Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ચીડ, ગુસ્સો, નફરત અને આક્રોશ એ એક પછી એક આગળ વધતી વસ્તુ છે. જો તમને થોડી પણ ચીડ થાય, તો તમારે તેના પર કામ કરવું જોઈએ.
મને ખુશ, નાખુશ, ગુસ્સે કે દુઃખી કરવાનો અધિકાર મેં કોઈને નથી આપ્યો. આ એક વસ્તુ છે જે તમારે કરવી જ જોઈએ: તમારી હોવાની રીતે તમારાથી નક્કી થવી જોઈએ.
When it comes to inner nature, if your Consciousness is focused towards something, there is no power in existence that can stop you from getting there.
જો દરરોજ નહિ તો ઓછામાં ઓછું મહિને એકવાર હિસાબ કરો - શું તમે એક વધુ સારા માણસમાં રૂપાંતરિત થઈ રહ્યા છો.
જો તમે તમારા શરીર, મન અને લાગણીઓને ખોલી દો તો તમારું જીવન ઘણું સારું હશે. જો તમે તમારી ઊર્જાઓને ખોલો, તો તે ચમત્કારી બની જશે.
તમારી નિષ્ફળતાઓમાંથી ફક્ત શીખો જ નહિ; નિષ્ફળ ન થતા શીખો. તમને જેની પણ આકાંક્ષા હોય, તે કેમ કરવું તે શોધી કાઢો. જીવન તમારું કર્મ છે - તે તમારું બનાવેલું છે.
કામમાં અને અભિવ્યક્તિમાં, દરેક માણસ અલગ હોઈ શકે. પરંતુ મૂળ જીવનના સંદર્ભમાં, દરેક મનુષ્ય સમાન છે.
યુવાન હોવાનો અર્થ છે કે તમે ક્યારેય એક બંધ જીવન નથી - તમે એક ખુલ્લું જીવન છો. તમે વિકસિત થવા, શીખવા અને જીવન પ્રત્યે ખુલ્લા રહેવા માટે હંમેશા રાજી છો.
માટી ન તો એક સંપત્તિ છે, ન તો એક અંતહીન રિસોર્સ. જો આપણે તેનો નાશ કરીએ તો આ ગ્રહ પર જીવનનું અસ્તિત્વ મટી જશે. માટી બચાવો.
ઈનર એન્જિનિયરિંગનો મૂળ અર્થ એ છે કે તમારા શરીર અને મનના આ જટિલ મશીનને તમારી વિરુદ્ધમાં નહિ પણ તમારી માટે કામ કરે તે રીતે એન્જિનિયર કરવું.
યોગનો અર્થ છે જોડાણ. તમે તે શિસ્ત વડે મેળવો કે બેફિકરીથી મેળવો તે તમારા પર છે.
ધ્યાનલિંગ દિવ્યતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે - એક જીવંત ગુરુ જે તમને એવા પરિમાણોમાં સ્પર્શે છે જ્યાં કંઈ કે કોઈ સ્પર્શી ન શકે.