નાગ અશ્વિન:- નમસ્કારમ સદગુરુ,  હું આપણી પેઢી, આ યુવા પેઢીમાં દારુ અને બીજી નશીલી વસ્તુઓ લતની સચ્ચાઈ જાણવા ઈચ્છું છું. ઘણા નાના બાળકો, સ્કૂલના બાળકો પણ નશીલિ વસ્તુઓ વાપરી રહ્યા છે, જે એમને થોડી વાર માટે એક અદ્ભુત અનુભવ આપે છે, અને આ ઘણું બિવડવાનરું અને ખતરનાક છે. હું જાણવા માંગુ છું કે તમારા મતે બાળકો આનો ઉપયોગ કેમ કરી રહ્યા છે અને લોકોને આમાંથી કાઢવાની સૌથી સારી રીત,વધુ વ્યવહારિક અને પ્રાકૃતિક રીત કઈ છે?

સદગુરુ:- નમસ્કારમ નાગ. મને તમારું નામ ગમ્યું. નાગ કે કોબ્રા મને કાયમ ઘણા પ્રિય રહ્યા છે. અને જો તમને ખબર ન હોય, નાગનું વિશ પણ નશો આપી શકે છે, જો એને એક ખાસ રીતે વાપરવામાં આવે તો.  

સમાજ માં નશાની જરૂરત કેમ વધી રહી છે? એના ઘણા કારણો છે. એક મૂળભૂત વસ્તુ એ છે કે લોકો હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ નથી કરી રહ્યા. સમાજનો એક મોટો ભાગ હવે આજીવિકા માટે  મહેનત કરવામાંથી બહાર નીકળી ગયો છે. જ્યારે લોકો ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ થી બહાર નીકળી જાય છે, તેમણે બીજી વસ્તુઓ શોધવી જોઈએ જેમાં એમને રસ હોય અને તેઓ જનૂનની સાથે એમાં જોડાઈ શકે. જો એવું નથી થતું, તો શારીરિક સુખ અને નશાની જરૂરિયાત સ્વાભાવિક રૂપે એ સમાજ માં વધી જશે. એટલા માટે ઘણું જરૂરી છે કે ભલે માતા-પિતા સંપન્ન હોય, પણ બાળકોને એક ખાસ ઉમર સુધી સંપન્નતા નો અનુભવ ન થવો જોઈએ.

અનુશાસન, ભાગીદારી અને જીવન ની સાથે જોડાણની ભાવના કોઈના જીવનમાં પૈસા આવવા કરતા પહેલા આવવી જોઈએ. નહિતર પૈસા તમારા માથા પર ચડી જશે અને એક ભાર બની જશે. આ પેઢીની સાથે આ જ થઈ રહ્યું છે.

આ સંસ્કૃતિમાં, રાજા-મહારાજા પણ પોતાના બાળકોને ગુરુકુળ મોકલતા હતા, જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે ભણતા, જ્યાં બધા જ ફક્ત મૂળભૂત જરૂરતો સાથે જ રહેતા હતા. કારણ કે અનુશાસન, ભાગીદારી અને જીવન ની સાથે જોડાણની ભાવના કોઈના જીવનમાં પૈસા આવવા કરતા પહેલા આવવી જોઈએ. નહિતર પૈસા તમારા માથા પર ચડી જશે અને એક ભાર બની જશે. આ પેઢીની સાથે આ જ થઈ રહ્યું છે.

ધ્યાન અને પ્રવૃતિ ની અછત

એક હજી કારણ એ છે કે આજ-કાલ ઘણી હદ સુધી માતા-પિતા બંને બહાર કામ કરે છે. શરૂઆતની ઉમરમાં બાળકોને જે ધ્યાન આપવામાં આવવું જોઈએ, તે તેમણે નથી મળતું. એટ્લે સ્વાભાવિક રૂપે બાળકોનું ધ્યાન ભટકી રહ્યું છે. અને તેઓ પુરતી શારીરક પ્રવૃત્તિ પણ નથી કરતાં. જ્યારે તમે તમારા શરીરીની ફિટનેસનો આનંદ નથી લેતા, તો તમને નશામાં જ આનંદ આવશે. જો તમે તમારા સિસ્ટમની જીવંતતા અને ઊર્જાનો આનંદ નહીં લો, તો નશો જ એક માત્ર વિકલ્પ રહી જશે.

એક હજી મુખ્ય કારણ એ છે કે આ પેઢી ડ્રગ્સ તરફ વધી રહી, તે એ છે કે એમને સ્વર્ગના જે સપનાઓ બતાવવામાં આવ્યા હતા, તે ભાંગી રહ્યા છે.

ડ્રગ્સ થી ફક્ત નશો જ નથી થતો, એમને થોડા કલાકો સુધી જબરદસ્ત રોમાંચ નો અનુભવ પણ થાય છે. એટલા માટે આ પેઢી મોટા પાયે એ તરફ વધી રહી છે. એક હજી મુખ્ય કારણ એ છે કે આ પેઢી ડ્રગ્સ તરફ વધી રહી, તે એ છે કે એમને સ્વર્ગના જે સપનાઓ બતાવવામાં આવ્યા હતા, તે ભાંગી રહ્યા છે. કદાચ તેઓ એને વ્યક્ત નથી કરી શકતા, એમની પાસે એ કહેવાની સ્પષ્ટતા કે સાહસ નથી. પણ. લાંબા સમયથી આપણે લોકોને આ કહીને ચલાવ્યા કર્યું છે કે જો તમે આ વસ્તુઓ થી દૂર રહો છો, તો સ્વર્ગ માં તમને ઘણી માત્રા માં આ બધી વસ્તુઓ મળશે.

હવે સ્વર્ગ ભાંગી રહ્યું છે, એટલા માટે તેઓ અહિયાં પીવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ જ રીતે આના પણ ઘણા પાસાઓ છે. મૂળરૂપે એક માણસ પાસે પોતાનું જીવન બચાવવા માટે શારીરિક સંઘર્ષ કરવાની જરૂર હવે નથી રહી. આ જ નશાની જરૂરીયાત ને વધારે છે.

બીજા આનંદ માણતા શીખો

આનું સમાધાન શું છે? આ ઘણું મહત્વનું છે કે તમારા માંથી જે લોકોના વધતાં બાળકો છે, તમે એમને રમતમાં ભાગ લેવડાઓ, અને બીજી વસ્તુઓ તરફ પ્રેરિત કરો, જે એમને પ્રકૃતિ થી જોડે છે, જેમ કે ટ્રેકિંગ, પહાડની ચડાઈ, સ્વિમિંગ. કોઈ તીવ્ર  પ્રવૃત્તિ અને સાથે જ પ્રકૃતિની સાથે જોડાણ. કળા, સંગીત. તેઓમાં કોઈક ને કોઈક વસ્તુ ને લઈને ઝનૂન હોવો જોઈએ. તેમણે પોતાની બુદ્ધિનો, પોતાની ભાવનાનો, પોતાની ચેતનાનો. જ્યારે વ્યક્તિ આનંદ લેવા માંડે છે મનના સુખનો, પોતાની બુદ્ધિની તિક્ષણતાના સુખોનો, ભાવનાઓના સુખોનો, પોતાની ચેતનાના સુખોનો, તો શરીરના સુખો માં ડૂબવું સ્વાભાવિક રીતે ઘણું ઓછું થઈ જાય છે.

એટલા માટે આ ઘણું જરૂરી છે કે બાળકો ઘણા જાતની પ્રવૃત્તિઓ કરે અને ઘણી વસ્તુઓમાં જોશની સાથે ભાગીદારી રાખે. આ દારુ અને ડ્રગ્સ ની જરૂરીયાતને ઓછું કરી નાખશે. પણ આપણે આ સમજવું પડશે, આજકાલ આની ઘણી માર્કેટિંગ થઈ રહી છે. અને માફ કરો, ફિલ્મોમાં આનો પ્રચાર થઈ રહયો છે. દરેક જગ્યા પર એવી રીતે બતાવવામાં આવે છે કે માનો જે ક્યાં સુધી તમે પિતા નથી, ત્યાં સુધી તમે બેકાર છો.

એટલા માટે આ ઘણું જરૂરી છે કે બાળકો ઘણા જાતની પ્રવૃત્તિઓ કરે અને ઘણી વસ્તુઓમાં જોશની સાથે ભાગીદારી રાખે. આ દારુ અને ડ્રગ્સ ની જરૂરીયાતને ઓછું કરી નાખશે.

લોકો મને પૂછે છે કે સદગુરુ તમે પીવો છો? હું કહું છું હા હું પાણી પીવું છું. તેઓ મને એવી રીતે જોવે કે માનો હું કોઈ વિચિત્ર પ્રાણી છું. ફક્ત પાણી? હા, સૌથી અદ્ભુત વસ્તુ જે તમે પી શકો છો, તે પાણી છે. કારણ કે આ શરીર પાણીથી બન્યું છે, દારુ થી નહીં. આ શરીરમાં સીતેર ટકા પાણી છે, ચોક્કસપણે  દારુ નથી.

અંદર થી થતો નશો

આ સૌથી મોટી કેમિકલ ફેક્ટરી છે.... જો તમે નશો ઈચ્છો છો, તો તમે તેને તમારી અંદર પૈદા કરી શકો છો. એવો નશો જે તમને નશામાં ધૂત અને સાથે જ ઘણો જાગૃત બનાવશે. આપણે આપણા બાળકો અને યુવાઓને આ નશા વિષે કહેવું  જોઈએ. એટલા માટે આપણે યોગની ટેક્નિકને બધાના જીવનમાં લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જો તમે તમારી અંદર કઈ ખાસ અવસ્થાઓમાં જતાં રહો, તો તમને નશો થશે, જેવો કોઈ પણ દારુ કે ડ્રગ્સથી ક્યારેય નહીં થાય. સાથે જ તમે સંપૂર્ણ રીતે જાગરૂક પણ રહેશો અને....આ તમારા સ્વાસ્થ અને ખુશી માટે ચમત્કાર કરશે.

સમય આવી ગયો છે કે આપણે ટેક્નિકલ રીતે ઘણી સારી વસ્તુઓ કરીએ. આપણી પાસે આની રીતો છે કે લોકો પોતાની અંદર તરફ વળીને જીવનના સૌથી મોટા સુખોને જાણી શકે. આપણે આપણા યુવાનોને આનો અનુભવ કરાવવો જ જોઈએ. જ્યાં સુધી તમે એમને વિકલ્પ નહીં આપો, તેઓ પાછા બોટલ તરફ જતાં રહેશે, ગોળીઓ તરફ જતાં રહેશે.

આપણી પાસે આની રીતો છે કે લોકો પોતાની અંદર તરફ વળીને જીવનના સૌથી મોટા સુખોને જાણી શકે. આપણે આપણા યુવાનોને આનો અનુભવ કરાવવો જ જોઈએ. જ્યાં સુધી તમે એમને વિકલ્પ નહીં આપો, તેઓ પાછા બોટલ તરફ જતાં રહેશે, ગોળીઓ તરફ જતાં રહેશે.

અત્યારે તો, સ્વાસ્થ માટે તમારે કેમિકલ્સ ની જરૂર પડે છે. શાંતિ માટે તમારે કેમિકલ્સ ની જરૂર પડે છે. ખુશી માટે તમારે કેમિકલ્સ ની જરૂર પડે છે. પોતાની અંદર કોઈ પણ જાતના અનુભવ માટે તમને કેમિકલ્સ ની મદદ જોઈતી હોય છે, તમારે સમજવું પડશે કે જ્યારે કોઈ પેઢી આ કેમિકલ્સ નો પ્રયોગ કરે છે, જ્યારે નેઉ ટકા લોકો રોજની દવાઓ અને બીજા પ્રકારના કેમિકલ્સ નો પ્રયોગ શરૂ કરે દે છે, તો આપણે જે આવનારી પેઢીને જન્મ આપીશું, તે ઘણા રૂપોમાં આપણાથી ઓછી હશે.

આ માનવ જાતિ પ્રત્યે અપરાધ છે. આપણે બધાએ હવે જાગવું પડશે અને જરૂરી વસ્તુઓ કરવી પડશે.

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image