ભારત એક યુવા દેશ છે પણ આજકાલ ની જીવનશૈલી અને તણાવને લગતી બીમારી ઓ વધી રહી છે. આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ છીએ? સદગુરુ આ પ્રશ્નનો ઉત્તર આપતા, પહેલા કહે છે કે ભારત એક યુવા દેશ નથી, પરંતુ આ ધરતી પર સૌથી જૂનો દેશ છે. સદગુરુ એ પણ કહે છે કે સત્યની શોધ અને જિજ્ઞાસુ પ્રકૃતિએ જ આપણને હજારો વર્ષોથી એક દેશ તરીકે જોડી રાખ્યાં છે. સ્વાસ્થય વિષે બતાવતા સદગુરુ કહે છે કે પ્રાચીન પધ્ધતિ ઓ અને યોગને જીવનના દરેક આયામમા પાછું લાવવું જરૂરી છે. આપણે આપણાં સ્વાસ્થ્યની જવાબદારી જાતેજ જ લેવી પડશે અને એના પ્રત્યે ધ્યાન પણ આપવું પડશે કે આપણે કેવી રીતે બેસીએ છીએ, કેવી રીતે શ્વાસ લઈએ છીએ , કેવી રીતે ખાઈએ છે અને કેવી રીતે આપણું જીવન જીવીએ છે.
Subscribe