logo
logo

ચાલો આદિયોગીને ઓળખીએ

આદિયોગીએ આપણને એવી શક્યતાની વાત કરી કે કોઈ વ્યક્તિએ ફક્ત માણસ જાતની નિશ્ચિત થયેલ મર્યાદાઓની અંદર જ પોતાને કેદ ના કરી લેવા જોઈએ. એક એવો રસ્તો છે જેથી આપણે શારીરિક રૂપમાં હોવા છતાં એના જ થઈને ના રહીએ.

ચાલો આદિયોગીને ઓળખીએઆદિયોગીએ આપણને એવી શકયતાની વાત કરી કે કોઈ વ્યક્તિએ ફક્ત માણસ જાતની નિશ્ચિત થયેલ મર્યાદાઓની અંદર જ પોતાને કૈદ ના કરી લેવા જોઈએ. એક એવો રસ્તો છે, જેથી શારીરિક રૂપમાં હોવા છતાં આપણે એના જ થઈને ના રહીએ. એક રસ્તો છે, જેથી આપણે શરીરમાં તો રહીએ પણ માત્ર શરીર જ ન બની રહીએ. એવો એક રસ્તો છે, જેથી આપણે મનનો શક્ય એટલા ઊંચા સ્તરે ઉપયોગ કરીએ તો પણ મનના દુઃખોને કદી ન જાણીએ. હમણાં તમે અસ્તિત્વ ના ગમે તે આયામમાં હોવ, તમે એનાથી બહાર જઈ શકો છો - એક બીજો રસ્તો પણ જીવન જીવવાનો છે. તેઓએ કહ્યું, "જો તમે તમારા પોતાના ઉપર જરૂરી કામ કરો તો તમે તમારી હાલની મર્યાદાઓથી બહાર પણ વિકસી શકો છો". અને, તેઓએ વિકસિત થવાના રસ્તાઓ પણ બતાવ્યા. આદિયોગીનું એ જ મહત્વ છે.

હું મૃત્યુ પામું, તે પહેલા હું એ સુનિશ્ચિત કરવા માંગું છું કે માનવતા માટેના તેમના યોગદાનને આખું વિશ્વ માન્યતા આપે. અત્યારે, આપણે આવું કરવાના જુદા જુદા તબક્કાઓમાં છીએ. એક કામ, જે આપણે કરીએ છીએ તે આદિયોગીના પવિત્ર સ્થળોનું નિર્માણ કરીએ છીએ. આ આદિયોગીનો 21 ફુટ ઊંચુ કાંસાનું પુતળું છે અને તેની સામે એક પ્રાણપ્રતિષ્ઠા કરેલું લિંગ છે. આ એક શક્તિશાળી સ્થળ છે. આવું પહેલું સ્થળ અમેરિકામાં, ટેનેસી ખાતે, આપણા આશ્રમમાં બન્યું છે.

આ પૃથ્વી પર, દરેક જણે જાણવું જ જોઈએ કે એ આદિયોગી જ હતાં જેઓએ આ દુનિયાને આ વિજ્ઞાન આપ્યું. ગયા પાંચથી છ વરસમાં યુરોપમાં ચાર-પાંચ મુખ્ય પુસ્તકો પ્રકાશિત થયા છે જેમાં આવું કહેવામાં આવ્યું છે કે યોગ ભારતમાંથી નથી આવ્યો પણ એ તો યુરોપની વ્યાયામ પ્રણાલીઓનું વિકસિત રૂપ છે. જો આ લોકો આવા બીજા 10-15 પુસ્તકો લખી નાંખે તો એમની વાત જ સત્ય માનવામાં આવશે. તમે તમારા સ્કૂલ કોલેજના ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં જે કાંઈ વાંચો છો, તેને જ સત્ય માની લો છો. પણ એ એવું નથી. હું તમને કહી રહ્યો છું કે મોટા ભાગે આ બધું જેતે વ્યક્તિઓએ અંગત ફાયદા માટે લખેલું હોય છે. તો, આ લોકો જો 10 - 15 વરસ માં આવા 25 - 50 પુસ્તકો લખી નાખે તો થોડા સમય પછી બધા એવું જ માનશે કે યોગ અમેરિકામાંથી, કેલિફોર્નિયામાંથી આવ્યું અથવા એનો આવિષ્કાર મેડોનાએ કર્યો હતો. આ કાંઈ હસવાની વાત નથી, એવું સહેલાઇથી કરી શકાય. એવા લોકો હોય છે જે કાંઈ પણ લખવા તૈયાર જ રહે છે. અમુક ખૂબ વિખ્યાત પુસ્તકો આવું કહે છે. ડેન બ્રાઉન, પોતાના પુસ્તક એન્જલ્સ એન્ડ ડેમન્સ માં લખે છે કે યોગ એક પ્રાચીન બૌદ્ધ કલા છે. ગૌતમ 2500 વરસ પહેલાંના જ છે જ્યારે આદિયોગી તો 15000 વરસથી પણ પહેલાંના છે. આજે કોઈ ગૌતમ કહે છે, આવતી કાલે કોઈ મેડોના પણ કહી શકે છે.જો તમે આવા થોડાક પુસ્તકો લખો તો એ જ સત્ય બની જશે. એટલે, હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે હું મૃત્યુ પામું તે પહેલાં દરેકે જાણવું જોઈએ કે યોગ આદિયોગીએ જ આપ્યો હતો, બીજા કોઈએ નહીં, બસ આદિયોગીએ જ.

આપણે આ કરવું જ જોઈએ, કેમ કે, ભારતનો મૂળ આધાર એ છે કે આ જિજ્ઞાસુઓની જમીન છે. આપણે વિશ્વાસ કરનારાઓ નથી. આપણે મુક્તિની ઈચ્છા રાખનારાઓ છીએ, જિજ્ઞાસુઓ છીએ. આ જ વાત છે જે આપણને એક સાથે બાંધી રાખે છે. આ દેશમાં તમે જો 100 કિમીની યાત્રા કરો તો લોકો જુદા દેખાય છે, જુદું ખાય છે, જુદી રીતે બોલે છે, જુદી રીતે કપડાં પહેરે છે, એમની બધી જ બાબતો જુદી હોય છે. રાજકારણની દૃષ્ટિએ જુઓ તો એક વખતે આ દેશના 200 થી વધારે ટુકડા હતાં પણ બહારના લોકો કહેતા કે આ હિન્દુસ્તાન છે, ભારત છે. કારણ કે, આ અસ્તિત્વની નવીનતા એ હતી કે આ જમીનનાં લોકો વિશ્વાસ કરવા વાળા નહીં પણ જિજ્ઞાસા કરવા વાળા હતાં, મુક્તિના ઇચ્છુક હતાં.

એનાથી કાંઈ ફરક નથી પડતો કે રામે શું કહ્યું, કૃષ્ણે શું કહ્યું, વેદ શું કહે છે, ઉપનિષદ શું કહે છે, એનાથી કાંઈ ફેર નથી પડતો કે કોણ શું કહે છે પણ આ દેશમાં જન્મેલ દરેકવ્યક્તિએ, પોતાનું સત્ય શોધવાનું હોય છે. તમારે, તમારી મુક્તિની જ શોધ કરવાની હોય છે. આ જમીન જિજ્ઞાસુઓની હતી. તેઓ કદીયે વિજેતા બનવા નહોતાં માંગતા. જો તમે આ પૃથ્વી પરના બધા જ લોકોને જિજ્ઞાસુ બનાવી દો, મુક્તિનાં ઈચ્છુક બનાવી દો, વિશ્વાસ કરવા વાળા નહીં, તો કોઈ પણ યુદ્ધ નહીં થાય. હિંસા માટેનું મૂળ પ્રોત્સાહન જ જતું રહેશે. નાની વસ્તુઓ માટે કદાચ લોકો લડશે પણ મોટા ઝઘડાઓ મટી જશે. હું એકમાં વિશ્વાસ રાખું, તમે બીજામાં, તો અંતહીન ઝઘડાઓ ચાલ્યા જ કરશે.

જો તમે આ વાત જાણો કે તમે બ્રહ્માંડના સ્વભાવને નથી જાણતા, જેમ આજે વૈજ્ઞાનિકો કબૂલ કરે છે, તો તમે કોની સાથે લડશો? "નહીં, મારા ભગવાને જ બ્રહ્માંડ બનાવ્યું છે, તમારા ભગવાને નહીં". આ જ સમસ્યા છે. જિજ્ઞાસુ હોવાનો અર્થ છે એવો માણસ જેને સમજાઈ ગયું છે કે એ નથી જાણતો. જો સઘળી માનવતાને આવું થાય તો હિંસા માટેનું 90% પ્રોત્સાહન જતું રહેશે.

એટલે,તેને ફરીથી લાવવાં માટે, આદિયોગી કરતાં વધુ સારી પ્રેરણા કોઈ ના હોઈ શકે. અને, અમે તેઓને ઘણા પ્રકારથી અભિવ્યક્ત કરવા માંગીએ છીએ.

    Share

Related Tags

આદિયોગી

Get latest blogs on Shiva

Related Content

શિવ પુરાણ