Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
યોગનો અર્થ છે જોડાણ. તમે તે શિસ્ત વડે મેળવો કે બેફિકરીથી મેળવો તે તમારા પર છે.
ધ્યાનલિંગ દિવ્યતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે - એક જીવંત ગુરુ જે તમને એવા પરિમાણોમાં સ્પર્શે છે જ્યાં કંઈ કે કોઈ સ્પર્શી ન શકે.
જો તમારા શરીર, મન અને ઊર્જાઓને સરખી રીતે તૈયાર કરવામાં આવ્યા હોય તો માપમાં કરવામાં આવતો ઉપવાસ બહુ ફાયદાકારક નીવડી શકે છે.
બાળકોને જીવનને ગ્રહણ કરવા અને અનુભવવા માટે પોષણની જરૂર છે, શિક્ષણના એક ચુસ્ત માળખાની નહિ, જે તેમની જન્મજાત બુદ્ધિમત્તાનો નાશ કરે છે.
જો દરરોજ નહિ તો ઓછામાં ઓછું મહિને એકવાર હિસાબ કરો - શું તમે એક વધુ સારા માણસમાં રૂપાંતરિત થઈ રહ્યા છો.
ધ્યાનનો અર્થ છે કે બહારની પરિસ્થિતિઓ જેવી પણ હોય, તમે પોતે ઈચ્છો તેવા કોઈપણ અનુભવનું નિર્માણ કરી શકો. અહીં બેસીને તમે તમારી પોતાની કેમેસ્ટ્રીને પરમાનંદ વાળી બનાવી શકો છો.
તમે જીવનને જાગરૂક રીતે સંભાળો કે અજાગરૂક રીતે તે તમારા જીવનની પ્રકૃતિ, સંદર્ભ અને ગુણવત્તા નક્કી કરે છે.
તમારો ગુસ્સો તમારી સમસ્યા છે - તેને તમારી આસપાસની દુનિયા પર ન ઠાલવો.
યુવાન હોવાનો અર્થ છે કે તમે ક્યારેય એક બંધ જીવન નથી - તમે એક ખુલ્લું જીવન છો. તમે વિકસિત થવા, શીખવા અને જીવન પ્રત્યે ખુલ્લા રહેવા માટે હંમેશા રાજી છો.
પોષણ આપે એવું વાતાવરણ બનાવવાથી જ લોકો સાથે રહી શકે છે, એકબીજા વિષે અભિપ્રાયો બાંધવાથી નહિ.
જો સમાવેશની ભાવના ન હોય તો જીવનમાં કોઈ કુદરતી એકતા નથી હોતી. આ એકતાના અભાવમાં મનુષ્યો અંતહીન રીતે પીડાય છે.
આ જીવન અહીં આ શરીર, મન કે લાગણી માટે નથી. આ શરીર, મન અને લાગણી જીવન માટે છે.