Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
એકવાર તમને બીજાએ શું કરવું જોઈએ તે વિષેની કોઈ અપેક્ષા ન હોય, પછી તમારો સંબંધ સફળ હશે.
પોતાના માટે સ્નેહ કે ધ્યાનની જરૂર વિના બધા પર સ્નેહ વરસાવવા સક્ષમ હોવું - તે છે સ્વતંત્રતા.
એવું ન વિચારો કે આધ્યાત્મ એટલે એક સરસ, શાંત જીવન મેળવવું. તેનો અર્થ છે એક આગની જેમ હોવું.
આંખ કે નાકનો આકાર ભલે જેવો પણ હોય, એક આનંદિત ચહેરો હંમેશા એક સુંદર ચહેરો હોય છે. આનંદિત બનો - સુંદર બનો.
કંટાળો જીવન સાથેના સમાવેશના અભાવથી આવે છે. તમે તમારા પોતાના વિચારો અને લાગણીઓમાં ખોવાયેલા છો.
તમે પોતાના વિષે જે વિચારો છે તેનું અને બીજા તમારા વિષે જે વિચારે છે તેનું અસ્તિત્વની દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી.
હજારો વર્ષોથી, આપણી નદીઓએ આપણને માતાની જેમ અપનાવ્યા અને પોષિત કર્યા છે. આ જ સમય છે કે હવે આપણે તેમને અપનાવીએ અને પોષિત કરીએ.
તમારે સંપૂર્ણ થવા માટે કંઈ કરવાની, કંઈ વિચારવાની કે કંઈ અનુભવવાની જરૂર નથી. તમે જેમ છો તેમ એક સંપૂર્ણ જીવન છો.
તમારા જીવનની પરિસ્થિતિઓમાં ભલે જે પણ સંકટ ચાલી રહ્યું હોય, પણ પોતાને એક સંકટમાં ફેરવશો નહિ.
શિક્ષણ કોઈ વ્યવસાય ન હોવો જોઈએ - તે એક પેશન હોવું જોઈએ. તો જ શિક્ષણ તથ્યોને થોપવામાંથી સત્યની ખોજ તરફ આગળ વધી શકશે.
તણાવ જીવનનો એક સ્વાભાવિક ભાગ નથી. તણાવ આપણી પોતાની સિસ્ટમને સંભાળવાની અક્ષમતામાંથી આવે છે.
જ્યારે તમે તમારી નશ્વર પ્રકૃતિનો સામનો કરો ત્યારે જ પરે જવાની ઝંખના એક સાચી શક્તિ બને છે. નહીંતર, આધ્યાત્મિક પ્રક્રિયા બસ મનોરંજન છે.