વાર્તા:

એક મઠમાં, એક ઝેન ગુરુએ લાકડા ભેગા કર્યા અને ચૂલામાં આગ શરૂ કરી. તેઓ ચા બનાવવાની તૈયાર કરી રહ્યા હતા. એક શિષ્યે તેમને પૂછ્યું, "તમે કોના માટે ચા બનાવો છો?"

ગુરુએ જવાબ આપ્યો, "તમે ત્યાં બેઠા આળસુ વ્યક્તિને જુઓ છો? તેના માટે છે."

તેઓ ખાસ કરીને એક આળસુ શિષ્યનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે કામને ટાળતો રહેતો અને માત્ર આસપાસ બેસી રહેતો, જ્યારે બીજા બધા શિષ્યો કાર્યમાં સક્રિય રહેતા.

શિષ્યે કહ્યું, "તમારે તેના માટે ચા કેમ બનાવી છે? તે હવે મોટો થઈ ગયો છે. તેને જાતે જ બનાવા દો."

ગુરુએ હસતાં કહ્યું, "હું હમણાં અહીં છું."

સદ્‍ગુરુનો ખુલાસો:

જીવનનો સૌથી મહત્વનો ઉપદેશ શું છે? તમે જે કરી શકો તે કરો. "મારે આ કરવાનું છે અને મારે આ ન કરવું જોઈએ" એમ વિચારવાને બદલે "હું આ કરી શકું છું અને હું આ કરી શકતો નથી" તે જોવવું વધુ સારું છે.

જ્યારે તમે કોઈ વસ્તુથી પોતાને ઓળખાઓ છો અને વિચારો છો કે "આ મારું કુટુંબ છે. આ મારી પત્ની છે. આ મારી માતા છે. આ મારું ઘર છે. આ મારી શેરી છે," ત્યારે તમે તારણ કાઢો છો કે "હું આ કરીશ. હું તે નહીં કરું " તમે વિચારવાનું શરૂ કરશો કે "જો મારું બાળક ઘાયલ થાય તો મારે ભાગીને તેને બચાવવું પડશે, પરંતુ જો કોઈ અન્ય બાળક ઘાયલ થઈ રહ્યું છે તો મારે શા માટે ચિંતા કરવી જોઈએ?"

આ દુનિયામાં કોઈ તમારું નથી. તમે જે રીતે આવ્યાં તે રીતે જ આ દુનિયામાં બીજા બધાં પણ આવ્યા છે, બસ. જો તમે લગ્ન કરો છો, તો તમે કહો છો, "આ મારી પત્ની છે." જો તમે છૂટાછેડા મેળવો છો, તો તમે કહો છો "આ મારી પત્ની નથી!" બંને તમારા દ્વારા નક્કી કરેલા સંબંધો છે. જ્યારે તમે લગ્ન કરો છો અને લાગે છે કે તમારા જીવનસાથી તમારો એક ભાગ છે, ત્યારે તમે તે મુજબ પ્રેમ અને આનંદદાયક વિચારોનો વિકાસ કરો છો. એકવાર તમે સંબંધને નકારી દો, પછી એ લાગણીઓ બદલાઈ જાય છે અને તમે હતાશ, ગુસ્સે અને દ્વેષપૂર્ણ અનુભવવાનું શરૂ કરો છો.

તેથી જ્યારે તમે વિચારો છો કે કોઈ વસ્તુ તમારી છે, ત્યારે તેની સાથે આવતી ભાવનાઓ ભારે ભેદભાવકારક હોય છે. આ તમારી ક્ષમતાઓને ક્યારેય પૂર્ણતાથી બહાર લાવશે નહીં.

રાજુ અને માલતી પ્રેમી હતા. તેઓ જુદી જુદી જાતિના હોવાથી તેમના પરિવારો અને તેમના સમુદાયો તેમના લગ્ન સ્વીકારવા તૈયાર ન હતા.

રાજુએ કહ્યું, "જો આપણે સાથે ન રહી શકીએ, તો આ જીવનનો અર્થ શું છે? ચાલો આપણે સાથે મરી જઈએ."

બંને એક ખડક ઉપર ચડી ગયા. તેઓ ધાર પર હાથમાં હાથ રાખીને ત્યાં ઉભા હતા. જ્યારે તેઓ કૂદવાના હતા ત્યારે માલતીએ કહ્યું, "રાજુ, હું ગભરાઈ ગયી છું. તમે પહેલા કૂદી જાવ! તમને જતા જોઈને મને કુદવાની હિંમત મળશે!"

રાજુ બોલ્યો, "હું તને પ્રેમ કરું છું, માલતી!" અને એક ક્ષણમાં ધારથી કૂદકો લગાવ્યો.

માલતીએ તેને નીચે એક ઊંડી ખાઈમાં પડતાં જોયો, જ્યાં કોઈ જઈ શકતું ન હતું. તે પણ કૂદવા માટે તૈયાર થઈ ગઈ. તે જ ક્ષણે તેને વિચાર્યું, "હવે રાજુ રહ્યો નથી. જો રાજુ ન હોય તો મારો પ્રેમ પણ હવે નથી. હવે પ્રેમ ન હોય તો, કૌટુંબિક સમસ્યા નથી, સામાજિક સમસ્યા નથી. જ્યારે કોઈ સમસ્યા ન હોય તો હું મારો જીવ કેમ આપી દઉં? "

તેણે નીચે ખાઈ તરફ જોયું અને ચીસ પાડી, "રાજુ, આઈ લવ યુ!" અને ઘરે તરફ ચાલવાનું શરૂ કર્યું.

જ્યારે તમે વિચારો છો કે "આ મારું છે" અથવા "તે મારી છે", ત્યારે જે ક્રિયાઓ બહાર આવે છે તે આની જેમ હશે.

જે લોકો આધ્યાત્મિક માર્ગે ચાલે છે તે પોતાને તે પ્રમાણે સંકોચાતા નથી. તેઓ કહેતા નથી, "હું આ વ્યક્તિ માટે કંઈક કરીશ, હું તે વ્યક્તિ માટે કંઇ કરીશ નહીં." તેઓ ફક્ત વિચારશે, "આ ક્ષણે હું આ કરી શકું છું. જો તેને કરવાની તક મળે, તો હું તે કરીશ," અને તેઓ તે મુજબ કાર્ય કરશે.

જો તમે તમારા જીવનને સંપૂર્ણ રીતે સમજવા માંગતા હો, તો સૌથી પહેલા અને સૌથી મહત્વનું એ છે કે તમારે "આ મારું છે અને આ મારું નથી, એમાં પોતાને ના સંકોચો." જો તમે આખી દુનિયાને સમાવવા માટે પોતાને આંતરિક રીતે વિસ્તૃત કરો છો, તો બધું તમારું છે.

સંપાદકની નોંધ: આ લેખ વાંચો,, જ્યાં સદ્‍ગુરુ સમજાવે છે કે ઝેન શું છે અને તે અંતિમ તરફ કેવી રીતે અસરકારક માધ્યમ બન્યું.