એક શાંત સમુદ્ર
એક શાંત દિવસ
એક શાંત મન
એક પ્રાચીન ઋષિનું
અગ્નિથી ઝળહળતું
પણ એક પ્રચંડ હૃદય
અનેક સદીઓથી સળગતો
અજ્ઞાનીઓ માટે વિધ્વંસક
શોધકો માટે જ્ઞાનપ્રદ
જડ લોકો માટે નિર્દય
ઈચ્છુકો માટે કોમળ
પહેલાં યોગીની એ ભડભડતી અગ્નિ
જ્યારે બધી જ યુક્તિઓ પડી ભાંગે છે
અજ્ઞાનનાં આચ્છદનને બાળી નાખવાં અને
ભવિષ્યનાં દુર્ગોને(કિલ્લાઓ) પ્રકાશિત કરવા
ભવિષ્યના દુર્ગો જે સૌથી પહેલાં
બંધાય છે અજ્ઞાની કે પ્રકાશિત મનમાં
આ દુર્ગો જ્યારે તેની કૃપા વડે ઝળહળશે
જે બધી જાતિઓનાં નીલવર્ણી સર્જક છે
તે વસવાટ માટે એક ઉત્તમ સ્થળ બનશે
અને પરે જવાના રસ્તાઓ માટે એક ગલિયારો બની જશે.
ઓહ, આપણે કેટલાં ભાગ્યશાળી છીએ
કે આદિયોગીની એ અગ્નિનું વહન કરીએ છીએ.