કોઈપણ ગ્રહણની માનવ શરીર પર ચોક્કસ અસર થતી હોય છે. આ લેખમાં, સદગુરુ આપને  જણાવે છે કે, ચંદ્ર અને સૂર્ય ગ્રહણ વખતે શા માટે  ભોજન ન લેવું જોઈએ?  અને જો ભોજન  લો તો શરીર પર તેની કેવી નુકારાત્મક અસર થઈ શકે છે.

 

સદગુરુ: ચંદ્રની 28 દિવસની સાયકલ અને ગ્રહણના બે થી ત્રણ કલાક દરમિયાન શું થાય છે. તે સમજવું જરૂરી છે. તે પણ ઊર્જાના સંદર્ભમાં, પૃથ્વીની ઊર્જા ગ્રહણ વખતે ભૂલથી ચંદ્ર ગ્રહ તરફ જાય છે. જેના કારણે પૃથ્વીની અમુક વસ્તુઓ આ સમયમાં કુદરતી રીતે ખૂબ જ ઝડપથી ખરાબ થાય છે. જો કે કાચા ફળો અને શાકભાજીમાં કોઈ ફેરફાર થતો નથી, પણ જ્યારે તેને રાંધવામાં આવે. ત્યારે પહેલા અને પછી ફેરફાર આવે છે. એ ક્યું તત્વ છે જે, પૌષ્ટિક ખોરાકને ઝડપથી ખરાબ કરી ઝેરમાં પરીવર્તિત કરે છે.

ગ્રહણની અસર: ગ્રહણના સમયે ભોજન ગ્રહણ કરો, તે  ઝેર થવાનું શરૂ થાય છે!

આ ઝેરના કારણે તમારી જાગ્રતતા પર અસર થાય છે. ધીમે ધીમ તમારી જાગ્રતતા દૂર થાય છે. આ અવસ્થામાં આપને સુક્ષ્મ સ્તરે લઈ જાય છે, જેથી તમે નિસ્તેજ થવા લાગો છો. તમારી જાગ્રતતા ઘટવા લાગે છે. તેનો અર્થ કે, તમે ઊંઘી રહ્યા છો અથવા તેવો અહેસાસ થાય છે. જો તમારી જાગ્રતતા સંપૂર્ણપણે દૂર થાય તો, તેનો અર્થ કે તમે મૃત થયા છો. સુસ્તી, ઊંઘ, મૃત્યુ - આ માત્ર ધીમે ધીમે વિકાસ કરે છે. આથી, રાંધેલો ખોરાક, સામાન્ય દિવસોની તુલનામાં ગ્રહણના દિવસે વધુ ઝડપથી ખરાબ થાય છે.

ગ્રહણની અસર: શું આપણે કાચો ખોરાક લઈ શકીએ?

ગ્રહણ પહેલા અને પછી રાંધેલા ખોરાકમાં પરિવર્તન આવે છે. ક્યું તત્વ છે જે, પૌષ્ટિક આહારને ઝેરમાં પરીવર્તિત કરે છે.

સામાન્ય રીતે તમે જે ખોરાક લો છો, તે બે થી ત્રણ કલાકમાં પચી જાય છે, અને તે ખોરાક લગભગ અઠ્ઠાવીસ દિવસ સુધી આપને ઊર્જા આપે છે. એનો અર્થ એ કે, તમે અમુક દિવસ કાચો ખોરાક લઈ શકો છો? ના, કારણ કે જે ક્ષણે ખોરાક તમારા શરીરમાં જાય છે, તમારી જઠરાગ્નિ તેને પચાવવાનું શરૂ કરી દે છે. અડધો -રાંધેલા ખોરાક સાથે પણ આવુંજ થાય છે.

આ માત્ર ભોજન વિશે નથી. આ એવું છે કે જે રીતે તમે સ્વયં છો. જો તમે કોઈપણ રીતે કુદરતી પરિમાણોથી દૂર જતા રહ્યાં, તો તમે આ બળ પ્રત્યે વધુ સંવેદનશીલ બનો છો. જો તમે કુદરતી પરીમાણોમાં રહો તો,  આ બળો માટે તમે ઓછામાં ઓછા ઉપલબ્ધ રહો છો.

ગ્રહણની અસર: ચંદ્ર અને આપણું શરીર

ચંદ્રની અસર આપણા પર શારિરીક,માનસિક અને ઊર્જાના સ્તરે થાય છે. તેવી જ રીતે આપણી માતા પર પણ તેની અસર થાય છે. તે ચોક્કસ છે. હું અહીં માતાઓ વિશે વાત કરું છું. કારણ કે તેઓએ ચંદ્ર સાથે સુસંગતા કરી હતી. જો માતાઓએ ચંદ્ર સાથે સુસંગતા ન હતા તો, આપણે અહીં ન હોત. જ્યારે ચંદ્રની આખી સાયકલમાં બે થી ત્રણ કલાકનો સમય એવો હોય છે. ત્યારે, આપણી માતાઓના શરીરમાં વ્યગ્રતા થતી હોય છે. આ વ્યગ્રતા પુરુષોના શરીરમાં પણ અનુભવાય છે. કારણ કે તમારામાં તમારી માતાના અંશ છે – શારીરિક રીતે નહીં પણ અન્ય કોઈ રીતે.

ગ્રહણ અસર: જ્યારે શરીર વ્યગ્રતામાં હોય

જ્યારે શરીર વ્યગ્રતાની સ્થિતિમાં હોય, ત્યારે શક્ય હોય એટલું ખાલી રાખવાનું અને શક્ય હોય એટલું જાગ્રત રાખવું. જાગ્રત રહેવાની સરળ રીત એ છે કે ભોજનથી દૂર રહો. આમ કરવાથી તમે ઓછામાં ઓછા એક વસ્તુ પ્રત્યે સભાન રહો છો અને તે ક્ષણે તમારું પેટ ખાલી હોય છે. તમારી સભાનતાના કારણે તમારી ક્ષમતામાં વધારો થાય છે. તમારું શરીર શુદ્ધ થાય છે. તમે તમારા શરીર અને તમારી સાથે શું થઈ રહ્યું છે. તે સારી રીતે જાણી શકવા સક્ષમ બનો છો.

સંપાદકીય નોંધ: ઇશાના કેલેન્ડર પ્રમાણે વર્ષના મહત્વપૂર્ણ દિવસો અને ચંદ્ર માસ દરમિયાન સંપર્કમાં રહો. આરએસએસ ફીડ, આઈસીએએલ, એચટીએમએલ (તમારા બ્રાઉઝરમાં જુઓ) અથવા અમારી સાઇટ પર કેલેન્ડર જુઓ. જેમા તમામ વિગતો ઉપલબ્ધ છે.