Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
સહજતાની ભાવના તમને શાંતિની શક્તિ પ્રદાન કરે છે.
જુઓ કે તમે તમારી આસપાસના લોકો માટે વધુમાં વધુ કામ કેવી રીતે આવી શકો - તો પછી તમે સ્વાભાવિક રીતે જ યોગ્ય રીતે વર્તશો.
એકવાર તમારા સંબંધો તમારો આનંદ વહેંચવા વિષે હોય, કોઈકમાંથી આનંદ નીચોડવા વિષે નહિ, તો તમારે બધા સાથે શાનદાર સંબંધો હશે.
યોગાભ્યાસો ખોરાક જેવા છે. ખોરાક તેમના માટે જ કામ કરે છે જેઓ તેને ખાય છે. યોગાભ્યાસો તેમના માટે જ કામ કરે છે જેઓ તેને કરે છે.
જ્યારે તમે સવારે ઉઠો, ત્યારે સૌથી પહેલા તમારે સ્મિત કરવું જોઈએ. તમે જીવિત છો! શું તે સૌથી મોટા આશીર્વાદ અને સ્મિત કરવા પૂરતું કારણ નથી.
કર્મો તમારું બંધન છે પણ જો તમે તેમને યોગ્ય રીતે સંભાળો તો કર્મો તમારી મુક્તિનું પગથિયું પણ બની શકે છે.
જો તમે સમાવેશી હોવ તો જીવન ઘટિત થાય છે. જો તમે પોતાને અલગ ગણતા હોવ તો બસ માનસિક નાટક થાય છે.
મનુષ્ય જેટલી ક્ષમતા ધરાવે છે તેના હિસાબે આ એક ખૂબ ટૂંકું જીવન છે.
આ ગણેશ ચતુર્થી પર, વિઘ્નનો દૂર કરનાર તમારા વિકાસ અને પરમ મુક્તિનો માર્ગ મોકળો કરે તેવી કામના.
તમે જે કોઈ પણ હોવ, દરેક મનુષ્યની અંદર કંઇક એવું છે જે હંમેશા તમે અત્યારે જે છો તેના કરતાં વધુ થવા માંગે છે.
તમે લાખો જુઠાણાં બનાવી શકો છો, પણ સત્ય એક જ છે.
કૃપા સૂક્ષ્મ છે. જો તમે સચેત ન હોવ તો તમે તેને ચુકી જશો.