પ્રશ્નકર્તા: સદગુરુ, અમુક સમયે, હું જાત જાતનાં વલણથી, નિશ્ચિતપણે લક્ષ્યોનો પીછો કરતો હોઉં છું. અન્ય સમયે, હું ઇરાદાપૂર્વક ખૂબ જ ધીરજ રાખું છું, અને હું રાહ જોઉં છું કે વસ્તુઓ તેમની પોતાની અનન્ય અને સુંદર રીતે પ્રગટ થાય. તમારા મતે, આનાથી સારો અભિગમ કયો છે?

સદગુરુ: વિશ્વમાં કંઈ પણ કરવાના સંદર્ભમાં આપણે જાણવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. ક્ષમતા, બુદ્ધિ, આ બધી બાબતોની જરૂર છે. પરંતુ એક મહત્વપૂર્ણ પાસું કે જે લોકો ચૂકી જાય છે, ખાસ કરીને જ્યારે તેઓ જુવાન હોય છે, તે સમય-નિર્ધારણા છે. જો તમે સમય/ પરિસ્થિતિ અનુસાર કાર્યો નહીં કરો તો શ્રેષ્ઠ કાર્યો પણ વ્યર્થ થઈ જશે. જેઓ પોતાના જીવનને કેવી રીતે વિતાવવું તે જાણતા નથી, તેઓ જ્યોતિષ શાસ્ત્રને ધ્યાનમાં લેશે અને કહેશે, "આ સારો સમય, ખરાબ સમય, શુભ સમય અથવા અશુભ સમય છે." આ માટે કોઈ પ્રમાણભૂત આલેખ નથી.

જો તમે સમય/ પરિસ્થિતિ અનુસાર કાર્યો નહીં કરો તો શ્રેષ્ઠ કાર્યો પણ વ્યર્થ થઈ જશે.

સમય નિર્ધારણ સૌથી મહત્વપૂર્ણ છે. આ તે છે જે હું મારી આસપાસના લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું – સમય નિર્ધારણનું મહત્વ. તેઓ કાર્યના મહત્વને સમજે છે. પરંતુ મોટાભાગે, તેઓ સમયના મહત્વને સમજી શકતા નથી. જો સમય યોગ્ય છે, તો નાનું કાર્ય પણ ભારે અસર પેદા કરશે. જો સમય ખોટો છે, ભલે તમે સખત દબાણ કરો, પણ થોડું ઘણું જ થશે. તમે સમય પર કેવી રીતે પહોંચશો? આ એક જટિલ બાબત છે. એક પાસું એ છે કે, તમે એક માનવી તરીકે દિવસમાં 24 કલાક શારીરિક અને માનસિક ક્ષમતાની સમાન સ્થિતિમાં નથી. તે બધા સમય વધઘટ કરે છે. જ્યારે તમે કોઈ મહત્વનું પગલું લેવા માંગો છો, ત્યારે તમારે તમારા માં શ્રેષ્ઠ હોવું જોઈએ. તમારે આ સમયની કાળજી લેવી પડશે. વિશ્વ સાથે સમય નિર્ધારણ ઘણો અનુભવ અને જ્ઞાન માંગી લે છે. પરંતુ ઓછામાં ઓછું તમારી સાથે, તમે તેને નિર્ધારિત કરો. જ્યારે તમે તમારા શ્રેષ્ઠમાં હોવ, ત્યારે તમે મહત્વપૂર્ણ કાર્યો કરો. જ્યારે તમે ખૂબ સારા નથી, તો તમે તે ના કરો.

કટિબંધ રહેવું

તાજેતરમાં, કોઈએ ઘણા વર્ષો પહેલા મારી સાથેના ડ્રાઇવિંગના તેના અનુભવ વિશે કોઈ બીજાને કહ્યું હતું. તેને હજી પણ યાદ છે કારણ કે તે ખૂબ ગભરાઈ ગયો હતો, કારણ કે મારો જમણો પગ વજનદાર છે. તેમણે કહ્યું, “તે દિવસે સદગુરુ જે રીતે વાહન ચલાવી રહ્યા હતા, મેં કહ્યું, 'સદગુરુ, આ રીતે વાહન ન ચલાવો.' '' કોઈક દિવસે જ્યારે મને ખબર છે કે હું સભાન છું ત્યારે મને ખબર છે કે તે દિવસે હું કંઇ પણ કરી શકું છું, અને હું કરીશ તે બરાબર રીતે કરીશ. બીજા દિવસે, જ્યારે હું ઓછો સભાન હોઉં, ત્યારે મને ખબર છે કે આ દિવસે મારે રોકાવું જોઈએ અને બીજા બધાની જેમ થોડી વધુ સાવધાનીપૂર્વક જવું જોઈએ. બહારની પરિસ્થિતિઓ સાથે, બાકીના વિશ્વનું પણ સમય નિર્ધારણ છે. બહારની પરિસ્થિતિઓમાં યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કરવામાં વધારે અનુભવ અને અવલોકનની જરૂર હોય છે. પરંતુ ઓછામાં ઓછું પોતાની સાથે સમય નિર્ધારણ કરવું જ જોઈએ, કે જ્યારે તમે મહત્વપૂર્ણ કામ કરવા માંગતા હો ત્યારે તમે તમારામાં શ્રેષ્ઠ હોવ.

શું મહત્વનું છે અને શું મહત્વનું નથી તે નક્કી કરશો નહીં. ફક્ત દરેક વસ્તુ પર સમાન ધ્યાન આપો, અને એજ સ્તરની તીવ્રતા સાથે પોતાને ઝોકી દો.

એકવાર તમે આ સમજી લો, પછી તમને ખ્યાલ આવશે કે તમારા જીવનની પ્રત્યેક ક્ષણમાં પોતાને શ્રેષ્ઠતમ રાખવું તે ખૂબ મહત્વનું છે. કારણ કે તમે જે નાનકડી વસ્તુ કરો છો, જો તમે મોટી કહેવાતી વસ્તુઓ જેટલું ધ્યાન સાથે તે કરવાનું શીખી જાઓ, તો પછી તમે તે નાની વસ્તુઓનો સંચિત પ્રભાવ, થોડા સમયગાળામાં જોશો, જે ખૂબ મોટી હશે . આ નાની બાબતો કંઈક અસાધારણમાં ઉમેરો કરે છે, ફક્ત એટલા માટે કે તમે તેની સંપૂર્ણ હેતુ, ધ્યાન અને અભિવ્યક્તિની તીવ્રતા સાથે કાળજી લીધી હતી.

તમે આ બધી બાબતોને તમારી અંદર અને તમારી આજુબાજુ યોગ્ય રીતે સમજો તે પહેલાં, એક સરળ, મૂળભૂત વસ્તુ તમે કરી શકો છો તે છે: શું મહત્વનું છે અને શું મહત્વનું નથી તે નક્કી કરશો નહીં. ફક્ત દરેક વસ્તુ પર સમાન ધ્યાન આપો, અને એજ સ્તરની તીવ્રતા સાથે પોતાને ઝોકી દો. ભગવાન આવે તો પણ સમાન તીવ્રતા; જો કીડી આવે, તો પણ ધ્યાન અને શામેલની સમાન તીવ્રતા. જો તમે હમણાં જ આ કરો છો, તો બધું પોતાની રીતે સરખું થઈ જશે.

હમણાં, મનુષ્યની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ વિચારે છે કે, "આ મહત્વપૂર્ણ છે - તે મહત્વપૂર્ણ નથી." "આ વ્યક્તિ મહાન છે - તે વ્યક્તિ સારી નથી." "આ ઠીક છે - તે બરાબર નથી." "આ ભગવાન છે - તે શેતાન છે. ”આમાં, તેઓ ફક્ત અડધા જીવંત બની ગયા છે. કારણ કે અડધો સમય, તેઓ ત્યાં નથી (તેઓ જે કરી રહ્યા છે તે સાથે), કારણ કે તેઓ માને છે કે તે મહત્વપૂર્ણ નથી. તમે હમણાં શ્વાસ લઈ રહ્યા છો. તે મહત્વનું નથી? તમારે તેને સંપૂર્ણ સંડોવણી અને તીવ્રતા સાથે કરવું જોઈએ. પછી અમે તમને યોગી કહીશું.

એક સરળ પદ્ધતિ

સમય નિર્ધારણ એ સૌથી અગત્યની બાબત છે, કારણ કે તમારા જીવનમાં જે સમય અને શક્તિ છે તે મર્યાદિત સંસાધનો છે.

મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ નથી, જેવું કઈ હોતું નથી. પછી ભલે તમે તમારા મિત્રને જુઓ અથવા કોઈને જે તમને ગમતું ન હોય, શું તમે એવું કંઈક કરી રહ્યા છો જે સામાજિક રૂપે મહત્વપૂર્ણ છે કે એટલું મહત્વનું નથી, જ્યાં સુધી તમે જીવનની વાત કરો છો, તમારા જીવનનો દરેક ક્ષણ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તમે જે કરો છો તે બધું મહત્વપૂર્ણ છે. જે મહત્વનું નથી, ફક્ત તે ન કરો. તમે તમારા જીવનને એવી કોઈ વસ્તુમાં કેમ રોકાણ કરો છો જે તમને લાગે છે કે મહત્વપૂર્ણ નથી? ચાલો આપણે કહીએ કે તમે કંઈક ફાલતુ કરી રહ્યા છો. મને લાગે છે કે તે મહત્વપૂર્ણ નથી, તેનાથી ફરક નથી પડતો. પરંતુ તમને લાગે છે કે તે મહત્વપૂર્ણ છે. ફક્ત જો તમને લાગે કે તે મહત્વપૂર્ણ છે, તો તમારે તેમાં તમારા જીવનનું રોકાણ કરવું જ જોઇએ. નહીં તો કેમ? જો તમે આ કરો છો, તો તમે સમય નિર્ધારણ પર પહોંચશો. તે થોડો સમય લેશે, પરંતુ તમે સમય નિર્ધારણ પર પહોંચશો, અને તે અત્યંત મહત્વપૂર્ણ છે.

જો તમે ક્રિકેટ અથવા ગોલ્ફ જેવી રમતો જોતા હો, તો તમે જોશો કે તેઓ હંમેશાં બોલને ફટકારવાના સમય વિશે વાત કરે છે. તે શક્તિ વિશે નથી. એક વ્યકિત ઉર્જાનો બગાડ કરીને બોલને ફટકારે છે. બીજી વ્યક્તિ તેને ફક્ત હડસેલે છે, અને તે એ જ જગ્યાએ જાય છે. આ સમય નિર્ધારણ છે! તમારા જીવનમાં પણ તે સાચું છે. સમય એ સૌથી અગત્યની બાબત છે, કારણ કે તમારા જીવનમાં જે સમય અને શક્તિ છે તે મર્યાદિત સંસાધનો છે. કોઈની પાસે અનંત ઉર્જા હોતી નથી. કોઈની પાસે અનંત સમય નથી. તેથી, તમારે યોગ્ય સમય નિર્ધારણ કરવું પડશે. પ્રથમ વસ્તુ જાતે નિરીક્ષણ કરવાનું શરૂ કરો. જ્યારે તમે તમારા શ્રેષ્ઠમાં હોવ, ત્યારે તમારે વસ્તુઓ કરવી જ જોઇએ. અને જો તમે તમારી જાતને પૂરતા પ્રમાણમાં અવલોકન કરો છો, તો તમે જોશો કે તમે દરેક ક્ષણે તમારા શ્રેષ્ઠ બનવું પડશે.

સંપાદકની નોંધ: આ લેખ મૂળરૂપે ફોરેસ્ટ ફ્લાવર મેગેઝિનની ઓક્ટોબર 2019 આવૃત્તિમાં પ્રકાશિત થયો હતો. here સબ્સ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.