કર્મ અને યાદશક્તિ

સદગુરુ આપણી સ્મરણશક્તિ ની પ્રવૃત્તિ વિષે વાત કરતા કહે છે કે તેનો પ્રભાવ ના કેવળ આપણા મન અને ભાવનાઓ પર જ નહિ, પરંતુ શરીર અને તેના મૂળ બંધારણ પર પણ થાય છે. આપણી આંખો યાદોના ભારથી લદાઈલી છે. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, સાંભળીએ છીએ, એ બધી જ જાણકારી જૂની યાદોના લીધે વિકૃત થઈ જતી હોય છે. જૂની યાદોનો આ પ્રભાવ જ કર્મ છે. યોગનો ઉદેશ્ય એક એવું નેત્ર વિકસિત કરવાનું છે, જે યાદોથી મુક્ત હોય.તેઓ આપણી સ્મરણશક્તિ ને માનવ શરીર ના કર્મ ની રચના સાથે જોડે છે અને તેની પરે જવાનો માર્ગ પણ બતાવે છે.