logo
logo

શિવ પુરાણ

શું શિવ માત્ર સાંસ્કૃતિક પ્રતિક છે કે રાખ ચોપડેલા યોગી જેને મહાદેવ- દેવોનાં દેવ કહેવામાં આવે છે તેના અંગે કઇ વિશેષ છે?

શિવ પુરાણ - વાર્તાઓનાં માધ્યમ વડે વિજ્ઞાન


સદ્‍ગુરુ શિવપુરાણમાં કઈ રીતે વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે જ એ કઈ રીતે મર્યાદાઓને પાર કરવા શક્તિશાળી સાધન છે તે સમજાવે છે.

પ્રશ્ન: સદ્‍ગુરુ, આપ શિવને ખૂબ મહત્વ આપો છો. તમે શા માટે કોઈ બીજા ગુરુઓ વિષે આટલી વાતો નથી કરતા, ઉદાહરણ તરીકે ઝેન ગુરુઓ?

સદ્‍ગુરુ: આ વિશાળ રિક્તતામાં, જેને આપણે શિવ તરીકે ઓળખીએ છીએ તે છે જે છે જ નહીં – સદા અને શાશ્વત. પરંતુ માણસની સમજણશક્તિ આકાર પૂરતી મર્યાદિત હોવાથી, આપણે શિવ માટે સંસ્કૃતિ અને પરંપરામાં ઘણા અદ્‍ભૂત સ્વરૂપો બનાવ્યા છે. ગૂઢ, જેનો પાર ન પામી શકાય એવા ઈશ્વર; કલ્યાણકારી શંભો; પોતાની રક્ષા ના કરી શકે તેવા ભોળાનાથ; દક્ષિણામૂર્તિ, જે વેદ, શાસ્ત્ર અને તંત્રનાં જ્ઞાતા અને મહાન ગુરુ; આસાનીથી ક્ષમા આપી દે એવા આશુતોષ, ભૈરવ, જે સૃષ્ટિના સંહારક તરીકે કલંકિત છે; અચલેશ્વર, સંપૂર્ણ સ્થિર; બધા નર્તકોમાં સૌથી વધુ સ્ફૂર્તિવાળા અને ક્રિયાશીલ, નટરાજ - જીવનમાં જેટલાં પાસા હોય એ બધાં જ એમને ધરાવવામાં આવે છે.

સામાન્ય રીતે દુનિયાના મોટા ભાગનાં વિસ્તારોમાં લોકો જેને દિવ્ય તત્વ ગણે છે તેને ‘સારું’ માનવામાં આવે છે. પરંતુ જો તમે શિવ પુરાણ વાંચશો તો તમે શિવને સારા કે ખરાબ માણસ તરીકે ઓળખી નહીં શકો. એ બધું જ છે - એ સૌથી વધુ કદરૂપા છે અને સૌથી વધુ સુંદર છે, એ સૌથી સારા છે અને સૌથી ખરાબ છે; એ સૌથી વધુ શિસ્તબદ્ધ છે અને તેઓ શરાબી પણ છે. દેવો, દાનવો અને દુનિયાના બધાં જ પ્રાણીઓ એમની ભક્તિ કરે છે. કહેવાતા સભ્ય સમાજે પોતાની અનુકૂળતા માટે શિવની એ બધી વાર્તાઓ બાજુ પર મૂકી દીધી જે એમને સ્વીકારવી અઘરી પડે, પણ જે શિવત્વ છે એ એમાં જ છે. જીવનના તદ્દન વિરોધાભાસી પાસાઓ વડે શિવનાં વ્યક્તિત્વમાં ઘડાયેલાં છે. અસ્તિત્વનાં બધાજ ગુણો નું આટલું જટિલ મિશ્રણ એ એક વ્યક્તિમાં સમાવવામાં આવ્યું છે કારણ કે, તમે જો આ એક વ્યક્તિને માની શકો તો, તમે જિંદગી એની મેળે જ તરી જાઓ છો. વ્યક્તિના જીવનનો સંઘર્ષ એજ છે કે આપણે શું સુંદર છે અને શું સુંદર નથી, શું સારું છે અને શું ખરાબ તેની પસંદગીમાં જ રહીએ છીએ. જીવનમાં તમને ક્યારેય કોઈ સાથે મુશ્કેલી નહીં આવે જો તમે માત્ર આ માણસને સ્વીકારી શકો જે જીવનની બધી શક્યતાઓનું જટિલ મિશ્રણ છે

જો તમે શિવપુરાણની વાર્તાઓ ધ્યાનથી જોશો તો, તેમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત, ક્વોંટમ મિકેનિક્સ - આખું આધુનિક ભૌતિક વિજ્ઞાન, ખૂબ સુંદર રીતે વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ એક તર્કવાદી સંસ્કૃતિ છે જેમાં વિજ્ઞાનને વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવતું હતું. બધું જ માનવરૂપ આપીને સમજાવવામાં આવતું. પરંતુ સમય જતાં લોકોએ વિજ્ઞાન ભુલાવી દીધું અને માત્ર વાર્તાઓને જ યાદ રાખી, અને પેઢી દર પેઢી વાર્તાઓમાં અત્યંત બેહુદી રીતે અતિશયોક્તિ વધી ગઈ. જો તમે વાર્તાઓને ફરીથી વૈજ્ઞાનિક રીતે લેશો તો એ વિજ્ઞાન સમજાવવાનો સુંદર રસ્તો છે.

શિવપુરાણ માણસની પ્રકૃતિને સભાનતાના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટેનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે, જે સુંદર વાર્તાઓના સ્વરૂપે વ્યક્ત કરાયેલ છે. યોગને વૈજ્ઞાનિક રીતે દર્શાવાયો છે, તેને વાર્તાઓમાં નથી સમાવવામાં આવ્યો પણ, જો તમે ઊંડાણપૂર્વક જુઓ તો યોગ અને શિવપુરાણને અલગ નહીં તારવી શકો. તે એક રીતે એવા લોકોને માટે છે જેમને વાર્તાઓ ગમે છે અને બીજી રીતે એવા લોકો માટે જે દરેક વસ્તુને વૈજ્ઞાનિક આધારે જુએ છે, પરંતુ બંનેનો મૂળભૂત આધાર એક જ છે.

આજે વૈજ્ઞાનિકો આધુનિક શિક્ષણપદ્ધતિ પર અઢળક સંશોધનો કરે છે. એ બધાં જ એક વાત સ્પષ્ટપણે કહે છે કે જો બાળક ૨૦ વર્ષ સુધી પ્રચલિત શાળા પ્રણાલીમાં શિક્ષણ લઈને બહાર પડે તો, એની બુદ્ધિનો મોટો ભાગ સુધારી ન શકાય એ હદે નાશ પામે છે. એનો અર્થ એવો થયો કે એ ખૂબ વિદ્વાન મૂર્ખ તરીકે બહાર પડે છે. એ લોકો સૂચવે છે કે શિક્ષણ પ્રદાન કરવાના રસ્તાઓ પૈકી સૌથી ઉત્તમ રસ્તો એ છે કે શિક્ષણને વાર્તાઓ સ્વરૂપે અથવા નાટકો સ્વરૂપે આપવામાં આવે. એ દિશામાં થોડાં પ્રયત્નો થયા છે, પરંતુ વિશ્વ નું મોટા ભાગનું શિક્ષણ દમનકારી રહ્યું છે. માહિતીનો વધુ પડતો જથ્થો તમારી બુદ્ધિમત્તાને દબાવી દે છે સિવાય કે એ તમને કોઈ ચોક્કસ રીતે આપવામાં આવી હોય, અને વાર્તાઓ સ્વરૂપે શીખવવું એ ઉત્તમ રસ્તો હશે. આ સંસ્કૃતિમાં એમ જ કરવામાં આવતું હતું. વિજ્ઞાનના સૌથી મહત્વના આયામોને સુંદર વાર્તાઓ સ્વરૂપે પ્રસારિત કરવામાં આવતાં હતા.

    Share

Related Tags

આદિયોગી

Get latest blogs on Shiva

Related Content

આદિગુરુ કવિતા । શિવ વિષે