કાવેરી પોકારે, તમિળનાડુ અને કર્ણાટકમાં પ્રથમ તબક્કામાં 73 કરોડ વૃક્ષો વાવશે, એગ્રો ફોરેસ્ટ્રિમાં સ્થળાંતર કરીને, એમ કાવેરીના તટપ્રદેશમાં કૂલ 242 કરોડ વૃક્ષો રોપવા માટે ખેડૂતોને ટેકો આપશે.

કાવેરી નદી અને તેનો તટપ્રદેશ વિશ્વના સૌથી ઉત્પાદક તટપ્રદેશમાંનો એક છે. પરંતુ આજે તેનો પાણીનો પ્રવાહ 70 વર્ષમાં 40% થી પણ વધુ ઘટ્યો છે. 2016 માં, કાવેરી તેના સ્રોત પર શુષ્ક થઈ ગઈ હતી કારણ કે વરસાદ 40-70% જેટલો જ થયો હતો. વ્યંગની વાત તો એ છે કે તમિળનાડુને 2015ના શરૂના કેટલાક મહિનામા ભયાનક પૂરનો સામનો કરવો પડ્યો હતો. ૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંદાજીત 20,000-160,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અને એક વર્ષ પછી, 2017 ના ઉનાળામાં, ફરી એકવાર, તામિલનાડુએ દુષ્કાળનો સામનો કર્યો - 140 વર્ષમાં સૌથી ખરાબ, જ્યારે કર્ણાટક ખાદ્ય અનાજના ઉત્પાદનમાં 36% ની કમી દર્શાવે છે. ભારતની લગભગ તમામ મોટી નદીઓમાં પૂર-દુષ્કાળના ચક્રોનો વારો એ ઘણું સામાન્ય થઈ રહ્યું છે. હવે કંઈક કરવાનો સમય આવી ગયો છે.