કર્મ શું છે?

સદગુરુ:તમે જેને “મારૂ જીવન” કહો છો તે એક ચોક્કસ ઉર્જાનો જથ્થો છે, જે માહિતીના એક ચોક્કસ જથ્થાથી નિયંત્રિત થાય છે. આ માહિતીને, આજના શબ્દોમાં, સોફ્ટવેયર કહેવાય છે. જીવન ઉર્જાનો એક ચોક્કસ જથ્થો માહિતીના એક ચોક્કસ જથ્થા સાથે લેવામાં આવે છે. સરવાળે આ માહિતીવાળી ટેકનોલોજી તમે છો. જે પ્રકારની માહિતી તમારામાં ગયેલ હોય તેના કારણે તમે એક ચોક્કસ પ્રકારના પાત્ર બનો છો.

જે ક્ષણથી તમે જનમ્યા ત્યારથી આ ક્ષણ સુધી જે પ્રકારનો પરિવાર, ઘર, મિત્રો, જે વસ્તુઓ તમે કરી કે ના કરી – આ બધી જ ચીજો તમને અસર કરી રહી છે. પ્રત્યેક વિચાર, ભાવના અને કર્મ ભૂતકાળમાં તમારામાં રહેલી છાપ માત્રને કારણે આવે છે. અત્યારે તમે કોણ છે તે તેઓ નક્કી કરે છે. જે ખૂબ રીતે તમે જીવનને વિચારો, અનુભવો અને સમજો છો તે માત્ર ઈન્પુટને તમે કેવી રીતે આત્મસાત કરેલ છે તે છે.

જીવનમાં ભૂતકાળની છાપો તમારા જન્મની ક્ષણથી પણ પરે છે, પણ અત્યારે તમારી સમજમાં ઓછામાં ઓછું જે ક્ષણથી તમે જનમ્યા ત્યારથી આજ દિન સુધી, જે પ્રકારના માં-બાપ, પરિવાર, અને ભણતર તમે મેળવ્યું, જે પ્રકારની ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિ, જે પ્રકારની સાંસ્ક્રુતિક વાસ્તવિકતાઓ – આ બધી જ છાપો તમારામાં ગઈ છે. કોઈ વ્યક્તિ ફક્ત તેનામાં ગયેલ માહિતીના કારણે તે અલગ જ પ્રકારનું પાત્ર બને છે. આ જ કર્મ છે. આ માહિતીને પરંપરાગત રીતે કર્મ અથવા કાર્મિક શરીર અથવા અનિયત શરીર કહેવાય છે – તે જે જીવનનું કારણ છે.

 

કર્મના પ્રકાર

આ માહિતી ઘણા જુદા-જુદા સ્તરે હોય છે. કર્મના ચાર પરિમાણો છે, જેમાંના બે હાલમાં સુસંગત નથી. સમજણ માટે આપણે બાકીના બેની વાત કરી શકીએ છીએ.

સંચિત કર્મ

એક છેસંચિત કર્મ. આ કર્મનું વખાર છે જે છેક એક કોષીય પ્રાણી અને અચેતન તત્વો કે જ્યાંથી જીવન ઉદભવ્યું ત્યાં સુધી જાય છે. બધી જ માહિતી ત્યાં છે. જો તમે તમારી આંખો બંધ કરો છો, જરૂરી જાગૃતિ લાવો છો અને પોતાની અંદર જુઓ છો, તો તમે આ બ્રહ્માંડની પ્રકૃતિને જાણી શકશો – એટલા માટે નહીં કેમ કે તમે તેને તમારા માથાથી જોઈ શકો છો પણ માત્ર એટલા માટે કેમ કે આ માહિતી તમારા શરીરની બનાવાટમાં હાજર છે. ત્યાં માહિતીનો વખાર પાછળ સર્જન સુધી જાય છે. તે તમારું સંચિત કર્મ છે. પણ તમે તમારો વખાર લઈને છૂટક ધંધો કરી શકતા નથી. તમારે છૂટક ધંધો કરવા દુકાન હોવી જરૂરી છે. તે “છૂટક દુકાન” જે આ જીવન માટે છે, તેને કહેવાય છે પ્રારબ્ધ.

પ્રારબ્ધ કર્મ

પ્રારબ્ધ કર્મ આ જીવન માટે ફાળવેલ માહિતીનો એક ચોક્કસ જથ્થો છે. તમારા જીવનની વાઇબ્રેન્સિના આધારે જીવન પોતાને માટે કેટલી માહિતી લેવી તે ફાળવે છે. સર્જન ખૂબ જ દયાળુ છે. જો તે તમારી પાસેનું ખાસ્સું એવું કર્મ તમને આપે છે તો તમે મૃત્યુ પામશો. અત્યારે ઘણા લોકો આ જીવનના 30-40 વર્ષની સામાન્ય યાદગીરીથી રિબાય છે. જો તેમને તેની સો ગણી યાદગીરી આપવામાં આવે તો તેઓ મરી જશે. પ્રકૃતિ પ્રારબ્ધ ફાળવે છે, એક ફાળવેલ યાદગીરી જેને તમે હેન્ડલ કરી શકશો.

કર્મ મુક્ત બનો!

જે કઈ પણ કર્મ તમારી જોડે હોય, તે એક મર્યાદિત સંભાવના છે અને તે જ તમને એક મર્યાદિત વ્યક્તિ બનાવે છે. તમારામાં ગયેલી છાપોના આધારે ચાહે તે નફરત હોય કે ગુસ્સો કે પ્રેમ કે આનંદ, તમારું તદનુસાર એક ચોક્કસ વ્યક્તિત્વ હોય છે – સામાન્ય રીતે પ્રત્યેક મનુષ્ય આ બધી વસ્તુઓનો એક જટિલ મિશ્રણ છે. એકવાર તમે આ કાર્મીક માળખાને એક મર્યાદા કરતાં વધુ બનવા દો છો, તો ત્યાં સ્વતંત્રતા જેવી કોઈ વાસ્તવિક વસ્તુ નથી હોતી. બધી જ વસ્તુઓ કે જે તમે કરો છો તે ભૂતકાળને આશિત હોય છે. જો તમારે મુક્તિની દિશામાં આગળ વધવું હોય તો સૌ પ્રથમ તમારે કર્મની પકડ અને બંધન ઢીલા કરવા જોઈએ. નહિતર કોઈ ગતિ થશે નહીં.

...જો તમે સાચે જ આધ્યાત્મિક માર્ગ પર છો, તો કઈ પણ ચોખ્ખું નથી હોતું. બધુ જ ઝાંખું હોય છે.

તમે તે કેવી રીતે કરો છો? એક સરળ રસ્તો એ છે કે કર્મને શારીરિક રીતે તોડો. જો તમારું કર્મ સવારમાં આંઠ વાગે ઉઠવાનું હોય, તો તમે તમારું એલારામ સવારે પાંચ વાગે મૂકો. તમારા શરીરનું કર્મ એ છે કે તેને ઊઠવું ગમતું નથી. પણ તમે કહો, “ના, હું ઊઠીને જ રહીશ.” તે ભલે ઉઠી પણ જાય, તમારા શરીરને કોફી પીવાનું મન થાય છે. પણ તમે ઠંડા ફૂવારામાં નહાવો. હવે તમે કઈક કરવા સભાન રીતે જૂની કાર્મીક પ્રક્રિયા તોડી રહ્યા છો. તમને જે પસંદ છે તે તમે બેભાનરીતે કરી શકો છો, હા કે ના? તમને જે પસંદ નથી તે તમારે સભાનરીતે કરવું જ રહ્યું. આ એકમાત્ર રસ્તો નથી, ત્યાં અન્ય ગૂઢ અને વધુ અસરકારક રસ્તાઓ છે, હું માત્ર તમને સૌથી પાયાનો રસ્તો કહી રહ્યો છું.

આધ્યાત્મિકતા અને કર્મ

એકવાર તમે આધ્યાત્મિકતાના માર્ગ પર પ્રવેશ કરો છો, તો તમે એક વિધાન કરી રહ્યા છો કે, “મને મારી અંતિમ મંજિલ પર પહોંચવાની ઉતાવળ છે.” તમારે સો જીવનકાળ લેવા નથી. અને આ સો જીવનકાળની પ્રક્રિયામાં તમે બીજા હજાર જીવનકાળ સુધી ચાલે એટલું કર્મ એકઠું કરો છો. તમારે તેમાં ઉતાવળ કરવી છે. એકવાર આધ્યાત્મિકતા શરૂ થાય છે અને જો દિક્ષા એક ચોકકસ રીતે કરવામાં આવી હોય, તો તે એવા પરિમાણો ખોલે છે જે અન્યથા ખોલી ના શકાયા હોત. જો તમે આધ્યાત્મિક ના હોત તો તમે વધુ શાંતિમય જીવન જીવ્યા હોત, પણ તે એક વધુ પ્રાણરહિત જીવન હોત, જીવન કરતાં મૃત્યુ વધુ હોત. તમારી અંદર મૂળભૂત કઈ હચમચ્યા વિના કદાચ તમે સહેલાઇથી જીવન પસાર કરી શકયા હોત.

શું આનો મતલબ એ છે કે એકવાર તમે આધ્યાત્મિક પથ પર અગ્રેસર હોવ ત્યારે બધી જ નકારાત્મક વસ્તુઓ તમારી જોડે થશે? તે તે રીતે નથી હોતું. તે માત્ર એમ જ છે કે જ્યારે જીવન જબરદસ્ત ગતિએ આગળ વધતું હોય છે – એક એવી ઝડપે જે આજુ-બાજુના લોકો કરતાં પણ વધુ ઝડપી હોય – તમને એવું લાગે છે કે જાણે તમારી જોડે કોઈ દુર્ઘટના ઘટિત થઈ રહી હોય. તમારી જોડે કોઈ દુર્ઘટના નથી થઈ રહી હોતી. તે માત્ર એમ છે કે તેઓ સામાન્ય ઝડપે જઇ રહ્યું છે, પણ તમારું જીવન ફાસ્ટ ફોરવર્ડ જઇ રહ્યું છે.

પ્રત્યેક સાધકે હમેશા નક્કી કરવું રહ્યું – શું તેણે માત્ર રસ્તાનો લ્હાવો લેવો છે કે તેણે મંજિલ પર ઉતાવળે પહોંચવું છે?

ઘણા લોકોને એવી ખોટી ધારણા હોય છે કે એકવાર તમે આધ્યાત્મિક પથ પર હોવ, તો તમે શાંત બનો છો અને બધુ જ ચોખ્ખું દેખાશે. જો તમે એક અનુકૂળ માન્યતાવાળી પધ્ધતિ અપનાવો છો અને એકલ પંથી મનવાળા બનો છો, તો બધુ જ ચોખ્ખું પ્રતીત થાય છે. પણ જો તમે સાચે જ આધ્યાત્મિક માર્ગ પર હોવ, તો કઈ પણ ચોખ્ખું નથી હોતું. બધુ જ ઝાંખું હોય છે. તમે જેટલા ઝડપથી જાવ છો તેટલી ઝાંખપ વધતી જાય છે.

થોડા વર્ષો પહેલા, હું જર્મનીમાં હતો અને અમારા કાર્યક્રમ પૂરો કર્યા પછી મારે ફ્રાંસ ગાડી ચલાવીને જવાનું થયું, જે હું હતો ત્યાંથી લગભગ 440 કીમી દૂર હતું. સામાન્ય રીતે આ યાત્રા પાંચ કલાક લે છે. રસ્તા પર પાંચ કલાક સુધી રહેવાનો મારો કોઈ જ ઇરાદો નહોતો, તેથી મેં ઝડપ કરી અને અમે લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યા હતા. આ ક્ષેત્રમાં કંટ્રી સાઇડ સુંદર હોવાનું મનાય છે અને મેં વિચાર્યું હતું કે હું તેને જોઈશ. મેં મારી આંખોથી જોવાનો પ્રયત્ન કર્યો પણ બધુ જ ઝાંખું હતું અને હું મારી આંખો રસ્તા પરથી એક ક્ષણ માટે પણ હટાવી શક્યો નહીં. ત્યારે બરફ પડતો હતો અને અમે પાગલ કરનારી ગતિએ જઈ રહ્યા હતા.

તમે જેટલા ઝડપથી જાવ છો, તેટલું જ બધુ ઝાંખું દેખાય છે અને તમે તમારી આંખો તમે જે કરી રહ્યા હોવ તેના પરથી એક ક્ષણ માટે પણ હટાવી શકતા નથી. જો તમારે કંટ્રી સાઇડનો લ્હાવો લેવો હોય તો તમારે સરળ રીતે અને ધીમે જવું રહ્યું. જો તમારે તમારી મંજિલ પર પહોંચવાની ઉતાવળ હોય તો તમારે તેને ઈંધણ આપવું પડે છે. તમને કઈ જ દેખાતું નથી. તમે ફક્ત જાવ છો. આધ્યાત્મિક પથ આવો જ છે. જો તમે આધ્યાત્મિક પથ પર હોવ છો તો તમારી આસ-પાસ બધુ જ તોફાન મચેલું હોય છે. પણ છતાં તમે હજી પણ જાવ છો, તેથી તે ઠીક છે. શું તે ઠીક છે? જો તે ઠીક નથી તો તમે ઉત્ક્રાંતિવાદની ગતિએ જઈ શકો છો. કદાચ તે દસ લાખ વર્ષો લેશે અને તમે ત્યાં પહોંચી જશો.

જે લોકો ઉતાવળમાં છે તેઓના માટે એક પ્રકારનો રસ્તો છે. જે લોકો ઉતાવળમાં નથી તેઓના માટે બીજા પ્રકારનો રસ્તો છે. તમારે શું જોઈએ છે તેના માટે તમે નિશ્ચયી હોવા જોઈએ. જો તમે ઝડપી માર્ગ પર જાવ છો અને ધીમે જવાનો પ્રયત્ન કરો છો, તો તમે રન ઓવર થઈ જશો. જો તમે ધીમા માર્ગ પર છો અને ઝડપથી જવાનો પ્રયત્ન કરો છો તો તમને ટિકિટ મળી જશે. પ્રત્યેક સાધકે હમેશા નક્કી કરવું રહ્યું – શું તેણે માત્ર રસ્તાનો લ્હાવો લેવો છે કે તેણે મંજિલ પર ઉતાવળે પહોંચવું છે?

સંપાદકની નોંધ: આ વિડિઓમાં, સદગુરુ સારા અને ખરાબ કર્મનો અર્થ સમજાવે છે અને કર્મ વિષે વધુમાં માહિતી આપે છે. વધુ વિડિઓ માટે સદગુરુ ગુજરાતી ચેનલ ને સબ્સ્ક્રિબ કરો.