Wisdom
FILTERS:
SORT BY:
એક મનુષ્ય હોવાના સાચાં મૂલ્યને જાણવા માટે લેવડદેવડથી ઉપર ઉઠવું એ એક પગલું છે જે મનુષ્યોએ લેવું જરૂરી છે.
જો તમારે રૂપાંતરણ જોઈતું હોય તો, તેનો મોટો ભાગ તમારા શરીરમાં ઘટિત થવો જોઈએ કેમ કે શરીરમાં મન કરતાં ઘણા વધુ પ્રમાણમાં સ્મૃતિ રહેલી છે.
અસ્તિત્વની બધી હલચલ સપાટી પર છે. ખરી વસ્તુ હંમેશા સ્થિર છે.
"યુઝ એન્ડ થ્રો" માનસિકતા છોડવી એ ફક્ત પ્રદુષણ ઘટાડવા વિષે નથી - તે સમગ્ર સૃષ્ટિને આદર આપવા વિષે છે. બધું જ પૃથ્વીમાંથી આવે છે. ચાલો આપણે જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરીએ.
દિવ્યતા એવું કંઇક નથી જે સ્વર્ગમાંથી ઉતર્યું છે - તે તમે ઉચ્ચતર સંભાવનામાં વિકસિત થવા માટે ચડી શકો તેવી એક સીડી છો.
પ્રતિક્રિયા વ્યક્તિની ભૂતકાળની સ્મૃતિઓ અને નિષ્કર્ષો પર આધારિત છે. પ્રતિસાદ વર્તમાન ક્ષણમાં થતી એક જાગરૂક પ્રક્રિયા છે. પ્રતિસાદ આપતાં શીખો, પ્રતિક્રિયા નહિ.
જ્યારે તમે પોતાને જાણતાં ન હોવ માત્ર ત્યારે જ બીજા લોકોના અભિપ્રાયો મહત્ત્વના બની જાય છે.