સાધના પદ- આ સમય છે સાધના કરવાનો

યોગ પરંપરામાં વર્ષના એક વિશેષ સમયગાળાને સાધના કરવા માટે મદદરૂપ ગણવામાં આવે છે. જાણ્યે, આ વર્ષે સાધના પદમાં ઈશા યોગ કેન્દ્રમાં સાધના કરી રહેલા સાધકોના અનુભવો વિષે.
સાધના પદ- આ સમય છે સાધના કરવાનો
 

 

આધ્યાત્મિક વિકાસનો સમય

ઉત્તરાયણ અને દક્ષિણાયનની વચ્ચેનો સમય સાધકો માટે ઘણો મહત્વનો હોય છે. આ સમય ગ્રહણ કરવાની ક્ષમતા ઘણી વધારે હોય છે અને આ સાધના પદના નામે ઓળખાય છે. યોગ પરંપરામાં અને ખાસ કરીને ઉત્તરી ગોળાર્ધમાં, આ સામને સાધના માટે ઘણું મદદરૂપ માનવમાં આવે છે- આ એક સમય છે જ્યારે આધ્યાત્મિક રૂપાંતરણ એક પ્રાકૃતિક પ્રક્રિયા બની જાય છે. આ સમયમાં સાધના કરવાથી સૌથી સારા પરિણામ મળે છે.

સહેલાઈથી રૂપાંતરણ લાવવાનો સમય

Sadhanapada – Rising Through Sadhana

 

સંતુલન અને સ્પષ્ટતા- આ બન્ને પાંસાઓના મદદથી આપણે વિશ્વમાં પોતાની સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકયે છીએ. એક સંતુલિત જીવન ફક્ત બહારની ગતિવિધિઓ પર નહીં, આંતરિક હલચલ પર પણ નિર્ભર કરે છે. સાધના પદ વખતે મન અને ભાવનાઓમાં સ્થિરતા લાવીને, એક સ્થિર આધાર સ્થાપિત કરવાની સંભાવના બધા માટે ઉપલબ્ધ હોય છે. તમે એક એવો પાયો તૈયાર કરી શકો છો, જેના આધાર પર જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિથી પસાર થઈ શકાય છે.

તીવ્ર સાધનાનો સમય

Sadhanapada – Rising Through Sadhana

 

2018માં સદગુરુએ પહેલી વાર સાધકોને ઈશા યોગ કેન્દ્રના પવિત્ર વાતાવરણમાં રહીને સાધના પદનો સમય પસાર કરવાની સંભાવના ભેંટ કરી હતી. 21 દેશોના 200થી વધુ પ્રતિભાગીઓને આંતરિક પરિવર્તનની દિશામાં એક કેન્દ્રિત પ્રયાસ કરવાનો અવસર મળ્યો.

 

Sadhanapada – Rising Through Sadhana

 

કાર્યક્રમના એક ભાગના રૂપમાં, પ્રતિભાગીઓને તીવ્ર સાધનાથી પસાર થવું પડતું, જેમાં દૈનિક યોગ અભ્યાસ અને સ્વયંસેવાનો સમાવેશ થતો. આપણે આ કાર્યક્રમના શરૂઆતથી લઈને અંત- એટલે કે મહાશિવરાત્રિ- સુધીની સાધકોની યાત્રાને નિકટથી સમજીશુ અને એમના અનુભવો અને રૂપાંતરણને ઊંડાણ પૂર્વક જાણીશું.

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1