જેતૂન(ઓલિવ)ની શાખા અને બંદૂક છે.

નહીં હિંસા કે શાંતિ પણ નહીં

આવશ્યકપણે, આ નિરૂપણ હિંસા અથવા શાંતિ માટે નથી. તે તમને સમજાવવા માટે છે કે તમે ભગવાન તરીકે જેનું પ્રતીક કરો છો તે જીવનનું ઉચ્ચતમ પાસું છે. જીવન ન તો શાંતિ છે અને ન તો હિંસા. તે ઘણી વસ્તુઓનું એક જટિલ મિશ્રણ છે. અને શાંતિ અને હિંસા બંને તેમાં ખૂબ જ શામેલ છે.

જીવન ન તો શાંતિ છે અને ન તો હિંસા. તે ઘણી વસ્તુઓનું એક જટિલ મિશ્રણ છે.

લોકો વારંવાર તેમના ઘરે બગીચામાં આરામ કરે છે. તેઓ માને છે કે બગીચો ખૂબ શાંતિપૂર્ણ છે. પરંતુ તે સાચું નથી. જો તમે પૃથ્વીની નીચે ખોદકામ કરો છો, તો મૂળ, કીડા, જમીન અને જુદા જુદા જીવો વચ્ચે અસ્તિત્વ માટે સતત એક વિશાળ લડત ચાલુ છે. ક્ષણે-ક્ષણે, તેમાંના લાખો લોકો માર્યા જાય છે, લાખો લોકો જન્મ લે છે. હત્યા ન કરવાના સંદર્ભમાં શાંતિનો તમારો વિચાર ખૂબ જ અપરિપક્વતા વાળી શાંતિ જેવું છે.

અહીં, આ સંસ્કૃતિમાં, આપણે શાંતિને બાહ્ય દ્રષ્ટિથી જોઈ નથી. આપણે તમારી અંદર જે બન્યું છે તેને શાંતિ તરીકે જોયું. આથી જ જીવનની આવશ્યક પ્રકૃતિને જાણવાની બાબતે આંતરીક સંશોધન થયું. જો તમે તમારા બગીચા અથવા જંગલની સપાટી જુઓ, તો લોકો હંમેશાં વિચારતા હતા કે વન એક શાંતિપૂર્ણ સ્થળ છે. મને લાગે છે કે તે ખૂબ જ અપરિપક્વ વિચાર છે. જંગલ ખૂબ હિંસક સ્થળ છે. શું તમે નોંધ્યું છે, જ્યારે કંઈક હિંસક થાય છે, ત્યારે તમે કહો છો કે તે જંગલ જેવું છે - કારણ કે તમને ક્યાંક ખબર છે કે જંગલ એટલે હિંસા. જંગલ એ ખૂબ હિંસક સ્થળ છે. દરેક ક્ષણે, કોઈક કોઈકને મારવા પ્રયાસ કરી રહ્યું છે. નાના અને મોટા, તે સતત થઈ રહ્યું છે. જો તમને લાગે કે જંગલ શાંતિપૂર્ણ છે, તો તમારી દ્રષ્ટિ ખૂબ જ કાલ્પનિક છે.

જો તમે જીવનમાં થોડું વધારે ઊંડાણપૂર્વક જોશો, તો તમે સમજો છો કે શાંતિ અથવા હિંસા જેવી કોઈ વસ્તુ નથી. જીવન પ્રક્રિયામાં સૃષ્ટિ અને વિનાશ બંને શામેલ છે. આ ચાલુ છે. તમારી અંદર, તમે શાંતિપૂર્ણ હોઇ શકો છો અથવા કોલાહલભરી સ્થિતિમાં હોઇ શકો છો. પરંતુ બહાર, તમારી પાસે કોઈ વિકલ્પ નથી. જીવનમાં તમામ પાસાઓ શામેલ છે. તેથી ભગવાનને તમામ પાસાઓ સાથે દર્શાવવામાં આવ્યા હતા. જો તમે દસ હાથનું અવલોકન કરો છો, તો બધા હાથમાં શસ્ત્રો નથી. આ ફક્ત હિંસા અથવા શાંતિ માટે જ નહીં, જીવનના તમામ પાસાંના શિખરનું પ્રતીક છે.

Bha-ra-ta - The Power of a Name

સંપાદકની નોંધ: સદગુરુ આ રાષ્ટ્રના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જુએ છે અને પૃથ્વી પરના દરેક માનવી માટે આ સંસ્કૃતિ કેમ મહત્વ ધરાવે છે તે શોધે છે. છબીઓ, ગ્રાફિક્સ અને સદગુરુના પ્રેરણાદાયી શબ્દો સાથે, અહીં ભારત છે જેને તમે ક્યારેય નહીં જાણતાં હોવ!

Download Bha-ra-ta