Wisdom
FILTERS:
SORT BY:
ધ્યાન સક્ષમ હોવાની નહીં પણ ઈચ્છુક હોવાની વાત છે.
તમે જેટલી વધુ સુરક્ષા ખોજશો તેટલાં જ વધુ અસુરક્ષિત બની જશો. સાચી સુરક્ષા માત્ર બેફિકર સ્થિતિમાં જ રહેલી છે.
જાણકારી, જ્ઞાન અને બુદ્ધિમત્તામાં અંતર છે. જાણકારી મેળવી શકાય છે, જ્ઞાન એક બોધ છે અને બુદ્ધિમત્તા અર્જિત કરવી પડે છે.
બધા જ સાધક છે; અમુક જલ્દી બાંધછોડ કરી લે છે, અમુક લાગ્યા રહે છે.
જો તમે પોતાને પરિપૂર્ણ કરવાના દરેક શક્ય પ્રયાસો કર્યા હોય અને તમે જોયું હોય કે કંઇ પણ ખરેખર કામ કરતું નથી, તો તેનો અર્થ છે કે તમે આ સ્થિતિમાં આવી ગયા છો: "અને હવે, યોગ."
વિચારો અને ભાવનાઓ બે અલગ અલગ વસ્તુઓ નથી. તમે જેવું વિચારો છો તેવું જ અનુભવો છો.
જ્યાં સુધી આપણે ધર્મ, વંશ, જાતિ, લિંગ અને રાષ્ટ્રીયતાના નામે વિભાજીત રહીએ ત્યાં સુધી માનવતાની સાચી સફળતા શક્ય નથી.
Devotion is not a dissection of Life, but a total Embrace.
પરંપરા પાછળની પેઢીઓને અનુસરવા વિષે નથી. તે તેમના અનુભવમાંથી શીખવા વિષે છે.
દરેક મનુષ્યની અંદર એક ચોક્કસ પ્રતિભા રહેલી છે; પરંતુ મોટાભાગે તેઓ બીજાની જેવા થવામાં તેનો નાશ કરી નાખે છે.
તમે પ્રેમમાં ઉભા ન રહી શકો, તમે પ્રેમમાં ઊંચે ન ચડી શકો, તમે પ્રેમમાં ઉડી ન શકો - તમે પ્રેમમાં ખાલી પડી જ શકો. તે ઉપરની તરફ પડવાની એક રીત છે.
મારા આશીર્વાદ છે કે, 'તમારા સપનાં પૂરા ન થાય', કેમ કે તમારી અપેક્ષાઓ જીવનની સીમિત સમજમાંથી જન્મે છે. તમે તમારા સપનાંથી પરે ઉઠીને જીવો તેવી કામના.