પર્વત પર બેઠાં એ વૈરાગથી દૂર રહેતાં હતાં તપસ્વીઓ પણ
પણ એ સાતેયે કર્યું બધું જ સહન
અને એમનાથી નહીં ફેરવી શક્યાં શિવ તેમના નયન
એ સાતેયની પ્રચંડ તીવ્રતાએ તોડી નાખી તેમની હઠ અને દુષ્ટતા
દિવ્ય લોકના એ સાતેય ઋષિઓ નહોતી શોધી રહ્યાં સ્વર્ગની આડ
શોધી રહ્યાં હતાં તેઓ દરેક માનવ માટે માર્ગ જે પહોંચાડી શકે તેમને સ્વર્ગ અને નર્કની પાર
પોતાની પ્રજાતિ માટે ન રહેવા દીધી મહેનતમાં કમી
શિવ રોકી ન શક્યા કૃપા પોતાની
શિવ ફર્યાં દક્ષિણ તરફ
જોવા લાગ્યાં માનવતા તરફ
તેઓ ન ફક્ત થયાં દર્શન વિભોર
તેમની કૃપાની વર્ષામાં થયાં તરબોળ
અનાદિ દેવની કૃપાના પ્રવાહમાં
તે સાતેય ઉમટવા લાગ્યાં જ્ઞાનથી
બનાવ્યો એક સેતુ વિશ્વને સખત કેદથી મુક્ત કરવા માટે
વરસી રહ્યું છે આજે પણ આ પાવન જ્ઞાન
આપણે નહીં રોકાઈએ ત્યાં સુધી જ્યાં સુધી પ્રત્યેક જંતુ સુધી ન પહોંચી જાય આ વિજ્ઞાન